________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ શ્રી સાણંદ મધે આવેલી પાંજરાપોળના પેટા ખાતા મધેની જમીનના વહીવટ ખાતાને રીપોર્ટ.
શ્રી સાણંદ મધે આવેલી શ્રી પાંજરાપોળના પેટા ખાતા મધેની જમીનના વહીવટ ખાતાના વહીવટ કર્તા શા. બાપુભાઈ ડોસાભાઈ હસ્તકને સં. ૧૯૫૪ ના કારતક સુદી ૧ થી સં. ૧૮૬૨ ના આસો વદ ૦)) સુધીને હીસાબ અમે તપા છે. તે જોતાં વહીવટ કર્તાએ વહીવટનું નામું ચેખી રીતે રાખી વહીવટ સારી રીતે ચલાવેલો જોવામાં આવે છે. તેથી તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે.
શ્રી સાણંદ મળે આવેલી શ્રી પાંજરાપોળને રીપોર્ટ.
શ્રી સાણંદ મધે આવેલી શ્રી પાંજરાપોળના શ્રી સંધ તરફથી વહીવટકર્તા મહેતા ચતુર કરશન તથા શેઠ ઉજમસી મુળચંદ તથા મેહેતા પદમણી જેઠાભાઇ તથા મગનલાલ હઠીસંગના તરફથી મુનીમ ગાંધી વાડીલાલ ત્રીકમભાઈના હસ્તકને સં. ૧૯૫૪ ના કારતક શુદી ૧ થી સં. ૧૮૬૨ ના આસો વદી ૦)) સુધીને અમે એ હીસાબ તપા છે. તે જોતાં વહીવટનું નામું ઘણીજ ચોખ્ખી રીતે રાખ્યું છે. તથા નામાના અંગે પાવતી બુક તથા ઢેરનું આવક જાવકનું તથા મકાન તથા ખેતરાનું સરવૈયું નંબર સાથે તથા નેકનું હાજરીપત્રક તથા માસિક સરવૈયા બરાબર રાખવામાં આવે છે. બે શાલ થયા ઢેરેની સંખ્યા વધી જવાથી ઉપજ કરતાં ખર્ચ મોટી રકમનું થતું જોવામાં આવે છે, પણ ઢેરેની સ્થિતી ઘણીજ સારી જોવામાં આવે છે. તે જોઈ ઘણો જ આનંદ ઉત્પન્ન થાય છે.
આ ખાતાના વહીવટ કર્તા ગ્રહસ્થમાંના નંબર ૧ ના વહીવટકર્તા મહેતા ચતુરભાઈ કરશનભાઈ તથા નંબર ૩ ને વહીવટકર્તા મેહતા પદમણી જેઠાભાઈ તેમજ આ ખાતાના મુનીમ ગાંધી વાડીલાલ ત્રીકમભાઈ આ ખાતું દિન પ્રતિદિન વિશેષ સુધારા ઉપર લાવવા પ્રયાસ કરતા જોવામાં આવે છે તથા પોતાના તાબાને હિસાબ દેખાડવા તથા બીજાં ગ્રહના તાબાના હીસાબ દેખાડવામાં મદદ કરવા માટે તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે.
આ ખાતાને હીસાબ તથા ખાતુ અમે તપાસ્યું તેમાં સ્થાવર મિલકતના જમે ખર્ચ સિવાય કાંઈ પણ ખામી જણાતી નથી.
શ્રી સાણંદ મધે આવેલા શ્રી પદ્મપ્રભુજી મહારાજજીના દેરાસરજી તથા તેને લગતા પેટા ખાતામાંના શ્રી સાગર ગચ્છખાતાના જ્ઞાન
ખાતાને રીપોર્ટ
શ્રી સાણંદ મધે આવેલા શ્રી પદ્મપ્રભુજી મહારાજજીના દેરાસરજી તથા તેને લગતા પેટા ખાતામાંના શ્રી સાગર ગચ્છ ખાતાના જ્ઞાન ખાતાને અમેએ સં. ૧૮૫૮ ના ભાદરવા વહેવાર ચાલુ છે.