________________
૧૯૦૭
ધાર્મિક હિસાસ તપાસણી ખાતું.
ગામ ખેડા મધેના નકરા તડના પેટાના દહેરાસરજી, જ્ઞાન
ખાતું અને જનશાળા ખાતાને રીપોર્ટ.
સદરહુ તડના પટાના ત્રણે ખાતાના વહીવટ કર્તા શેઠ રતનસી હરગોવનદાસના હસ્તકનો સંવત ૧૮૫૮–૧૦–૬૧ તથા ૧૯૬૨ ના આસો વદ ૦)) સુધીનો હીસાબ અમોએ તપાસ્યા છે. તે જોતાં આ ત્રણે વહીવટના નાણા એક બીજા ખાતામાં વાપરવામાં આવે છે. તથા જેન શાળાના વહીવટમાં પાઠશાળાની ઉપજ આવે છે, પરંતુ પાઠશાળા બરોબર ચાલતી જોવામાં આવતી નથી. આવી રીતે કેટલીક અવ્યવસ્થા છે. ઉપરના ત્રણે ખાતામાં કેટલાક સુધારો કરવા જેવું છે તેનું સુચના પત્ર ભરી આપવામાં આવ્યું છે. માટે આશા છે કે વહીવટ કર્તા ગ્રહસ્થ તે ઉપર ધ્યાન આપી પિગ્ય સુધારે તાકીદે કરશે.
સદરહુ ખાતામાં દહેરાસરજીના નામને વહીવટ ચાલે છે, તેના ચોપડા જુદા રાખ-- વામાં આવ્યા છે પણ તે વહીવટ કઈ દેરાસરને નથી ફકત દહેરાસરને નામે પૈસા લઈ એક બીજા ખાતામાં વાપરવામાં આવે છે તે જૈન શિલીથી સદંતર ઉલટું છે.
શ્રી સાણંદ મધે આવેલા શ્રી અમીઝરા પાર્શ્વનાથજી
મહારાજના દેરાસરજીને રીપોર્ટ.
શ્રી સાણંદ મધે આવેલા શ્રી અમીઝરા પાર્શ્વનાથજી મહારાજના દેરાસરના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા મેહેતા ભાઈચંદભાઈ અમૃતલાલ તથા મેતા ગફલભાઈ જેમલભાઈ હસ્તકનો સવત ૧૮૫૮ ના કારતક સુદ ૧ થી સંવત ૧૮૬૨ ના આસો વદ ૧)) સુધીને હીસાબ અમેએ તપાસે છે. તે જોતાં વહીવટ કર્તાએ વહીવટનું નામું ઘણું જ ચોખ્ખું ને સરળ રાખેલ જેવામાં આવે છે. તેમજ દેરાસરની અંદર દરેક બાબતને બંદેબસ્ત જોઈ ઘણી જ ખુશી ઉપજે છે. માટે વહીવટ કર્તાને ધન્યવાદ ઘટે છે. - અહીં વસતા દરેક જૈન બંધુઓ દરેક ધાર્મિક ખાતાઓ ઉપર જે હાલ લાગણી ધરાવતા જોવામાં આવે છે, તેથી આશા રહે છે કે અહીંના દરેક ધાર્મિક ખાતાઓ આગળ