________________
૧૧૪
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ એપ્રીલ.
વધી ગયા છે તેથી નાતરાની કન્યાના. રૂ. ૨૧૨ થી વધુ લેનાર ન્યાતના ગુન્હેગાર થાય; રબારી જેવા કન્યા વિક્રયને આવો ઠરાવ કરે ત્યારે બીજી ઉચ્ચ કોમેમાં તે કાર્ય ધમધોકાર ચાલે તે કેવું બેટું તે બાબતને વાંચકે એ વિચાર કરવું જોઈએ.
તા. ૨૮-૩-૧૯૦૭ ના રોજ આદરેજ મોટી તથા આસપાસના ગામમાં ઠાકરડા-મકવાણાઓએ દારૂ માંસ છોડી
દેવાને કરેલા સ્તુત્ય ઠરાવો. ગામ આદરેજ મોટી તાલુકે કલોલના રહેવાશી નીચે સહી કરનારાઓ ઠાકરડા મકવાણું આજરોજ એકઠા થઈને ગામ આદરેજના તેમજ ગામ સરઢવના અને ગામ કલેજના પંચ મહાજન તેમજ મુંબઈથી પધારેલા ઝવેરી મેહનલાલ મગનભ છે અને મી. અમરચંદ પી. પર માર તથા ગામ ગુંદરાસણના મહાજન તથા અમદાવાદના શા. મણુલાલ મૂળચંદની રૂબરૂ એકઠા થઈને એકમતે એકે તે કોઈપણ માણસના દબાણ વગર માત્ર પોતાને ફાયદો જે નીચે મુજબ બંદોબસ્ત કરીએ છીએ તે અમે તથા અમારી નાતના સર્વ જણ તથા અમારી આલ ઓલાદ પિતાના ખરા ધર્મથી પાળતા રહેશે. તેને ભંગ કરે તેને ઇષ્ટ દેવ પહોંચે અને પિતાના ધર્મથી ચૂકે તેને છપનાનું મહા પાપ લાગે;
( ૧ ) અમારે ત્યાં ભેંસને પાડે અવતરે તેને ધાવણ છોડવા પછી મહાજનને સંપા દઈશું. કોઈ બીજાને વેચીશું નહીં.
( ૨ ) ભેંસ, પાડે અથવા બકરાં, ઘેટાનો વધ ખોરાક માટે કરીશું નહીં અથવા કે પણ વધ કરનારને વેચાતાં આપીશું નહીં.
( ૩ ) હુતાશની એટલે હેળીને દિવસે વગડામાં દાય લઈ જઈને જાનવરને ગલોલ કામઠી વિગેરેથી મારતા હતા તે દાય કાઢવાનું અને હિંસા કરવાનું બંધ કરવામાં આવે છે.
(૪) નીચે સહી કરનારાઓમાંથી (રા) નિશાન નીચે એકડા કરનારાઓએ કોઈપણ જાતનું માંસ ખાવાનું બંધ કર્યું છે અને (ર) નિશાન નીચે એકડા કરનારાઓએ ભેંસ, પાડાઓનું માંસ ખાવાનું તુર્ત બંધ કર્યું છે.
( ૫ ) ( ૨) નિશાની નીચે સહી કરનારાઓએ દારૂ પીવે સદંતર છોડી દીધો છે. (૬) મરણ પાછળ સોગ મેલાવવાના સમય વખતે દારૂ વાપરવાનો રીવાજ બંધ કર્યો છે.
( ૭ ) દેવીના આગળ નવરાત્રી અગર બીજા કોઈ પણ પ્રસંગે કોઈ પણ જાતના જાનવરોનું બળીદાન આપવા પશુ વધ કરે નહીં તેને બદલે સુખડીજ દેવી આગળ ધરવી.
( ૮ ) જેમ બને તેમ દારૂને ઉપયોગ કમી કરતા રહીશું.'
આ કલમમાંથી કોઈને કોઈ માણસ ભંગ કરે તે તેને છ મહિના ન્યાત બહાર મુક અને એકવીશ રૂપીઆ દંડ લઈને ન્યાતમાં લેવા.
ઉપર લખેલી કલમે સિવાય ચેરી અથવા લૂંટ કરવાનો ધંધે અમે સર્વથા બંધ કર્યો છે.