________________
૧૯૦૭]
મનુષ્યદેહ શાને માટે છે?
[૧૬]
મનુષ્યદેહ શાને માટે છે?
s > – શાહ નત્તમ ભગવાનદાસ,
(અનુસંધાન ગત વર્ષ પૃષ્ટ ૩૩૨) સાધુજીવન શ્રાવકજીવન કરતાં અતિશય કઠીણ છે. તેમને દેહ જેમ બને તેમ વધારે ઉપસર્ગ, પરિસહ સહન કરવા માટે છે. શ્રાવકને તેમના પ્રમાણમાં ઘણું ઓછું કટીમાંથી પસાર થવું પડે છે. સાધુઓને માટે કંઈ નહિ કહેતાં શ્રાવકને માટેજ આ વિષય લખાતો હોવાથી તેમને જ ઉદેશીને હકીકત લખાય છે. કેઈપણ બાબત જરૂર કરતાં વિશેષ કરવાની નથી. મનના, વાણીના તથા કાયાના ગ જરૂર જેટલા વ્યવહારમાં વાપરી, બીજા ધર્મ કાર્યમાં, આમેધ્ધારમાં, સ્વચિંતવનમાં, પરમાર્થમાં વાપરવાના છે. તેમનો ખોટો ઉપયોગ કરવાને કેઈપણ શાસ્ત્ર અથવા ધર્મ આજ્ઞા કરેજ નહિ. મનને ખોટે રસ્તે જતા અટકાવી સારે રસ્તે જ વિચારો કરવાની ફરજ છે. જીભથી સારા શબ્દોજ બહાર કાઢવાના છે. કદી પણ કોઈને ખોટું લગાડનાર શબ્દ બોલવાની જરૂર નથી. શરીરનો પણ એવી રીતે ઉપયોગ કરવાનો છે કે જેથી કેઈને નુકશાન કરનારા થઈએ નહિ, આત્મધ્યાન આનંદથી થઈ શકે, તથા વ્યવહારમાં રહેતા હોવાથી
વ્યવહારની ફરજો સારી રીતે બજાવી શકાય, તેવી રીતે તેને પુષ્ટ રાખવું. બચાવમાં રહેવાની ફરજ છે પણ કેઈ ઉપર સામે હુમલો લઈ જવાની ફરજ નથી. સુધરેલી પાશ્ચિમાન્ય પ્રજાઓ ગમે તેવે બહાને નિબળે પર સત્તા ચલાવી તેમને દાબી નાખવાને યત્ન કરે છે તે કુદરતના શાંત, નિયમિત વાતાવરણને ગમેજ નહિ. કૃત્યનું પરિણામ ક્યારે આવશે તે કહી શકાય નહિ, પણ આવશે એ તો નિશ્ચય. શ્રાવક તરીકે મન, વચન, કાયાને ઉપયોગ ઉપર પ્રમાણે જ કરવાની આપણી ફરજ છે. એકેને આળસુ બનાવવાના નથી, તેમ તેમને અતિ ઉપયોગ અથવા દુરૂપયોગ પણ કરવાને નથી. વચન હમેશાં સભ્ય, શાંત, પ્રિયકર નીકળવાં જોઈએ. મન, વચન, કાયાના સારા ઉપગની વાતાવરણમાં સારી છાયા પડે છે, અને તે પ્રતિછાયા પણ સારી જ આપે છે. સામાયક, પિષધ, વિગેરે જે ધર્મ ક્રિયાઓ શાંત વિચાર, તથા વાણીને પોષનારી છે, તેનું યથા શક્તિ સેવન કરવાથી આત્મા તથા દેહ નિર્મળ તથા શાંત થાય છે. તપ જે કર્મને તેડવામાં અતિશય જરૂર છે, તે બાર પ્રકારે થઈ શકે છે. છ પ્રકાર શારીરિક (બાહ્ય) અને માનસિક, (અત્યંતર) છે. પહેલા શારીરિક જોઈએ. શારીરિક દેહને અને તેથી મનને અને આત્માને ફાયદો કરે છે. જ્યારે માનસિક મનને અને તેથી દેહને અને આત્માને ફાયદો કરે છે. શારીરિક તપમાં પ્રથમ અનશન આવે છે. આપણે જેનોને રાત્રે ખાવાનો તદન પ્રતિબંધ છે. શરીરને જોઈત ખોરાક (વિશેષ અથવા ઓછો નહિ) દિવસ દરમ્યાન જ લઈ લેવાને છે. સૂર્યનાં કિરણોના જેવી શુદ્ધિ કઈ કરી શકતું નથી. જે ખોરાકમાં સૂર્યનાં કિરણે દાખલ થયાં હોય છે તે શુધ્ધ હોય છે. ખાતી વખતે પણ તેજ ( light) હવાથી શુધ્ધિ જળવાઈ રહે છે. શુધ્ધ સાત્વિક ખોરાક ખાવાથી મન