________________
૧૯૭] મુબઈ યુનીવર્સિટી અને જૈન સાહિત્ય. [૧૯૯
જૈન ગ્રેજ્યુએટ પિતાની અરજીમાં જણાવે છે તેમ જેને સુધારાની બાબતમાં આગળ વધતા જાય છે તથા જેન ગ્રેજયુએટોની સંખ્યા પ્રમાણમાં દિવસે દિવસે વધતી જાય છે તથા યુરયન વિદ્વાનોને શેખ પણ જૈન ગ્રન્થ પાછળ વધતા જાય છે તે બીને જરા પણ ભૂલી જવી જોઈતી નથી. વળી જૈન ધર્મના પુસ્તકે, તત્વવિદ્યા, ન્યાય, અલંકાર વગેરે બાબતમાં કોઈપણ રીતે ઉતરતા નથી તથા તેમાં એક સ્વતંત્ર ધર્મ તરીકે, અપૂર્વ વિચાયુક્ત તદન નવીન પધ્ધતિથી વિષયને ચચી વસ્તુ સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. ઈશ્વરકતૃત્વ સંબંધી, કર્મ સંબંધી તથા સપ્તભંગી સંબંધી જે. વિદ્વતા ભરી રીતે પ્રતિપાદન કરવામાં આવેલ છે તે સર્વથી દુનિયાને–જનસમાજનેઅંધારામાં રાખવી તે ઘણુંજ ખેદકારક લેખાવું જોઈએ. આ ગણત્રીએજ ઉપર લખવામાં આવ્યું છે કે સ્વાર્થ તરફ નજર રાખી અમુક કેમના લાભતર કદાચ ધ્યાન આપવામાં ન આવે તેની દરકાર નહિ પરંતુ સમસ્ત પ્રજાગણને હિત થાય તેવી બાબત પહેલાં હાથ ધરાવી જોઈએ.
આપણે જ્યારે વિચાર કરીએ છીએ કે મદ્રાસ તથા કલકત્તા કે જ્યાં જૈનેની વતિ પ્રમાણમાં ઘણી છેડી હોવાને લીધે જૈન વિદ્યાથીઓની સંખ્યા પણ જુજ છે, છતાં તે શહેરની યુનિવર્સિટીએ આ બાબતમાં પહેલ કરી છે ત્યારે આપણે વિશેષ દિલગીર થવાનું કારણ રહે છે. કલકત્તા યુનીવર્સિટીએ વિપાત્ર અને પ્રશ્ન ચરળ દાખલ કરેલા છે તથા મદ્રાસ યુનિવર્સિટીએ પિતાના અભ્યાસ ક્રમમાં સ્થાન્તિામણિ તથા નૈવપરાપૂ નકી કર્યા છે. ઉક્ત સંયોગો વચ્ચે આપણી અરજી તરફ ઘટતું ધ્યાન આપવામાં આવશે એમ માનવાને આપણી પાસે પૂરતાં કારણ છે.
આ બાબતમાં શ્વેતામ્બર તેમજ દિગમ્બર જૈનભાઈઓ તરપૂથી પ્રયાસ ચાલુ છે અને અનેક બાબતોમાં બન્યું છે તેમ આના સંબંધમાં પણ ઘટતાં પગલાં ભરવાનું પ્રથમ માન દિગમ્બર ભાઈઓને ઘટે છે. સધર્ન મરાઠા જૈન એસેસીએશન તરફથી આજથી બે વર્ષ પહેલાં તા. ૧૪મી જુન ૧૯૦૫ ની અરજી થયેલી છે તથા દિગમ્બર જૈન પ્રાંતિકસભા તરપૂથી તા. ૧૫ મી ઓગસ્ટ ૧૯૦૫ ને રોજ અરજી મોકલવામાં આવી હતી. આપણે જે કે આ બાબતમાં કાંઈક મોડા જાગ્યા છીએ તે પણ એટલું બધું મોડું નથી થયું કે આપણી અરજી તરફ ઘટતું ધ્યાન આપવાનું બની શકે નહિ. સને ૧૯૦૯ સુધીનો કોર્સ નકી થઈ ગયું છે અને ત્યાર પછીના વર્ષોને માટે પુસ્તક નકી કરવાને હાલમાં એક કમીટી નીમવામાં આવેલી છે. તે કમીટીના દરેક મેમ્બરે તરફ આપણે કરેલી અરજીની નકલ લીસ્ટ સાથે રવાના કરવામાં આવેલી છે અને આપણને રૂબરૂમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર તરફથી એ રાહત આપનારે જવાબ મળે છે કે તે બાબતમાં હાલમાં કમીટી વિચાર ચલાવે છે.
આપણા હકની મજબુત લડતના ટેકામાં અમે એમ પણ કહેવાની જરૂર સમ', જીએ છીએ કે મુંબઈ ઈલાકામાં કલકત્તા તથા મદ્રાસ ઇલાકા કરતાં વેતામ્બર તેમજ દિગમ્બર જૈન ભાઈઓની વસ્તિ ઘણુ જ વધારે છે એટલું જ નહિ પણ આપણે કેમના માતબર અગ્રેસરેએ જરા પણ ભિન્નભાવ રાખ્યા વગર સાર્વજનિક કાર્યમાં અને ખસુસ કરીને મુંબઈનીજ યુનિવર્સિટી નહી બલ્ક કલકત્તાની યુનિવર્સિટીને પણ મદદ આપવાના કાર્યમાં પિતાના ઉદાર હાથ લંબાવી અમર કીતિ પ્રાપ્ત કરી છે. '