________________
૧૯૦ ૭ ]
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું,
( [ ૧૮૧
વહીવટ કર્તાને તથા શા ફુલચંદ મકનચંદ વિગેરે પિતાના તન મનથી મદદ કરી પુરેપુરી દેખરેખ રાખી વહીવટને વિશેષ સુધારા ઉપર લાવવા પ્રયત્ન કરે છે માટે તેમને પણ ધન્યવાદ ઘટે છે.
આ ખાતાને લગતો હીસાબ તપાસી જે જે ખામીઓ દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થને આપવામાં આવેલ છે. '
જીલા કાઠીઆવાડ તાલુકે લીંબડી તાબાના ગામ શ્રી કાલના દેરાસરજીને રીપોર્ટ 1. શ્રીસંઘ તરફથી સદરહુ ખાતાનો દેશી છગનલાલ કુંવરજી વહીવટ કરે છે. અહીં જૈન ગ્રાના છ ઘર હોવાના લીધે પુજા કરવા માટે શ્રી સિદ્ધચક્રજી એક ઓરડામાં વિરાજમાન કરેલ છે ને પુજનને લગતી દરેક સામાનનો ખર્ચ વધીંક જે થાય છે તે વરાડે સર્વ વેંચી લે છે. જેથી કાંઈ હીસાબ રાખવામાં આવતો નથી.' જીલે કાઠીઆવાડ તાબાના ગામ સાયેલા મથે આવેલા શ્રી અજીતનાથજી
મહારાજના દેરાસરજીને રીપેટ. " . સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા ગુજરેલ શા ડામરભાઈ ખેતસી હસ્તકનો હીસાબ તપાસતાં સંવત ૧૯૫૦ સુધી હીસાબ બરાબર રાખેલ જોવામાં આવે છે, પણ ત્યાર પછીનું દરેક દરેક ઉપજના ખાતાના જુદા જુદા વહીવટ કર્તા નમી જુદા ચોપડા રાખવાથી તથા તે હિસાબ એકંદર ચોપડે નહી પડવાથી તથા નહી ' ખતવાયેલ હોવાથી જોવામાં આવેલ નથી. પણ તે વહીવટ ઘણેજ ગોટા પડતો તથા એક સારી રકમનો ગેર ઉપયોગ તથા કેટલાક મેબામાં મિટી મોટી રકમની વધઘટ થયેલી જોવામાં આવે છે..
- હાલના વહીવટ કર્તા શા છે મનલાલ દેવસી તથા વહીવટ કર્તા તરીકે તથા જૈનશાળાના માસ્તર તથા દેરાસરજીના ગોઠી તથા આ ખાતાના સુનોમ તરીકે શા શીવલાલ તલકસી હસ્તકનો પ્રથમ વહીવટ કર્તા હસ્તકથી સંવત ૧૮૫૪ ના કારતક સુદી ૧ થી પ્રથમના ચોપડા ડુબ મુકી નવા બાંધેલ, તે ચોપડા સંવત ૧૮૫૮ ના ભાદરવા માસમાં સદરહુ બંને વહીવટ કર્તાને સોંપવામાં આવ્યા ત્યારથી તે સંવત ૧૯૬૨ ના ફાગણ સુદી ૧૫ સુધીને હીસાબ તૈયાર કરાવી જોતાં વહીવટ સારી રીતે ચલાવેલ તથા ખાતાની દેખરેખ રાખતા જોવામાં આવે છે.
અહીં પ્રસ્તા જૈન ગ્રહોમાં એક સંપ નહિ હેવાથી ખાતાની મીલકત દબાવી પડતા તથા દબાવી પડેલને ટેકો આપતા જોવામાં આવે છે.
આ ખાતામાં થતી આશાતના દુર કરવા તથા ખાતાની મિલકતનો ગેર ઉપયોગ ન થાય તથા ખાતું સુધારા ઉપર લાવવા શા. શીવલાલ તલકસી પિતાને મળતા લવાજમ ઉપર ધ્યાન નહિ રાખતા જોવામાં આવે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થોને આ પેલ છે. - ત્રણ વખત શ્રીસંઘ સમસ્તને એકત્ર કરી સંપથી થતા ફાયદા તથા દેવદ્રવ્યના ગેરઉપયોગથી થતા ગેરફાયદા ઉપર સમજ પાડી કહેતાં શા. ડામર ખેતસીની મા બાઈ સાંકળીએ રૂ. ૧૮૬ls શ્રીસંધ સમસ્તને આપી દઇ દેવદ્રવ્યના દેવામાંથી મુકત થયેલ જોવામાં આવે છે.
ચુનીલાલ નાનચંદ, - ઓનરરી ઓડીટર.