________________
૧૯૦૭] કોન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ.
૧૧પ આ શુભ ઠરાવની યાદગીરીમાં ગામમાં એક ધર્મશાળા બંધાવવાની મદદ માટે રૂ. ૫૦૧) પાનસે એક મહાજન વિગેરે તરફથી આપવામાં આવશે અને તેને ઘટતે લેખ આરસની તખ્તીમાં નાંખવામાં આવશે. ઉપર જણાવેલા ઠરાવોને અમલ ચાલુ રહે ત્યાં સુધી તેને ઉપયોગ સાર્વજનીક રહેશે અને ઠરાવો તોડી નાંખવામાં આવશે તે મહાજને તે ધર્મશાળા પિતાને કબજે લઈ પોતાની મરજી મુજબ ઉપયોગ કરશે બીજી રકમ લાગી હશે તે સહી કરનારાઓ માગી શકે નહીં.
ઉપર લખેલે દસ્તાવેજ અમે શુધ બુદ્ધિથી વગર નિશામાં લખ્યો છે તે અમને તથા અમારા વંશ વારસ વકીલને કબુલ મંજુર છે સહી દા. અમરચંદ પી. પરમારના છે સં. ૧૯૬૩ ના પ્રથમ ચત્ર સુદ ૧૩ ને વાર બુધ તા. ૨૭ મી માર્ચ ૧૮૮૭.
હાલ ૧૩૧ સહીઓ , વિભાગમાં થઈ ચુકી છે ને બીજી થાય છે તેથી નામ બહાર પાડવામાં આવ્યાં નથી,
આ કામમાં સર્વે ભાઈઓએ તન, મન ધનથી મદદ કરવી કે જેથી બીજા ઘણા ભાગોમાં આવા ઠરાવ થાય તે જીવોની રક્ષા થાય.
કોન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ. આ જગ્યાના સંકોચને લીધે ગયા અંકમાં હિસાબ આપી શકાયો નથી, તેથી આ માસમાં સાથે આપવામાં આવે છે.
આસિસ્ટન્ટ સેક્રેટરી મી. મેહનલાલ ચુનીલાલ દલાલ બી. એ. જેમણે આ ઓફિસમાં આશરે ત્રણ વર્ષ કામ કર્યું છે, તેમણે ઘણું વખતથી રાજીનામું આપી આ ખાતામાંથી મુક્ત થવા ઇચ્છા દર્શાવી હતી. તેમણે આપેલું રાજીનામું મંજૂર રખાતાં તેઓ તા. ૧ માર્ચથી ફારક થયા છે. “જૈન” પત્રે ખાનગી કારણોસર તેમના અમારી સાથેના સંબંધ વિષે બહુજ સખ્ત શબ્દ લખ્યા છે પરંતુ, આ એ ફીસમાં તેમણે બહુજ શાંતિથી, સભ્યતાથી, અને નરમાશથી કામ લીધું છે, એમ અતિ સંતોષથી અમારે જણાવવું જોઈએ છે. જાહેર સંસ્થાઓનાં કામ બધાં પ્રસિધ્ધિમાં આવી શકે નહિ, તો પણ મી. મેહનલાલે બની શક્તી રીતે પિતાની ફરજ બજાવી છે. આ ઓફીસના માણસને તેમના જવાથી શાંત, મિલનસાર, અને નમ્ર ઉપરીની ખોટ જણાય છે.
નવી નિમણેક–આસિસ્ટંટ સેક્રેટરીની ખાલી પડેલી જગ્યાએ મી. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની બી. એ. એલ. એલ. બી. ની, તેમની ઈચ્છાનુસાર, હાલ તુરત ત્રણ માસને માટે નિમણુક કરવામાં આવી છે.
આસિસ્ટંટ જનરલ સેક્રેટરીનું રાજીનામું–અમદાવાદ કોન્ફરન્સથી નિમાયેલા આસિઅંટ જનરલ સે ટરી મી. મોતીચંદ ગિરધર કાપડીઆ બી. એ. એલ એલ. બી. એ અભ્યાસના તથા બીજા કારણોને લીધે ચારે જનરલ સેક્રેટરી પર રાજીનામું મોકલાવ્યું છે.
ઓફીસનું મકાન—ચંપાગલીમાંના મકાનમાંથી હાલ શેઠ વીરચંદ દીપચંદના ગિરગામ બેકરોડપરના મકાનમાં ઓફીસ ફેરવવામાં આવી છે. શેઠ સાહેબે ઓફીસનું ભાડું નહિ લેવા ખુશી જણાવી છે,