________________
[મે.
જેન કોન્ફરન્સ હેરલ્ડ આવી શકે છે. આત્મિક જ્ઞાનમાં, આત્મા શું છે, જ્યાંથી આવ્ય, ક્યાં જવાનું છે? કેવી રીતે જાય છે, તેના સ્વરૂપનું પ્રકટીકરણ કેમ થાય છે, તેની ઉચ્ચ દશા માટે કયા કયા સારા રસ્તા છે, વિગેરે સમાય છે. અને જ્ઞાન આવશ્યક છે. આત્મિક જ્ઞાન ખરેખરૂં દર્શાવનાર શ્રીમાન તીર્થકરો જ છે. તેમણે જોયું કે જગતમાં ખરેખરૂં દુઃખ જન્મ મરપણનું જ છે. તે દુ:ખ ટાળવા માટે આત્મિક જ્ઞાનની જ જરૂર છે. સાંસારિક જ્ઞાનની તે
સંસારી જો જરૂર સમજશે, અને તેથી પોતાની મેળે, કોઈના શીખવ્યા અથવા કહ્યા વિના પણ તેઓ તે મેળવવાનો પ્રયાસ કરશે, પરંતુ તેનાથી ઉચ્ચ આત્મિક જ્ઞાન મેળવવું મુશ્કેલ હોવાથી તેને માટે પ્રયાસ કરનારા જીવ થડા નીકળશે. માટે જે પૂરું પડે તેમ | છે, તેમાં ઉમેરો કરવાની જરૂર નથી, પરંતુ જેની બહુજ જરૂર છે, અને જે મુશ્કેલીથી પૂરું પડી શકે તેમ છે તે આપવાની પહેલી ફરજ છે. આથી જ તીર્થકર મહારાજે આત્મિક જ્ઞાન આપવાની જરૂર જોઈ છે. ગણધરે, આચાર્યો, ઉપાધ્યાયે તથા સાધુઓએ આત્મિક જ્ઞાન વાણી તથા પુસ્તક દ્વારા જાળવી રાખવાને સમય પ્રમાણે બનતું કર્યું છે, હાલને જમાને હિંદુસ્તાન માટે સાંસારિક જ્ઞાન મેળવી, તે અમલમાં મૂકવા સાથે, આત્મિક જ્ઞાન તરફ સંપૂર્ણ માન દૃષ્ટિ તથા મેળવવાની ઇચ્છાની જરૂર છે. મતલબ કે આત્મિક જ્ઞાન એક બાજુએ રાખી મૂકવાનું નથી, પણ મેળવવાનું જ છે, અને તે સાથે આત્માને જેમ બને તેમ ઓછી હાનિ થાય, તેવી રીતે શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે સાંસારિક જ્ઞાન અવિરલ ઉત્સાહથી મંડયા રહીને અમલમાં મૂકવાનું છે. એ બંનેમાંથી એકે ભૂલવાનું નથી. જે ભૂલી જવાશે, તેનું નુકશાન થવાનું જ. અસલને સંતોષ અને થોડા ખર્ચને જમાને જતો જાય છે, ભભકો, લાલચ તથા આત્મ બેદરકારીને જમાને ચાલે છે. વધતા ખર્ચને પહોંચી વળવાને અસલના સાધારણ ગુજરાતી ભાષાના પ્રાથમિક જ્ઞાન કરતાં રાજકત ઈગ્રેજી ભાષાનું તથા અસલના સાધારણ ધંધાઓ કરતાં નવા નવા રસાયણિક ધંધાઓ તથા ઉગ હુન્નરના જ્ઞાનની બહુજ જરૂર દિવસે દિવસે વધતી જાય છે, તે જરૂરને પહોંચી વળવા માટે સાંસારિક જ્ઞાનના પુસ્તકો વાંચવાની, વાચકને મદદ કરવાની, તથા તે જ્ઞાનને ઉતેજન આપવાની જરૂર છે, , અને તે જરૂર કોઈ પણ રીતે ઉડાવી શકાય તેવી નથી. તે જરૂર ઉડાવવાનો પ્રયત્ન થશે, તે “સથી ચગ્ય વિશેષ ટકે ” એ નિયમે સાંસારિક જ્ઞાન તરફ બેદરકારી બતાવનાર કામ અથવા પ્રજા પૃથ્વીતલપર પછાત પડી જાય. ભવિતવ્યતા ચકસ છે, પણ તેના પર આધાર રાખીને બેસી રહેવું, એ હાલના જમાનામાં ચાલે તેમ નથી. કામ કરો, પ્રવૃત્તિમાર્ગ સ્વીકારે, ફરજ બજાવે, પછી તમારા કર્મથી વિપરીત પરિણામ આવવાનું હોય તે અડ્યણ નહિ, પરંતુ પ્રવૃત્તિ, કામ, ફરજ એજ હાલના જમાનાની જરૂરીઆત છે. અતિશય શાંત, એકાગ્ર ચિત્ત, નિરાગી મુનિરાજોને આત્મિક જ્ઞાનમાં મંડયા રહેવા દઈ, આપણે તેમનાથી મળી શકે તેટલું આત્મિકજ્ઞાન પ્રાપ્ત કરી, આત્મિક જ્ઞાન સહિતજ જીવન વહન કરવું યોગ્ય છે. આત્મિક જ્ઞાન આગમ વિગેરેમાંથી મુનિરાજે આપણને જણાવે છે, અને સાંસારિક જ્ઞાન મુનિ સિવાયના સંસારી પ્રાણીઓ આપણને ભાષણ તથા પુસ્તક દ્વારા આપે છે, તે બન્નેને યથા યોગ્ય મદદ આપવાની છે, બન્ને તરફ એગ્ય દ્રષ્ટિથી જોવાનું છે. આ વિષયની શરૂઆતમાં જણાવેલું જ્ઞાનખાતું આત્મિકત્તાન ખાતું જ છે. તે જ્ઞાનને હાલ પુસ્તક, પાટી, પથી, ઠવણી, કવી નવકારવાળી, ચંદ્રવા પૂઠીઆ વિગેરે ઉજમણમાં મૂળ, જ્ઞાન પાંચમને દિવસે બહુમાનથી