________________
૧૯૦૭ ]
વક્તાઓના ભાષણને સારા પ્રેસીડેન્ટ સાહેબ તથા સુશીલ બહેને ! સ્ત્રી કેળવણી માટે ઘણું વર્ષોથી બેલાય છે, મોટાં ભાષણે અપાય છે છતાં તેનાથી કાંઈ પણ જોઈએ તેટલો ફાયદો થયો નથી. સ્ત્રી કેળવણીની આવશ્યકતા કેટલી છે તે જાણવાની ખાસ જરૂર છે. કેળવણું લેવી તેને અર્થ એ નથી કે લખતાં વાંચતાં આવડ્યું એટલે બસ. હાલના વખતમાં છોકરીઓને નિશાળે મોકલે છે અને ચાર પાંચ ચોપડીઓ ભણી એટલે છોકરીઓ અને માબાપ એમ સમજે છે કે તેમનું ભણવાનું હવે પુરૂ થયું. જો કેળવણીને અર્થ અક્ષરેને ઓળખવા તેટલે જ હેત તે તે બરાબર છે, પણ કેળવણીને અર્થ હૃદય અને બુદ્ધિને કેળવવાને છે, ઘણે ઠેકાણે બુદ્ધિ એકલીજ કેળવાય છે અને તેથી જે જ્ઞાનને શોભાવનાર ગુણે છે તે આવી શકતા નથી, માટે જે બુદ્ધિ નીતિને માર્ગે કેળવાય તેજ ફાયદો થાય.
નિશાળમાં છોકરીઓ જાય છે અને તેથી ઘણે ફાયદો થાય છે છતાં પણ ખરી કેળવણું ઘરમાંથી જ મળે છે. જે સંસ્કારે નાનપણમાં છોકરાંઓને મળે છે તેની અસર જીંદગીમાં છેવટ સુધી રહે છે. નિશાળની કેળવણીમાં સામાન્ય જ્ઞાન તેમજ કાંઈક નીતિનું જ્ઞાન મળે છે, પણ તે વખત એ બચપણને હોય છે કે તેવા જ્ઞાનને ટકાવી રાખવા માટે, અને તેનું ખરૂં રહસ્ય જાણવા માટે આગળ કેળવણીની જરૂર છે. આજ કાલ છોકરીઓ નિશાળ છોડયા પછી એક દિવસ પણ ચોપડીનું પાનું ઉઘાડતી નથી. બુદ્ધિ લેઢાની માફક વાપર્યા વગર કટાઈ જાય છે, અને તેથી ભણેલું કાંઈ પણ ઉપગનું ન થતાં ફક્ત નામનું જ થાય છે અને તેથી હમેશાં અભ્યાસ જારી રાખવા તેમજ વિશેષ જ્ઞાન મેળવવા માટે, એવી જના કરવાની જરૂર છે કે દરેક જીલ્લામાં સ્ત્રીઓને ભણાવવા માટે બપોરની શાળા એ કાઢવી, કે જ્યાં વ્યવહારિક તથા ધાર્મિક કેળવણી મળે અને તેમાં જે બપોરના એકથી ત્રણ વાગ્યા સુધીને વખત રાખવામાં આવે તે દરેક સ્ત્રીઓ ઘરની કાંઈ પણ અગવડ ભેગવ્યા વિના ત્યાં આવી તેને લાભ લઈ શકે આવી અપરની નિશાળે અમદાવાદમાં બે છે. તેવા જ ધોરણની બીજી વધુ શાળાઓ દરેક જીલ્લામાં થાય તેમજ તેને ખરે લાભ લઈ શકાય.
કેળવણીથી માણસ સારા નરસાને વિચાર કરી શકે છે. કેળવણી માણસને વિચાર કરતાં શીખવે છે, નમ્રતા, વિવેક, વગેરે સર્વે સદગુણ કેળવણથીજ આવે છે. કેળવણી એકલા ભણતરને કહેવાતી નથી. અધુરૂં જ્ઞાન ભય ભરેલું હોય છે. માટે જ્ઞાન પૂર્ણ આપવું અને તે પણ સંગીન આપવું જોઇએ,
નિશાળની કેળવણીની સાથે ધાર્મિક કેળવણીની ખાસ જરૂર છે. તેના વગર...