________________
: ૧૯૦૭] મનુષ્યદેહ શાને માટે છે? -
[ ૧૧૩ પદાર્થપર જતી વૃત્તિઓને સાક્ષેપતાં આત્મિક – માનસિક –વૃત્તિ વિશાળ થાય છે. સાંસારિક વૃત્તિ લંબાયેલી હોય ત્યારે આધ્યાત્મિક વૃત્તિને ટુંકું થવું પડે છે. આગળ જણવી ગયા છીએ તે પ્રમાણે આત્મિક ઉધાર લક્ષમાં રાખીને જ વ્યવહાર શુધ્ધ રીતે નિભાવવાનો છે. મલિન વ્યવહાર મનુષ્ય દેહને ઘણે અંશે કલંક્તિ કરે છે. માટે જેમાં અને તેમ વૃત્તિક્ષેપ કરવી એ બહુ જરૂરનું છે. તેનાથી આગળ જતાં સાંસારિક વૃત્તિ ઘટી જાય, એટલે આધ્યાત્મિક વૃત્તિને વિકસવાને પ્રસંગ મળે છે. વ્યવહારમાં રહેનાર મનુષ્યને વ્યવહાર સરલતાથી ચાલે એટલે ઉદ્યમ કરવાની આવશ્યકતા છે તથા મનુખ્ય તરીકેની ફરજ છે, પરંતુ ઉદ્યમથી મળેલ વધારે દ્રવ્ય પરમાર્થમાં વપરાય તે વૃત્તિસંક્ષેપને બાધ આવતો લાગતું નથી. પુષ્ટિ મળે છે. ખાવા પીવામાં, વસ્ત્ર વિગેરે ભોગપભોગની વસ્તુઓમાં તથા જરૂરીઆતની સવે ચીજોમાં વૃત્તિક્ષેપ કરવી એ બહુજ શુભ ફળદાયી છે. વૃત્તિસંક્ષેપ તે એક જાતને સંતોષ છે. કાયકલેશ એ ચોથે બાધતપનો પ્રકાર છે. બીજા ધર્મોમાં શિયાળામાં નદીના ઠંડા પાણીમાં ઉભા રહેવું ઉનાળામાં સખ્ત તાપમાં ઉભા રહેવું, વિગેરે કાયકલેશ તપનાજ પ્રકાર છે. આપણુંમાં સૂર્યના ખુલા તાપમાં ઉભા રહેવાને તપ આતાપના તરિકે ગણે છે. વ્યવહારી માણસે વિશેષે કાય કલેશ સહન કરી ન શકે, પરંતુ તાપ અથવા ટાઢ વખતે અતિશય કમી નહિ થઈ જતાં શરીરની જરૂર જેટલી સંભાળ રાખી, શરીર એજ હું છું, અથવા શરીરને કંઈ થતાં કોણ જાણે કેવું એ ભયંકર દુઃખ આવી પડયું હોય, તેવું. ન સમજે તો બસ છે. તાત્પર્ય એજ કે શરીરે થોડો થોડે પરિસહ સહન કરતાં શીખવું, કોમળ થઈ જવું નહિ. સંલીનતા એ પાંચમો પ્રકાર છે. અંગને સંકેચી રાખીને બેસવાથી મન સ્થિર થાય છે, ધ્યાન એકાકાર થઈ શકે છે, આત્મિક શુભ અધ્યવસાય ચડતા થઈ શકે છે. શરીરની ચંચળતા મનની સ્થિરતાની વિરોધી છે, માટે સામાયિક, પસહ, પ્રતિકમણ વિગેરેમાં અમુક નકી કરેલા સ્થાનમાં અમુક સ્થાનકે જ આપણે બેસીએ છીએ. સલીનતા આવી રીતે વૃત્તિને સ્થિર કરનાર અને પ્રશસ્ય છે. રસ ત્યાગ એ છઠો પ્રકાર છે. અન્નવિના પ્રાણ રહી શકે નહિ, પરંતુ રસ વિના માણસ રહી શકે. દાળીયા મમરા ખાઈને જીવન ચલાવનારા છે. આ પ્રકાર વ્યવહારમાં બહુજ જુજ જણાશે, પરંતુ વિદક નિયમ પ્રમાણે અમુક કેડી ચીજોનો જ ખોરાક લેવાથી શરીર નિરોગી રહે છે, જ્યારે તેમાં બહ ઠાંસી ઠાંસીને ભરવાથી જઠરાગ્નિ મંદ પડે છે. વ્યવહારમાં રહેનારા માણસેને રસની જરૂર પડે છે પરંતુ જરૂર કરતાં વધારે તે માટે તાલાવેલી કરવાની જરૂર નથી. અતિથિ મુનિરાજ જેમ કરે તેમ તેમને ફાવી શકે, પરંતુ સંસારી જીવને સંસારમાં રહે ત્યાં સૂધી થડા પણ રસની જરૂર છે ખરી. રસ ત્યાગથી પણ આહારની, લેલુપતા ઘટાડવાનેજ મહેતુ લાગે છે. અતિશય આહારથી આળસ થાય છે, અતિશય - સથી વિષયવૃત્તિ વધે છે, માટે બની શકે તેટલો વિગને ત્યાગ કરવો. ' એ છ બાહ્ય પ્રકારો થયા. અત્યંતર તપનો પહેલે ભેદ પ્રાયશ્ચિત છે. કંઈ પાપ અજાણતાં થયું હોય તેને માટે મનમાં દિલગીરી થાય, જાણીને થયું હોય છતાં પાછળથી ખોટું લાગતાં દિલગીરી થાય એ બે રીતે દિલગીરી થતાં જ્ઞાની ગુરૂ પાસે આલોચણા લેવી, એ પ્રાયશ્ચિત છે. કેઈપણ જાતના પાપનું પ્રાયશ્ચિત કર્યા પછી તે, ને તે