________________
૧૮૦૭ ]
ધાર્મિક હિસાબ તપાસણ ખાતું શુદી પ થી સં. ૧૮૬૨ ના ભાદરવા સુદી ૫ સુધીને હીસાબ તપા છે તે જોતાં વહીવટ કર્તા દેરાસરજી તથા જ્ઞાન ખાતાની પુરેપુરી દેખરેખ રાખે છે. અને કેઈ જાતની અશાતના ન થાય તે માટે પુરેપુરી દેખરેખ રાખે છે. તથા નામા સંબંધમાં પણ ચેખી રીતે રાખવા તથા દેરાસરજીમાં યોગ્ય સુધારે કરવા તથા તાકીદે હીસાબ દેખાડવા માટે તેમને પુરો ધન્યવાદ ઘટે છે.
જ્ઞાન ખાતામાં રકમ જમે થઈને તેમાં હજુ પણ વધારે થતો જાય છે. પણ તે કઈબી. જગાએ વપરાતી જોવામાં આવતી નથી માટે તે રકમને ઉપયોગ કરે જેઇએ.
ઝવેરી લલ્લુભાઈ રાયજીના શ્રી અમદાવાદ જૈન હિતવર્ધક
ગૃહને સને ૧૯૦૬ ની સાલને વાર્ષિક રોપટ. આ ગૃહને સંવત ૧૮૬૨ ના પિસ શુદી ૫ તા. ૩૧ ડીસેમ્બર સને ૧૮૦૫ ના રોજ ખુલ્લું મુકવામાં આવ્યું છે અને તેના નિભાવ માટે ઝવેરી લલુભાઈ રાયચંદે રૂ ૨૫૦૦૦) ની મેટી રકમ તથા નાગોરી સરાહનું અંદરનું પિતાનું મકાન બક્ષીશ આપ્યું છે.
રીપોર્ટવાળા વરસમાં એકંદર ૧૦૨ જેની ભાઇઓએ તેને લાભ લીધે છે જેમાંના ૬૦ સાઠ મીલ વગેરે ખાતામાં ધંધે લાગી ગયા છે. ૨૭ પિતાના વતન વિગેરે રથળે ધંધે મળવાથી પાછો વિદાય થયા છે. બાકીના ૧૫ તથા નવા ૧૦ દશ મળી ૨૫ ની સંખ્યા હાલમાં હાજર છે. જેમાંના નવ કાપડખાતામાં બે ટીનખાતામાં બે ફેઈમ ખાતામાં, ચાર ૪ શાળ ખાતામાં બે સુતાર ખાતામાં ચાર બેબીન ખાતામાં અને બે ઇજનેર ખાતામાં ધંધે શીખે છે.
આ ગૃહમાં રહેનાર બંધુઓને ભેજન, સુવા, બેસવાને માટે બિછાનાં ગાદલાં, ગોદડાં, દીવાબતી વિગેરે સઘળું પુરૂં પાડવામાં આવે છે. દરેકને એક એક કલાક ધાર્મિક જ્ઞાન પણ આપવામાં આવે છે.
આ ગ્રહના રસોડામાં હાલને માટે બેડીંગના વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થી દીઠ રૂ. ૪ માસિક લઈ શેઠ તરફથી સગવડ કરી આપવામાં આવી છે.
આ ગૃહમાં મદદ આપનાર સદગ્રહનાં નામ તથા રીપોર્ટવાળા વરસને આવક જાવકને આંકડો નીચે મુજબ છે.
અપૂર્ણ