________________
૧૯૮ ]
જૈન કન્ફન્સ હેરડ
[ જુલાઈ
છે તથા આપણી યુનિવર્સિટીમાં ઘણા વરસો થયાં સ ંસ્કૃત ભાષાનો અભ્યાસ બીજી ભાષા તરીકે ફરજીયાત દાખલ કરવામાં આવેલા છતાં આપણા ધર્મના કળિકાલ સર્વજ્ઞ જેવા બિરૂદના ધારક તથા અન્ય અપ્રતિમ વિદ્વાન આચાર્યોના હાથથી લખાયેલા ગ્રન્થાને ચેાગ્ય ન્યાય નહિ આપતાં તદ્દન વિસારી મેલવામાં આવ્યા છે; તેને માટે અજાયબી સાથે જે દિલગીરી જૈન ગ્રેજ્યુએટા તરફથી પોતાની અરજીમાં પ્રદર્શિત કરેલ છે તે ઉપરથી આપણે ખાત્રી રાખીશું કે સીન્ડીકેટ તથા લાગતા વળગતાએ આપણાજ હિ બલ્કે સમસ્ત પ્રજાગણના હિત તરફ લક્ષ રાખી યોગ્ય ન્યાય આપવા જરાપણુ આનાકાની ફરશે નહિ. આપણી યુનિવર્સિટી તરફથી શિક્ષણ ક્રમમાં સંસ્કૃત ભાષાને બીજી ભાષા (second language) તરીકે સ્વીકાર કરવામાં આવતાં અંગ્રેજી ચોથા ધોરણથી માંડીને એમ. એ સુધી, જે ભાષામાં સનાતન ધર્મ શાસ્ત્રના ગ્રન્થા તથા અન્ય ધર્માંના તેમજ છએ દનાના જે ગ્રન્થા રચવામાં આવ્યા છે તેનું રહસ્ય સમજી શકાય તે હેતુથી સંસ્કૃતના અભ્યાસને ઉત્તેજન આપવામાં આવેલું છે. વ્યાકરણના, તત્ત્વવિદ્યાના, ન્યાયના, કાવ્યના તથા બાધદાયક નાટકોના પુસ્તકે યુનિવર્સિટીને લગતી આર્ટસ કાલેજોના અભ્યાસક્રમમાં નકી કરવામાં આવ્યા છે. આથી કરીને અનેક ગ્રન્થા પુસ્તક ભંડારમાં પડયા પડયા ઉધઇથી ખવાઇ જાત તેને ખદલે દુનીયાના પ્રકાશમાં આવ્યા છે અને પૂર્વની તેમજ પાશ્ચિમાત્ય પ્રજાએ તેના સંબધમાં જે અજવાળુ પાડયું છે તેનાથી ભાગ્યેજ કાઇ અજાણ્યું હશે. બીજી પ્રજાએ જયારે સવ બાબતામાં તદ્દન જંગલી અવસ્થામાં હતી તે વખતે આ પ્રજા અન્ય પ્રજાની સાથે સરખામણીમાં સુધારાની પરાકાષ્ટાએ વ્હોંચેલી હતી. તેની સાખીતી માટે અન્ય ઐતિહાસિક પુસ્તકાના અભાવે
જુદા જુદા દર્શનના પુસ્તકામાં પ્રરૂપેલી હકીકત પુરતી છે. અને તે પુસ્તકા આજે છુટથી વંચાતા જોઇએ છીએ તેનું કારણ શોધવા જવું પડે તેમ નથી. તેના ઉપર વિ વેચન થાય, નાટ્સ લખાય, ટીકા લખાય તે પણ યુનિવર્સિટીનેજ આભારી છે.
યુનિવર્સિટીના આવે. શુભ આશય છતાં શા માટે એક પણ જૈન વિદ્વાનોના હા થથી લખાયેલ ગ્રન્થને ઉત્તેજન આપવામાં આવ્યું નથી તેનુ કારણ સમજાતું નથી. જુદા જુદા ધેારણામાં તથા વગેર્ગોમાં પ્રતિવર્ષાં જે ગ્રહસ્થા તરફથી અભ્યાસને માટે જેજે ગ્રન્થા નકી કરવામાં આવે છે તેએ કદાચ પક્ષપાત બુદ્ધિથી અથવા તે જૈન બ્રન્થાની ઉત્તમતા તેમજ ઉપયાગતા તેઓના ધ્યાન ઉપર લાવવામાં નહિ આવેલી હાવાથી જૈન પુસ્તકાને ન્યાય આપતા નહિ હોય પણ હવેથી તેઓથી તેમ ચલવી શકાશે નહિ.
એમ પણ દલીલ લાવવામાં આવે છે કે જૈન ગ્રન્થા પુરતી સંખ્યામાં તથા સ ંતાષકારક ટીકા (નાટ્સ) સિહત મ્હાર પડયા નથી તેના જવાબમાં એટલું કહેવું બસ થઈ પડશે કે છેલ્લા બે ત્રણ દાહેકામાં યુરેશષ્યન વિદ્વાના તરફથી તથા જૈન પ્રસિદ્ધકર્તાએ તરફથી તત્સંબંધમાં ઘણાજ પ્રયાસ કરવામાં આવેલે છે તથા જૈન ગ્રેજ્યુએટ્સ એ સાસીએશન તરજૂ થી પેાતાની અરજીની સાથે જે લીસ્ટ મેકલવામાં આવેલ છે તે પણ ધ્યાન ખેંચવા ચેાગ્ય થઇ પડે છે તેમજ અન્ય ગ્રન્થાની બાબતમાં બન્યું છે તેમ યુનિવર્સિટી તરપૂથી જૈન ગ્રન્થાને ન્યાય આપવાના હેતુથી ઉત્તેજન આપવામાં આ વતા ઘણા ગ્રન્થા મ્હાર પડવા-અજવાળામાં આવવા સભવ છે.