________________
૧૯૪]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ જુલાઈ .
-
તે
ન
જોઈએ તેને બદલે તદન જુદી જ બાબતમાં તેનો ઉપયોગ થાય છે તે ખરેખર ખેદ કારક છે વળી તેવો પિસે કદી બહુ જરૂર જણાતાં સંઘ ખાતાને ખાડો પુરવાના ઉપ
ગમાં આવે તો તેને માટે બહુ કહેવા જેવું રહેતું નથી. પરંતુ જ્યાં જ્ઞાતિના ફંડને પસે ઉકત ખાતાઓથી તદન અલગ રહેતો હોય તેવા સ્થળની જ્ઞાતિના ફંડનો ઉપયગ જ્ઞાતિના અગ્રેસરો નજીવા કારણસર તકરાર ઉભી કરી માની લીધેલી પિતાની ખોટી મહટાઈ જાળવવા દેશ કાળને લઈને ઉદભવતા નવીન વિચારોના પરિણામ રૂપ કાર્યના લાભાલાભને પુખ્ત વિચાર કર્યા વગર, જ્ઞાતિના પૈસાને જેના સદઉપયોગને માટે જે જવાબદાર છે તે કાંકરાની માફક, મમતાની ખાતર છુટ વ્યય કર્યો જાય તે પૈસાને માટે તેઓને સખ્ત રીતે જોખમદાર ગણવા જોઈએ. આગળના અને હાલના જમાનામાં આત્માન જમીનનો ફેર છે. જે વિચારો, જે વર્તાને અને જે રિવાજે પ્રાચીન સમયમાં અનુકુળ હતા, જરૂરના હતા તે બધા આર્વાચીન સમયને બંધ બેસતા થઈજ પડવા જોઈએ એવી રીતની સમજણ મનમાંથી કાઢી નાંખવી જોઈએ. “મારૂં તે સારૂં (સાચું,” એ વિચારને સ્થાને “સારું (સાચું) તે મારૂં” એ વચને ગ્રહણ કરવાં જોઈએ. પૂર્વની કે પશ્ચિમની, પ્રાચીન કે અર્વાચીન સ્વદેશી કે વિદેશી સ્વધમી કે અન્ય ધમીર, સુધારામાં આગળ વધેલી કે પાછળ પડેલી સ્વતંત્રતાના મેજાની હેરા અનુભવતી કે ગુલામગીરીની દશામાં ગોથાં ખાતી ગમે તે પ્રજા પાસેથી તેના વિચારમાં વર્તમાન, રહેણી કરણમાં જે કાંઈ પણ સારું દેખાય, ઈચ્છવા ગ્ય જણાય તે ગ્રહણ કરવામાં ધર્મને બાધ ન પહોંચે તેવી રીતે તૈયાર રહેવાની અનિવાર્ય જરૂર છે. ઉપર કહેલાં વિચારેને અવલંબીને જ્યારે કામ લેવામાં આવશે, ભાષણથી લખાણોથી તથા સાધુ પુરૂષે ઉપદેશથી જ્યારે નવીન વિચારને અનુકૂળ વાતાવરણ ' જૈન સમાજમાં ઉદભવશે ત્યારેજ આપણી ઉન્નતિ રૂપ સૂર્યના આશાજનક ચિહે કિ'રણે આપણી દષ્ટિમર્યાદામાં દષ્ટિગત થશે.
અમદાવાદ કેન્ફરન્સમાં થએલા જૈન વેતામ્બર મદદ કુંડમાં નાણા ભરાવનારાઓ તરફૂના પુરતા માનપૂર્વક ઘણી જ દીલગીરી સાથે કહેવું પડે છે કે મજકુર ફંડ ની વ્યવસ્થાને માટે કઈ પણ ભેજના હજુ સુધી વ્હાર પડી નથી. ઉકત ફંડથી ઘણા ઘણું લાભની આપણે આશા રાખી શકીએ છીએ, પહેલાં સ્વદેશી ચળવળના સમયમાં, દેશના જુદા જુદા પડી ભાંગેલા ઉદ્યોગને, અસલ સ્થિતિમાં લાવવાને માટે અને તે દ્વારા આપણા નિરાશ્રિત સ્વામી ભાઈઓને ધંધે વળગાડવાને માટે ઉદ્યોગશાળાઓ સ્થાપવાની જરૂર છે. કામ કરવાને શક્તિવાન છતાં, ભિક્ષાવૃત્તિ ઉપરજ પિતાની આજીવિકા ચલાવનારા જૈન બંધુઓને તેવા કામમાં ઉત્તેજન આપી દેશની ગરીબાઈમાં વધારે કર જોઈએ નહિ પરંતુ તેઓને લાલચ આપી ઉદ્યમે વળગાડવા જોઈએ કે જેથી કરીને દેશની લતમાં વૃદ્ધિ થવા પામે અને અનેક રીતે પરદેશ ઘસડાઈ જતું દ્રવ્ય દેશના પુત્રોની દરિદ્રતામાં વધારો કરે છે તે બંધ થાય. મહેહોટા શહેરોમાં સુરતમાં એક સારા પાયા ઉપર ચાલતું અનાથાશ્રમ છે તેની માફક અનાથાશ્રમ સ્થાપવાની જરૂર છે. જ્યાં અનાથ બાળકે, સુખે પેટ ભરવાની સાથે, સહેલાઈથી કેળવણીનો લાભ લઈ શકે તથા નવા નવા હનરે શીખી અન્ય મનુષ્યોને