________________
૧૯૦૭ નિરાશ્રિત જૈને અને જૈન શ્વેતાંબર મદદ ફ [૧૯૩ નિરાશ્રિત જૈનો અને જૈન શ્વેતાંબર મદદ ફંડ.
(વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી. એ. એલ એલ. બી.)
અનુસંધાન પૃષ્ઠ ૧૬૧ વળી કથનગના વિષયમાં જે મહાન પુરૂના ચરિત્રે આપણે વાંચીએ છીએ તેમાંથી મળી આવે છે કે તેઓએ અનર્ગળ દોલત, જીન બિંબ ભરાવવામાં તથા દેરાસરે, બંધાવવામાં વિગેરેમાં વાપરી હતી તેને જવાબ એટલોજ બસ થઈ પડશે કે પ્રાચીન સમયમાં આપણી આર્થિક સ્થિતિ દરેક રીતે ચડીયાતી હતી, દરેક જુદી જુદી પ્રજામાં જૈન પ્રજા અગ્રસ્થાન રકતી અને તેવી જાહોજલાલીના સમયનેજ, દેરાસરની ઉપજ અનેક રીતે વધારવાના હાલના પ્રચલિત રીવાજે આભારી છે. અને તેનું કેટલેક અંશે ખેદકારક પરિણામ એ આવે છે કે ભાવિક શ્રદ્ધાળુ પણ ગરીબ જૈન ભાઈઓના ભેગે, દાંભિક દ્રવ્યવાન ગૃહસ્થો ધાર્મિક ક્રિયામાં આગળ પડતો ભાગ લે છે. અને તેની દેખાદેખીથી અનેક શ્રદ્ધાળુ જી પિતાની સ્થિતિને વિચાર કર્યા વગર તેમાં પ્રવૃત્ત થવાથી દેવદ્રવ્યના કાયમને માટે દેવાદાર રહે છે. અમુક આનંદને પ્રસંગ આવી મળતાં આપણું ધ્યાન જેટલું અડ્ડાઈ મહોત્સવ કે સ્વામિવત્સલ કરવા તરફ અથવા વરઘોડા ચઢાવવા તર ખેંચાય છે તેટલું જ કે તેથી વિશેષ ધ્યાન કેળવણીના કાર્ય પાછળ તથા નિરાશ્રિતોને મદદ આપવા પાછળ ખેંચાવું જોઈએ. દેવદ્રવ્યમાં ધાર્યા ઉપરાંત જરૂરી કાર્ય પાછળ વાપરવા જોઈએ તે કરતાં વધારે દ્રવ્યને જમાવ કર્યો જઈયે અને સાધારણ ખાતું તથા પાંજરાપોળ ખાતું દેવામાં ડખ્યું જાય તેને એકદમ વિચાર કરવાની જરૂર છે. ગામના લોકો નાની એવી રકમ ભેગી કરીને અને અન્ય ગૃહસ્થ પાસેથી ઉઘરાણું કરીને દેરાસર, ઉપાશ્રય કે ધર્મશાળા કરાવવી શરૂ કરે અને થોડું કામ થયા બાદ ફડ ખુટી જવાથી કામ બંધ કરવું પડે ત્યારે પાછા ફરીથી મદદને
ગૃહસ્થને ગળે પડવા જેવું કરે તે રીવાજ બંધ કરવાની જરૂર છે. અમુક સંસ્થા સ્થાપન કરવાને માટે તેને બંધાવાને તથા કાયમ માટે નિભાવવાનો રીપેર કરવા વગેરેનો જે ખર્ચ થવા સંભવ હોય તેની પહેલાથી વ્યવસ્થા ક્યો બાદ–ચોકસ કર્યા બાદ તેનું કામ આગળ ચલાવવાને ઉત્તેજન આપવું હિતકારક છે. આવી રીતની પ્રથા જ્યારે આપણામાં સર્વત્ર પ્રચલિત થશે ત્યારેજ અમુક એવા તરફ આપણે સારી રીતે ધ્યાન આપી શકી
અત્ર જ્ઞાતિ કુંડને માટે બે શબ્દ લખવાની જરૂર છે. એકજ ધર્મના પણ જુદી જુદી જ્ઞાતિના અગ્રેસ તરફથી જ્ઞાતિના જમણ પ્રસંગે વાપરવાને માટે મોટા ' મહેટા વાસણ રાખવામાં આવે છે તેનું ભાડું આવે તે તથા લગ્ન પ્રસંગે જે દાપુ લેવામાં આવે તે તથા નાના મોટા જ્ઞાતિના ગુન્હાને પ્રસંગે ઓછો કે વત્તો જ્ઞાતિ ભાઈઓને દંડ કરવામાં આવે છે તે, વગેરે વગેરે રકમ એકઠી કરવાથી એક મે, ફુડ થવા જાય છે તેને ઉપગ ખાસ કરીને ગરીબ જ્ઞાતિ ભાઈઓના લાભાર્થે થવો