________________
૧૪૦
જૈન કોન્ફરન્સ હેરલ્ડ કરાવ્યું. તેઓએ સ્કુલ ઉધાડી રૂ. ૧૦ ની માસિક મદદ આપવા કબુલ કર્યું છે. ત્યાંથી ભવરાણી આવ્યા. ઘર ૨૦ છે. નિશાળ ઉઘાડવાના ઠરાવ સિવાય ખાંડપ પ્રમાણે બીજો ઠરાવ કરાવ્યા. ત્યાંથી વાસ આવ્યા. ત્યાં પણ ઉપર પ્રમાણેજ કરાવે થયા. ત્યાંથી પચભદ્રા અને પછી જસે ગયા. જસદમાં જેનોના ઘર ૧૦૦ છે, પણ મોટે ભાગ ઢંઢીયા થઈ ગયા છે. મંદિર નવિન શિખરબંધ કરાવેલ છે, પણ બે તડ પડવાથી ઘણું વર્ષ થયાં તે પણ પ્રતિષ્ઠા થઈ નથી. તડ પડવાનું કારણ જમણવાર પ્રસંગે મારવાડ રાજ્ય તરફથી લેવાતા લાગાનું છે. દેરૂં એક જુનું નાનું છે. ત્યાં પ્રતિમાજી ઉપર ઉધઈના પોપડા જોયા. કોઈ દર્શન પુજા કરે નહિ. પુજારી મરછમાં આવે ત્યારે દીક પડે તેમ કરી જાય. પંચને કહ્યું પણ હુંઆ થઈ ગયેલા હોવાને લીધે તથા તડને લીધે કાંઈ બની શક્યું નહીં. એક ગૃહસ્થ સફાઈ રાખવા વચન આપ્યું છે. આ ગામમાં કેન્ફરન્સને ઉદેશ સમજાવ્યો. ત્યાંથી સમદડી આવ્યા. ત્યાં પણ ૧૦૦ ઘર છે. સભા કરી સમજણ આપી. લગ્ન પ્રસંગે દારૂખ નું નહિ ફેડવા ઠરાવ થયો. બીજી બાબતે ફરી પંચ મેળવી વિચારીને કરપા કહ્યું. ત્યાંથી રાખી આવ્યા. જૈનના ૨૫ ઘર છે. તદન અજ્ઞાન ખેડુ વર્ગ છે. એક ઉપાશ્રયમાં ગેખલામાં પ્રતિમાજી છે. તેમની પાસે હાથ જોડી બાપજી પગે લાગું એટલું બોલે. દર્શન વિધિ કંઇ સમજતા નથી. ઝાલોરમાં પાઠશાળા સ્થપાઈ વાર્ષિક ખર્ચ માટે રૂ. ૪૦૦) ની ગોઠવણ થઈ. પાંજરા પોળમાં વ્યવસ્થા નહતી, તથા તેને લાગાના રૂપિઆ જુદા જૂદા ગામોમાંથી એકઠા થઈને જોધપુર દરબાર પાસે રહેલા હતા તે માટે મહેનત કરીવાનું હકમ સાહેબે વચન આપ્યું. વિવાહમાં દારૂખ'નું તથા વિશ્વાને નાચ બંધ કરવા ઠરાવ થયો. કન્યા અને વરપક્ષે પાંજરાપોળ માં એકેક રૂપિઓ લાગાને આપવા નકી થયું. બે ત્રણ ગામમાં પ્રાથમિક કેળવણી ફરજીઆત થઈ, પણ કોન્ફરન્સ માસિક રૂ. ૫ ની મદદ આપવી જોઇશે. વાગરામાં પરદેશી ખાંડ તથા કેશર, લગ્ન પ્રસંગે દારૂખાનું ફટાણું, હોળીના બિભત્સ ગીતે, મૃત્યુ પાછળ પ્રભાતે રેવાનું વિગેરે હાનિકારક રીવાજો બંધ કરવાના ઠરાવ થયા
સીયાણા તા૨૬-૪– –અહિં પણ વાગરાની જેવા ડર થયા.
અજમેર ૨-૫-૦૭–કાનધર, મંડવારીઆ, દેવદર, બરપુટ, અટવાડીયા, પિશાલીયા અને શિવગંજ એ ગામોએ ગમે છું. પિશાળીયામાં ૭ થી ૧૨ વર્ષ સુધી દરેક જૈન છોકરાને ફરજીઆત કેળવણી આપવા ઠરાવ થયો. ૧ શિક્ષક કેન્ફરન્સના ખર્ચે તથા ૧ ગામના ખર્ચે રાખવા નક્કી કર્યું. સ્વદેશી ખાંડ તથા કેશર વાપરવા, દારૂખાનું, નાચ, ફટાણા, પ્રભાતે રેવું કરવું અને હળીના ગીત બંધ કરવા, રોટી વ્યવહારના માણસો સિવાય ચલમ નહિ પીવા, એક વર્ષથી વધુ શાક નહીં રાખવા ડર થયા. સંસારિક પ્રસંગ ગોએ ફજુલ ખર્ચો કમી કરી છવદયા વિગેરે ધાર્મિક કર્તવ્યોમાં પૈસા વાપરવાના ઠરાવે સર્વત્ર થયા છે. શિવગંજમાં ઓશવાળનાં ૨૫૦ અને પોરવાડનાં ૨૫૦ ઘર છે. પણ કુસંપ દેવાથી સમજણ આપી તે નિષ્ફળ ગઇ, કશા ડર થયા નહિ