________________
૧૩૮ જેન કોન્ફરન્સ હેરલ્ડ
[મે વૃતિ તરફ લક્ષ રાખી ધર્મ ક્રિયામાં પ્રવર્તે છે. એટલું જ નહિ પરંતુ ધર્મ ભ્રષ્ટ થઈ અન્ય ધર્મ સ્વીકારવા પણ તેઓ તૈયાર થઈ જાય છે. જે વર્ષ સમગ્ર ભારત વાસીઓને બીહામણું દુકાળનું હતું તેજ વધે ખ્રિસ્તી ધર્મને ફેલાવો કરનારા પાદરી વર્ગને મીશન ખાતાને એક રીતે આનંદદાયી સુકાળ રૂ૫ નીવડયું હતું. તેઓ પિતાના ધર્માના ઝુંડા નીચે આવવા હજારે બકે લાખે નિરાશ્રિતને જીવતદાન આપી લલચાવી શક્યા હતા આપણી માફક તેઓ કાઠમાઠથી વડા ચઢાવવાથી કે અન્ય ધામધુમથીજ પિતાના ધર્મની ઉન્નતિ થશે એમ સ્વનામાં પણ ખ્યાલ કરતા નથી. પરંતુ પોતાના મત કબુલ રાખનારાઓની સંખ્યામાં વધારો થવાથી જ ફતેહ માને છે તેવા લોકો આખી દુનીઓને પોતાના સતત પ્રયાસથી ક્રીશિયન બનાવવાની ઉમેદ રાખે. (જો કે તે થવાનો મુદલ સંભવ નથી) તેમાં આશ્ચર્ય શુ? તેઓના દાખલાથી શું આપણે સમજવું જોઈતું નથી ? અનેક પ્રસંગોએ આપણે પુષ્કળ દ્રવ્યને વ્યય વિવેક બુદ્ધિના અભાવે ઉતમ લાભ મળે તેવી રીતે નહિ કરતાં ઉષર જમીનમાં વાવવાની માફક આંખ મીચીને કર્યા જઈએ છીએ તે હવે શું ચેતવું જોઈતું નથી ? અન્ય પુરૂષને આપણું મજહબમાં લાવવાની વાતતો હાલ તુરત માટે કદાચ આપણી નજર પાસેથી દુર રાખીએ (જો કે તે સ્વાલ છોડી દેવા જે તે નથી) તો પણ આપણા જૈન બંધુઓને અન્ય ધર્મમાં વટલી જતાં અટકાવવાને સ્વધર્મમાં દ્રઢ કરવાને, દ્રવ્યની સહાયથી તેમજ એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કરનાર આપણું પૂજય મુનિ મહારાજાઓના ઉપદેશની મદદથી સતત પ્રયાસ કરવાની આવશ્યકતા છે. આ બાબત આવા બારીક સમયે દેશની તમામ પ્રજાના જાગૃતિના સમયે જે આપણે નહિ ઉપાડી લઈએ તે પછી ક્યારે ઉધમ કરીશું તે કહી શકાતું નથી. જેનોની આર્થિક સ્થિતિ દિન પ્રતિદિન નબળી થતી જાય તથા આપણું સંખ્યા ઘટતી જાય તે પછી લખલુટ દ્રવ્ય ખર્ચીને કરેલ પુસ્તકે દ્વાર તથા જીર્ણોદ્ધાર તે કોના માટે ? જૈને દ્વારના સવાલને એક બાજુએ ધકેલી પાડીને છર્ણ ચિત્યનો ઉદ્ધાર કર્યા જઈએ એટલું જ નહિ પણ નામના ની ઈચ્છા રાખનારા કેટલાએક જૈન ભાઈઓના મનસ્વી તરંગોને સંતોષ આપવાની ખાતર ભવિષ્યને વિચાર કર્યા વગર જે જગ્યાએ બે ત્રણ દેરાસરો હેય તેવી જગ્યાએ નવીન દેરાસરો બંધાબે જઈએ તથા પુસ્તકોદ્ધારનું કામ ધમધોકાર આગળ ચલાવે જઈએ તે શું થોડે અંશે ભવિષ્યની જૈન પ્રજાને તેઓના ગજા ઉપરાંત ભાર વહન કરવાનું કાર્ય આપણે વારસામાં આપી જઈએ છીએ એમ કહી શકાય નહિ? જુદા જુદા તીર્થ સ્થળોએ થતી આશતાનાને પહોંચી વળવાને આપણે પુરી (ઝતી) શકિત બતાવી શકતા નથી તે પછી ભવિષ્યની સ્થિતિને માટે તે કહેવું જ શું ? ઉકત સંજોગોની હયાતિમાં જેને દ્ધારના સવાલને ખાસ પ્રથમ પદ આપવાની જરૂર છે.