________________
[ ૧૭૩
૧૯૦૭ ]
જેને સમાચાર તરફથી વાર્ષિક રૂ. ૧૦૦) તથા શેઠ ધરમચંદ મગનલાલ તરફથી વાર્ષિક રૂ. ૪૦) ની મદદથી એક જૈન કન્યાશાળા ખોલવાનું નક્કી કરવામાં આવ્યું છે. મીશનખાતા તરફથી ચાલતી એક કન્યાશાળા હાલમાં ત્યાં મોજુદ છે અને તેમાં જેની તથા હિંદુઓની તથા અન્ય કન્યાઓને વ્યાવહારિક શિક્ષણ આપવામાં આવે છે તેની સાથે ખ્રીસ્તી ધર્મનું શિક્ષણ પણ અપાતું હોવાથી – ઉક્ત બાળાઓના કુમળા મગજ ઉપર, પિતપોતાના ધર્મ વિરૂધ્ધના શિક્ષણથી જે માઠી અસર થવા પામે છે તેને માટે વખતે તોવખત ફરિયાદ કરવામાં આવતી હતી અને ભાવિક જેનભાઈએ પોતાની કન્યાઓને ઉક્ત શાળામાં મોકલતા આંચકો ખાતા હતા. તેવા સમયમાં જૈન કન્યાશાળા સ્થાપીને જેનોની તથા ઉચ્ચ કોમના હિંદુઓની કન્યાઓને ધાર્મિક, નૈતિક, તથા વ્યાવહારિક શિક્ષણ મફત આપવાની જે ગોઠવણ કરવામાં આવી છે તે ઘણીજ આવકારદાયક લેખાવી જોઈએ. જૈન કન્યાશાળાના સ્થાપનથી, પહેલા જે અગવડો વેઠવી પડતી હતી તે દુર થવાની સાથે – બીજો જે જે લાભ થવાની આશા બાંધી શકાય તે સ્થળ સંકેચને લીધે અમે લખી શકતા નથી. પરંતુ ઉકત સંસ્થાના સ્થાપકને અંતઃકરણથી, ધન્યવાદ આપીએ છીએ. વળી દેશી વિદાનું સારું જ્ઞાન ધરાવતો એક પણ દેશી વિદ્ય
ગોઘામાં નહિ હોવાથી ગોઘાના લોકોને ઘણું જ અડચણ પડતી હતી. તે દુર કરવાના તે હેતુથી શેઠ છોટમલાલ માધવજીએ વાર્ષિક રૂ. ૨૫૦ તથા જીવણ જેચંદે વાર્ષિક રૂ, ૨૫૦ દેશી દવાખાનું ખોલવાના કામમાં આપવા કબુલ્યું છે. આથી ગરીબ અને તવગર દરેક માણસને વૈદક મદદ મફત પુરી પાડવાની સગવડ થઈ શકશે. ભાવનગરથી એક અનુભવી વૈદ્યને બોલાવી દવાખાનું ઉઘાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. અર્વાચીન સમયમાં આવા પ્રકારની સખાવતોની ખાસ જરૂર છે. જમાનો બદલાતો જાય છે તેની સાથે ઉદાર દિલના ગૃહસ્થ, નવીન વિચારોના ફળરૂપ કાર્યમાં પિતાના પૈસાને સદ્વ્યય કરવા દેરાય તે આપણું ઉન્નતિનું આશાજનક ચિન્હ છે.
प्रतापगढ-मालवामें जैन विधि अनुसार लग्न. हर्ष का विषय हे के श्री जैन श्वेताम्बर कॉन्फरन्सका प्रकाश प्रतिदिन बढ़ताही जाताहै. दो वर्ष हुवे के शेठ लक्ष्मीचन्दजी साहब बीया प्रो० से० श्री जैन कोन्फरन्सकी प्रेरणाले जैन श्वेताम्बर हुम्बड ज्ञातीमे ४ विवाह जैनसंस्कार विधिके अनुसार हुयेथे. फीर वैशाख शुद्ध १० कों गान्धी हमेरचन्दजी की कन्याले दोटिया लक्ष्मीचन्दजीके साथ जैन विधि के अनुसार विवाह हुवा है। कोशिशका फल अच्छा ही होता है । छितनेक जैन दिगम्बर भाईयोंनेभी ऊन्होंके विधिके अनुसार विवाह किये हैं । आशा है के ईसहीतरह सर्व जैनबन्धु कोन्फरन्सके अनुयाई बनकर जैन जाति व धर्मकी उन्नति करेंगे.
મુંબઈમાં પ્રતિષ્ઠા મહોત્સવ–ચાલુ સાલના વૈશાખ મહિનામાં તેમજ છ મહિનામાં ઘણા ખરા સ્થળોએ પુરતી ધામધુમ સાથે પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યા હતા અને તેની સાથે કરવામાં આવેલી જુદા જુદા તીર્થોની રચનાઓ, સમવસરણો તથા ઉદ્યાપને,