________________
૧૪૫
૧૮૦૭]
* ધાર્મિક હિસાબ તપાસણી ખાતું લાવી હાજર કરી તેમાં તેમના રૂ. ૧૬૦૦) ની રકમ સંવત ૧૮૪૭ માં લેણી બતાવે છે પણ તેને કંઈ ફેડ નહીં હોવાથી તથા સંઘને પુછતાં તેને કંઈ પણ જવાબ નહીં મળવાથી તે રકમ જમે આપી નથી.
! !',' આ વહીવટની અંદર કેટલોક સુધારો કરવા જેવા છે, તેનું સુચનાપત્ર ભરી આપવામાં આવ્યું છે, માટે આશા છે કે વહીવટ કર્તા ગ્રહસ્થ તે ઉપર ધ્યાન આપી યોગ્ય સુધારો તાકીદે કરશે.
જલે ખેડા તાબે ગામ બોરસદ મધેની શ્રી મુકિતવિજય જૈન પાઠશાળાનો
રીપોર્ટ.
સદરહુ પાઠશાળાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા ઓનરરી સેક્રેટરી શેઠ છોટાલાલ બાપુભાઈ તથા ઓશવાળ પંચ કમીટીના હસ્તકનો તા. ૮ માર્ચ સને ૧૯૦૫ થી તા. ૩૧ નવેમ્બર સને ૧૮૦૬ સુધીને હીસાબ અમેએ તપાસ્ય છે, કારણ તે પહેલાને હીસાબ છપાઈ ગએલે છે. તે જોતાં અત્રેના વહીવટ કર્તાએ આ પાઠશાળા પિતાને અમુલ્ય વખતેને ભોગ આપી ઘણીજ સારા પાયા ઉપર લાવી મુકી છે.
પાઠશાળા ઉપર અત્રેના ઓશવાળ પંચની લાગણી સારી જોવામાં આવે છે. પણ તેવી જ લાગણી પોતાની બાળા તથા બાળકોને પાઠશાળામાં મોકલવાની જોવામાં આવતી નથી તે દીલગીર થવા જેવું છે
પાઠશાળાની અંદર બાળાઓને નૈતિક, ઘગિક તથા ધાર્મિક ત્રણે શિક્ષણ સારી રીતે તથા ઉંચા પ્રકારનું આપવામાં આવે છે, તેવું અમદાવાદ સિવાય બીજી જગાએ જેવામાં આવતું નથી.
પાઠશાળાની અંદર શું છેટાલાલ બાપુભાઈ તનમનથી જે પરિશ્રમ લે છે તેથી તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે.
પાઠશાળાના અંગે કંઈક સુધારો કરવા જેવો છે તેનું સુચનાપત્ર ભરી આપવામાં આવ્યું છે, માટે આશા છે કે વહીવટ કર્તા ગ્રહસ્થ તે ઉપર પુરતું ધ્યાન આપી મોગ્ય