________________
૨૦૪] " જૈન કેન્સરન્સ હેરલ્ડ
[ જુલાઈ પસંદ કરવાનું શેઠ વીરચંદ દીપચંદની મુનસફી ઉપર રાખવામાં આવ્યું હતું અને તદઅનુસાર તેઓ સાહેબે મેતીચંદ ગીરધર કાપડીયા બી. એ. એલ એલ. બી. ને નીમ્યા હતા. પરંતુ કેટલીક અગવડોને લીધે તેમણે પોતાનું રાજીનામું મેકલી આપ્યું હતું જે સ્વીકારવામાં આવતાં હાલમાં શેઠ કલ્યાણચંદ ભાગ્યચંદની નીમણુંક કરવામાં આવી છે, જેઓ સાહેબ એક ઉત્સાહી ગૃહસ્થ હોવાથી તથા જેન કોમના હિતના કામમાં આગળ પડતે ભાગ લેતા હોવાથી કેન્ફરન્સના કાર્યને પણ દરેક 'રીતે ઉત્તેજન મળવા સંભવ છે. તેમના જેવા સુકાનીઓ મેળવવાથી અમે ભાગ્યશાળી થયા છીએ એમ કહેવું તે જરાપણ અતિશયોકિત ભર્યું નથી.
નવી ગુજરાતી પાંચમી ચોપડી અને જેનો–સરકારી કેળવણું ખાતા તરફથી હાલમાં જે વાંચનમાળા તૈયાર કરવામાં આવેલી છે તેમાં કેટલીક ચોપડીમાંના પાઠના લખાણે મુસલમાન ભાઈઓની તેમજ પારસી ભાઈઓની ધાર્મિક લાગણી દુખાવી છે એટલું જ નહિ પણ આપણે જૈન ભાઈઓમાં પણ, આપણુ ધર્મની શરૂઆત બોધના સમયમાં આપણું પરમ પવિત્ર વીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીથી થયેલી છે એમ કહી કચવાટની લાગણીને જન્મ આપે છે. પહેલાં જે એમ માનવામાં આવતું હતું કે જૈન ધર્મ બાધ ધર્મની શાખા છે તેવી અસત્ય માન્યતાને પૂર્વના તેમજ પશ્ચિમના યુરેપ્ટન વિદ્વાનોએ તદન ખોટી પાડી છે તેમજ જેમ જેમ જૈન ધર્મના પુસ્તક બહાર પડતા જાય છે તથા વિદ્વાને પોતાની શોધ ખોળમાં વધતા જાય છે તેમ તેમ જૈન ધર્મના સંબંધમાં વિશેષ અજવાળું પડે છે અને લોકોને ધર્મના તત્વના સંબંધમાં વિશેષ માહિતી મળતી જાય છે. ઉપર કહેલી ભૂલ પાંચમી ચોપડીના નવમાં પાઠમાં કરવામાં આવેલી છે અને તે લખાણની સાથે જ્યારે આપણે આપણા પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ” ની બાબતમાં લખાયેલે પાઠ સાઠમે વાંચીએ છીએ ત્યારે આશ્ચર્ય સાથે ખેદ થાય છે કે આવી રીતની ભૂલ કમીટીના બાહોશ વિદ્વાનોના હાથથી કેવી રીતે થવા પામી હશે! વળી સાઠમા પાઠમાં આપણે જેમને યુગળીયા કહીએ છીએ તેમને માટે “જંગલી” શબ્દ વાપરવામાં આવ્યું છે તેની સામે પણ વધે ઉઠાવવાની જરૂર છે તથા કેળવણી ખાતાના તરફથી માર્જીનને ઇતિહાસ મંજુર કરવામાં આવેલ છે તેમાં થયેલી કેટલીએક ભૂલના સંબંધમાં અમે હવે પછી ધ્યાન ખેંચવા વિચાર રાખીએ છીએ પરંતુ પાંચમી ચોપડીના નવમા પાઠમાં જે ભૂલ થયેલી જોવામાં આવે છે તેને સુધારવાને ઘટત બંદોબસ્ત તાકીદ કરવામાં આવશે એમ , આપણે આશા રાખીશું. જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશન તથા કપૂરન્સ ઓફિસ તર પૂથી આ બાબતમાં હીલચાલ શરૂ કરવામાં આવી છે તે જાણી આપણે ખુશી થઈશું.
શ્રી તીર્થકર મહારાજ તથા ગણધની છબીઓ–જાહેર રીતે વેચવામાં આવતી હતી તેથી તેના સંબંધમાં જે અશાતના થતી હતી તે દરેક ભાવિક જૈન ધર્મની લાગણી ભાગ્યેજ દુખાવ્યા વગર રહી હશે. આ આશાતના દૂર કરવાને માટે આવી રીતે વેચાતી છબીઓ અટકાવવાને માટે એગ્ય પગલા ભરવાને અમદાવાદ કેન્ફરન્સ વખતે મી. અમરચંદ પી. પરમાર તથા મી. ત્રિભુવનદાસ ઓધવજી શાહ બી. એ. એલ એલ. બી. ને નીમવામાં આવ્યા હતા. તેઓના પ્રયાસથી મુંબઈના મેહેરબાન પોલીસ કમીશનર સાહેબે તેવી છબીઓ નહિવેચવાને હુકમ બહાર પાડ્યું છે તથા મ્હાર