________________
૧૯૦૭]
નિરાશ્રિત જેને અને જેન શ્વેતાંબર મદદ ફડ
[ ૧૯૫
લાભ આપી શકે. તેમજ ધર્મ ભ્રષ્ટ થતાં પણ અટકે. વળી એક વિદ્વાન મિત્રની સલાહ મુજબ જૈન કેલેજ સ્થાપવાને બદલે જેન બેડગે સ્થાપવાની જરૂર છે. આથી કરીને ઓછા ખર્ચે કે જે ગણત્રી ફંડના અભાવે પહેલી હોવી જોઈએ. જેને કેલેજથી જે લાભ પ્રાપ્ત કરવાની આપણે આશા બાંધીએ છીએ તે આપણને સહેલાઈથી મળી શકશે. આ વિષયમાં શેઠ માણેકચંદ હીરાચંદનું અનુકરણ કરવા, જૈન ભાઈએાને અમે ખાસ વિનંતી કરીએ છીએ અને ઉકત શેઠ જ્યારે ચાર પાંચ સ્થળે પોતાની એક હાથની મદદથી નમુનેદાર બડગ ખોલવાને શક્તિમાન થયા છે ત્યારે આપણે મુંબઈ જેવા કેળવણીના કેન્દ્રસ્થાન ગણાતા શહેરમાં ખાસ જરૂરનું છતાં એકપણ બોર્ડીંગ લાંબા વખતથી વાતો ક્યો કરીએ છીએ તેમ છતાં અનેક પ્રયાસ કર્યા છતાં ઉઘાડવાને ભાગ્યશાળી થયા નથી તે પણ નવા જમાનાની નવીન નવાઈ નહિ બીજું શું? શેઠ ગોકળભાઈ મુળચંદ પણ કાંઈક મેહમયી નિદ્રામાં ઉંઘતા જણાય છે, અથવા સખાવત જાહેર કર્યાથી જ પોતાને હેતુ જળવાઈ રહેલો હોય તેમ માનવાને કારણ આપતા જણાય છે, અત્ર બડગની જરૂરીઆત પ્રતિપાદન કરવાને મારે વિષય નથી તે પણ એટલું ચેકસ થઈ ચુક્યું છે કે તેના ઉપયોગીપણું અને જરૂરીઆત માટે બે મત છેજ નહિ. * બોર્ડીંગ જેવી સંસ્થા કેટલી લાભકારક થઈ પડે તેને ખ્યાલ આપણું વ્યાપાર કુશળ ધનાઢય ગ્રહોને આવી શકતો નહિ હોય તેને લીધેજ મુંબઈ જેવા ઈલાકાના મુખ્ય શહેરમાં જૈન વિદ્યાર્થિઓની પુરતી સંખ્યા છતાં દરેક અભ્યાસની સગવડ બરા, બર જળવાઈ શકે તેવું ડગ હજુ સુધી હસ્તિમાં ન આવે એ કેટલું શોચનીય ? કોલેજમાં તથા ઉંચા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિતય શહેરમાં, શાન્તિથી એકાગ્ર ચિત્તથી પિતાને અભ્યાસ કરવાનું બની શકે તેવા સાધનવાળી જગ્યા માત્ર પુરી પાડવાથી પણ ઘણોજ લાભ થવાનો સંભવ છે. જુદા જુદા શહેરના વતનીઓ ધમની ગાંઠથી જોડાએલા રહી બડગ જેવા સ્થળમાં સ્વધમી બંધુઓની સાથે મિત્રી ભાવથી વતી ભેગા રહે અને એક બીજાના વિશેષ પરિચયમાં આવે, પિતાના જ્ઞાનને તથા સદ્ વિચારોને લાભ અન્યને આપે, જ્ઞાન પ્રાપ્તિમાં તથા સદ્ વર્તનમાં સ્પર્ધા કરવાનું બની શકે, સનાતન ધર્મના પરમ રહસ્યમાં, ધર્મ તત્વમાં, ચંચુપાત કરી શકે રહેણીકરણીમાં આપણે આચાર સહેલાઈથી જાળવી શકે તથા વિદ્યાર્થી જીવન પછીના સમયમાં વ્યવહાર કુશળ અનુભવી માણસ તરીકે બહાર પડી શકે, આવા પ્રકારના ઉત્તમ લાભ બોર્ડીંગ સિવાય બીજી કંઈ સંસ્થા આપી શકશે તે સમજાતું નથી.
અમદાવાદમાં સ્થપાએલ બોડીંગને તથા પાલીતાણું બાળાશ્રમને તન, મન અને ધનથી ઉત્તેજન આપી સારા પાયા ઉપર મેલવાની જરૂર છે. કીતિની ખાતર અથવા માન ભુખણદાસ બની ખેતાબ મેળવવાની ખાએશથી જે નાણાની મોટી મોટી રકમ આપણા માતબર ગ્રહસ્થ તરપૂથી ખર્ચવામાં આવે છે તેને પણ પ્રવાહ ફેરવવાની જરૂર છે. Charity begins at home એ કહેવત અનુસાર આપણે પહેલાં આપણા કુટુંબનું ત્યાર પછી જ્ઞાતિ ભાઈઓનું અને ત્યાર પછી સ્વદેશી બંધુઓનું હિત કરવા તરફ આપણે ઉદાર હાથ લંબાવવો જોઈએ. પ્રત્યેક વ્યક્તિ પરમાર્થ વૃત્તિથી, પપ