________________
-૧૬૮]
'
જેન કરન્સ હેરલ્ડ
[ જુન.
કારણ શું હશે તે સમજાતું નથી, અને તે મારા અનુભવ પ્રમાણે આગળ દર્શાવેલુંજ કારણ માલૂમ પડે છે, માટે મહેરબાન મેનેજર સાહેબ! ઉપરની હકીક્ત ચેકસ ધ્યાનમાં લેઈ થયેલી ભૂલ તરફ આપનું લક્ષ ખેંચે અને હવે પછીને માટે આપના નેકરોને સખ્ત ફરમાન કરો કે જેને સીવાય બીજાને મકાન આપવામાં આવે નહી, તે સાથે જેની જગજાહેર ગણાતી દયામય લાગણીથી સાધારણ સ્થિતિવાળાને ઓરડીઓ વિગેરે સસ્તે ભાડે આપી શકાય તેવી બીજી જનાઓ પણ કરો; કદિ તેમ કરવાથી • આવક ઓછી થશે તે આપને પોતાના પાદરમાંથી આપવી પડે તેમ નથી, અને ગરી
બેને પૂર્ણ મદદ કરનારા આપ ગણાશે એટલે લાભ છે. પાટણવાળા શેઠ ઝવેરચંદ | ગુમાનચંદ વીગેરે બીજા ઘણા આપણે આગેવાને પિતાના મકાન ભાડે આપવામાં
જેનેને પ્રથમ લાભ આપવા તર ઉદાર દિલ રાખે છે, અને વખતે સાધારણ સ્થિતિ વાળાને ભાડામાં કાંઈ લાભ પણ કરી આપે છે, માટે તેમને ધન્યવાદ ઘટે છે. આવી રીતે આપણા દ્રવ્યવાન સુરતી ભાઈઓનાં, કછી ભાઈઓનાં, તેમજ ધામીક સંસ્થાઓનાં મકાને સસ્તા ભાડાથી આપવામાં આવશે તો તેઓ પોતાની કે મને આભારી કરશે.
આ સિવાય આપણા જૈનબંધુઓને બીજી ઘણી ઘણી જાતની હરકત પડે છે, જે બધાનું વિવેચન કરતાં વિષય ઘણા લાંબા થઈ જાય તેથી માત્ર બીજી એક જરૂરી બાબત જણાવીશ, અને તે બાબત એ છે, કે આ મોટા શહેરમાં કે જ્યાં લગભગ ૪૦૦૦૦ જેની વસ્તી છે તેમાં સાધારણ સ્થિતિના લેકે ઘણા પ્રમાણમાં હોય તે. કુદરતિજ છે. તેમના બિરા માટે ખાસ એક સુવાવડખાનાની જરૂર છે એ વાત કેઈથી ના કહી શકાય તેવી નથી. આવા સમયમાં જગ્યાની તંગાસને લીધે કેટલી હાડમારી ભેગવવી પડે છે, તે આપના ધ્યાનમાં આવ્યું હશે. હમેશાં દેરાસરમાં જવાના નિયમવાળા સરૂને આવી વખતે કેટલીક રીતે આશાતનાનું કારણ થઈ પડે છે તે વાત આપણા સખી આગેવાનોએ ખાસ ધ્યાનમાં લેવા ગ્ય છે. તે ધ્યાનમાં લઈ એ બા
બતનું દુઃખ જલદીથી દુર કરવા પ્રયત્ન કરવાની મારી નમ્ર વિનંતિ છે. - પિતાની કોમને ઉત્તમમાં ઉત્તમ સ્થિતિએ ચઢેલી જેવા ઈચ્છનાર અને કોમના
સાધારણ તેમજ ગરીબ સ્થિતિના સ્વધમી બંધુઓ તરજૂ હમેશાં જેમની પ્રેમાળ દૃષ્ટિ રહેલી છે એવા, જેન કેમના કહીનુર સમાન અગ્રેસરે! આગળ બતાવેલી સ્થિતિમાં , રહેનારા લોકોનું દુઃખ નજરે જોતાં થયેલી લાગણી નહીં દાબી શકાવાથી, આ વિષય
ખાસ આપને આશ્રયીને જ લખેલે છે, તેથી આપને કાંઈ ખોટું લગાડવા જેવું નથી; , કારણકે આપણામાં કહેવત છે કે “જમણો હાથ મેં સામે વળે” તે પ્રમાણે કેમના મદદ લેવા લાયક માણસે પોતાના આગેવાન તરફ (ઊંચું) નહીં જુવે, તે પછી શું તેઓ અન્ય કેમના ગૃહસ્થો પાસે મદદ મેળવવા ફાંફાં મારશે? માટે મારા વહાલા બંધુઓ ! આપની ફરજને વિચાર કરે, અને ઉપર બતાવ્યા પ્રમાણેની જરૂરીયાતવાળી સગવડો પૂરી પાડવા તત્પર થાઓ એવી મારી આપના પ્રત્યે નમ્ર વિનંતિ છે.