________________
ર૦૨] જેકેજન્સ હેરલ્ડ
[ જુલાઈ છે. વારંવાર ગિરનારજીના વહિવટ માટે બૂમપર બૂમે આવ્યા કરે છે, મહેતા તથા ટ્રસ્ટીઓની ગેરવ્યવસ્થા માટે વર્તમાનપત્રમાં ફરિયાદ આવે છે, તે અમુક અંશે ખરી હશે, પરંતુ હાલ ત્યાંના મુનીમ અનુભવી માણસ છે, તેમના હાથ નીચે ગેરવ્યવસ્થા ચાલવાનો સંભવ નથી, તથા હાલ થોડા વખતથી જૂનાગઢના નામદાર નવાબ સાહેબે ગિરનારજીના આપણું દેરાસરોની આપણી માલકી વિષે તથા બીજા સવાલોની શરૂઆત કરી છે તે જોતાં હાલ તુરતને માટે આ ખાતાને મદદ કરવાની ખાસ જરૂર છે. તીર્થોનું રક્ષણ કરવાની ફરજ અને જરૂર છે.
ભડાર ખાતું—આ ખાતાનું બીજું નામ દેરાસર ખાતું છે. કોઈપણ સ્થળે દેવદ્રવ્ય ખાતું ડુબતું જવલે જેવાય છે. ડુબતું ખાતું સાધારણનું જ હોય છે. ભંડાર ખાતાને મદદ કરવાની જરૂર છે, પરંતુ સાધારણ ખાતાને ભેગે નહિ. જે પૂજા કરનારા જેને નહિ હોય, અથવા ઓછા થતા જશે, તો પછી દેરાસરોની મેટી સંખ્યા, જેનોની ઓછી થતી સંખ્યાને માટે, નિભાવવી મુશ્કેલ થઈ પડશે. : તલાટી ખાતું–તળાટી ખાતે રહેતા માણસે, અપાતું ભાતું, પાણી, તળાટીના મકાનનું રક્ષણ એ બધા ખર્ચને પહોંચી વળવા માટે આ ખાતું છે. જતાં આવતાં તળાટી કેટલી ઉપયોગી છે તે તે દરેક યાત્રાળુ જાણે છે. ડુંગરપરથી ઉતરીને તળાટીપર બેસતાં જે આરામ મળે છે, તે દરેક અનુભવીને ખબર છે, તેથી વિશેષ લખવાની જરૂર નથી. આ ખાતું ખાસ મદદને પાત્ર છે.
સિધક્ષેત્ર જૈન બાળાશ્રમ ખાત-દિવસે દિવસે પડતી થતી જતી સ્થિતિમાં નિરાધાર સ્વધર્મી બંધુઓને પરધર્મમાં જતાં, અને આપણી સંખ્યા ઓછી થતાં અટકાવવા તથા બાળકોનું જીવન વધારે સારું બનાવવા માટે આવા આશ્રમની જરૂર છે. આ આશ્રમ સાધારણ સ્થિતિના પણ નિઃસ્વાર્થી, ઉત્સાહી જુવાન માણસે સ્વધર્મબંધુઓની મદદથી ઉઘાડયું છે. દરેક રીતે મદદને પાત્ર છે. " શ્રી પાલીતાણાના આણંદજી કલ્યાણજીના કારખાનામાં જે રીતે જે ખાતાઓમાં નાણા લેવામાં આવે છે, તે ખાતાઓનું, મદદને માટે પાત્રતાનું, વિગેરે વિવેચન હવે પૂર્ણ થાય છે. બીજા જાહેર ખાતાઓમાં પણ આવાજ ખાતાઓમાં રૂપિયા ભરાય છે, તે કયું ખાતું સૌથી વિશેષ મદદને પાત્ર છે, એ નકી કરીને પછી જ પિસા આપવા એ સર્વોત્તમ છે. કારણકે જે ખાતામાં મદદની જરૂર પડી હોય, તેમાં ભરાવો થયા કરે, અને મદદની વિશેષ જરૂર હોય, તે ભૂખેભરે, એવી સ્થિતિનું પરિણામ એ થાય કે ભૂખે મરતું ખાતું રીબીરીબીને છેલ્લી અવસ્થાએ આવે, અને પુષ્ટ ખાતું આખરે મુશ્કેલીમાં આવી પડે. માટે વિચારીને પૈસા ભરવા વિનંતિ છે.
જે ગામમાં વસ્તીના પ્રમાણમાં દેરાસરે વધારે હૈય, નિભાવવાં મુશ્કેલ થઈ પડતાં હોય, ત્યાંથી પ્રતિમાજીને બીજા કેઈ દેરાસરમાં પધરાવવા વધારે ઉત્તમ છે. કાણુકે જ્યાં વસ્તી નથી, ત્યાં તમે નવી વસ્તી કરી શકવાના નથી, અને તેથી રાણકપુરજી જેવાં અતિશય પ્રખ્યાત, ચમત્કારી, કરણીદાર, જૈન કીતિને યાદ દેવરાવનાર નમુનાઓને બાદ કરીને, બાકીના સામાન્ય દેરાસરે વસ્તી વગરનાં ગામમાં જીણુંધ્ધાર કરે નકામે છે.