________________
૧૪૬
જૈન કોન્ફરન્સ હેરલ્ડ છેલે ખેડા તાબે ગામ બોરસદ મધે આવેલા શ્રી આદીશ્વરજી મહારાજશ્રીના દેરાસરજીનો રીપોર્ટ.
સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા સુરચંદ ગેરવીંદદાસના, હસ્તકને સંવત ૧૯૫૯ ના કારતક સુદ ૧ થી સંવત ૧૯૬ર ના આશે વદી ૦)) સુધીને હીસાબ અમે તપાસ્યો. તે જોતાં વહીવટનું નામું અસલની રૂઢી મુજબ રાખી વહીવટ ચલાવતા જોવામાં આવે છે, પણ ખાતાની જોઈએ તેવી દેખરેખ રાખતા હોય તેમ જોવામાં આવતું નથી.
દેરાસરજીની અંદર પબાસણ ઉપર એક બાજુએ આરસ કામ કરવા માટે ઘણી મુદત થયા ભીંત ખેદે છે, અને તેમાંથી ઉંદર વિગેરે જાનવર આવી કેટલીએક અશાનતા કરે છે તેમજ દેરાસરજીને ગોઠી પણ બીને કાળજી કામ કરવાથી વધારે અશાતના થાય છે. તેને તાકીદે બંબિત થવાની ખાસ જરૂર છે. આ ખાતાની દેખરેખ હાલના વહીવટ કર્તા એકના હાથમાં કાયમ માટે રાખવામાં આવશે ત્યાં સુધી આ ખાતામાં સુધારો વધારો થાય તેમ લાગતું નથી.
આ ખાતાના વહીવટ કર્તા ન્યાતના અગ્રેસર હેવાથી ન્યાતની અંદરના કોઈપણ ગ્રહસ્થ થતી અશાતના માટે કાંઇપણ બેલી નહીં શકવાથી મોટે ભાગે પુજા કરવા આવતા નથી.
બેરસદમાં વસ્તા દરેક જૈન (શ્વેતામ્બર ) ગ્રહને અમારી વિનય પૂર્વક વિનંતી છે કે આ ખાતાની અંદર થતી અશાતના દુર કરવા તાકીદે ધ્યાન આપી બનતે પ્રયત્ન કરશે કે જેથી આ ખાતું સુધારા ઉપર આવી જાય.
આ ખાતાને લગતે હીસાબ તપાસી જે જે ખામીઓ દેખાણી તેનું સુચનાપત્ર વહીવટ કર્તા ગ્રહસ્થને તેમજ તડના આગેવાનને આપેલ છે.
સદરહુ દેરાસરની બંને બાજુની બંને દુકાને જે શી રણછોડદાસ ઝવેરદાસ તથા હરગોવનદાસ ઝવેરદાસ વાપરે છે, તે સંબંધમાં અને કેટલીએક સુચનાઓ થએલ પણ હાલ અમેને તાકીદ હોવાથી તે કામ અધુરૂં મુકી બીજે સ્થળે ગયા છીએ.
સદરહુ ગામમાં પરબડી ખાતાની સારી એવી આવક આવેલી છે એવી અમને સુચના મળેલી, પણ પુછતાં હીસાબને કાંઈપણ પતે લાગતું નથી. તે બાબતને પત્ર વહેવાર ચાલુ છે.