________________
૧૯૦ ૭] ધાર્મિક હિસાબ તપાસણ ખાતું
૧૪૮ તે જોતાં વહીવટનું નામું અસલની રૂઢી મુજબ રાખી વહીવટ સારી રીતે ચલાવેલ લેવામાં આવે છે. વહીવટ કર્તાઓ વહીવટની પુરેપુરી દેખરેખ રાખે છે, માટે વહીવટ કર્તાઓને ધન્યવાદ ઘટે છે.
આ ખાતાના ઇન્સપેકટર મી જેચંદ ચતુરે આ ગામમા સંધ એકત્ર કરી ભાષણ આપી કેન્ફરન્સના હેતુઓ સમજાવ્યાથી આ ગામના સંધે કેન્ફરન્સના નિભાવ ફંડમાં લાણા દીઠ રૂ. દર સાલે ઉઘરાવી કેનિફરન્સ ઓફીસ ઉપર મોકલી આપવાનો ઠરાવ કર્યો છે. તેથી આ ખાતા તરફથી તેમને પુરેપુરો આભાર માનવામાં આવે છે. શ્રી સાણંદ મધે આવેલા શ્રી પદ્મપ્રભુજી મહારાજના દેરાસરજીને લગતા
ખાતા મધેના પેટા ખાતામાંના શ્રી કેસર, સુખડ ખાતાના રિપોર્ટ,
શ્રી સાણંદ મધે આવેલા શ્રી પદ્મ પ્રભુજી મહારાજના દેરાસરજીને લગતા ખાતા મધેના પેટા ખાતામાંના શ્રી કેશર, સુખડ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા મેહેતા ગલભાઈ સાંકળચંદ હસ્તકને સંવત ૧૮૫૯ ના કારતક સુદી ૧ થી તે સંવત ૧૮૬૨ ના ભાદરવા સુદી ૫ સુધી અમે એ હીસાબ તપાસ્યા છે. તે જોતાં વહીવટ કર્તાએ વહીવટનું નામું ચોખ્ખી રીતે રાખી તેમજ દેશી કેશર વાપરી વહીવટ સારી રીતે ચલાવેલ જોવામાં આવેલ છે. ને કાંઈ પણ અશાતના થતી નથી માટે વહીવટ કતોને ધન્યવાદ ઘટે છે.
ગામ મેરઈઆ મધે આવેલા શ્રી વિમળનાથજી મહાર
જછના દેરાસરજીને રીપોર્ટ.
'કી મેરઈઆ મધે આવેલા શ્રી વિમળનાથજી મહારાજના દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા મેહતા હઠીસંગે ગોવિંદજીના હસ્તકનો સંવત ૧૫૯ ના કારતક શુદી ૧ થી સંવત ૧૮૬૧ ના આસો વદી •)) સુધીને હીસાબ તપાસે છે. તે જોતાં વહીવટનું નામું ચોખ્ખી રીતે રાખી વહીવટ સારી રીતે ચલાવે જોવામાં આવે છે.
વહીવટ કર્તા વેપારના વિશેષ કામના બેજામાં હોવાથી સંવત ૧૯૬ર નું સરવૈયું તૈયાર થએલ નથી માટે તે જોવામાં આવેલ નથી.
વહીવટ કર્તા ખાતાની તેમજ વહીવટની બરાબર દેખરેખ રાખે છે. દિન પ્રતિદિન જે જે ખામીઓ દેખાતી આવે છે તેમાં સુધારો કરતા જાય છે. માટે તેમને ધન્યવાદ