________________
૧૦૭]
શ્રી ધાર્મિક સંસ્થાઓના હિસાબ તપાસણી ખાતુ. સલુણના વર્ણનથી ભરપૂર છે. ગ્રન્થની પ્રસ્તાવના ધ્યાન પૂર્વક વાંચવા દરેક શ્રાવક શ્રાવિકાને અમે ભલામણ કરીએ છીએ. શ્રાવિકાઓને શિક્ષણ લેવા ગ્ય આવા જૈન શૈલીવાળા ઉત્તમ પુસ્તક દરેક જૈન કન્યાશાળામાં વસાવવામાં આપે અણધાર્યો લાભ પ્રાપ્ત કરી શકાય. દૂર કરવા યોગ્ય હાનિકારક રીવાજોનું દિગદર્શન આ પુસ્તકમાં યથાર્થ રીતે આપવા માં આવેલું છે, તથા કવ્ય (બાહ્ય) સંદર્યની ઈચ્છા રાખતી અને તેને માટે પોતાના પતિને કષ્ટ આપતી અને શિક્ષિત સ્ત્રીઓ, આ પુસ્તક વાંચવાથી ખચીત ભાસદ (વિનય, વિવેક વગેરે સગુણા) પ્રાપ્ત કરી પિતાને જીવન સાર સુખમય બનાવવા ભાગ્યશાળી થશે. સ્ત્રી કેળવણીના કાર્યમાં આ પુસ્તક એક અપૂર્વ સાધન થઈ પડવા દરેક રીતને સંભવ છે. વાંચનને શોખ હાલમાં વધત જાય છે અને તેની સાથે, ઓછા લાભદાયી કાર્યમાં પુષ્કળ પૈસા ખર્ચવાની ઇચ્છાને બદલે, સંગીન કાર્ય નિમિત્તે પૈસાને વ્યય કરવાની ઈચ્છા પણ પ્રમાણમાં વધતી જાય તે એક ઉન્નતિનું ચિહ છે. સ્વર્ગસ્થ સ્વામીના સ્મરણ નિમિત્તે એક શ્રાવિકા પોતાની સ્વધર્મી સુશીલ બહેનનું હિત હવે ધરી, દ્રવ્યનો વ્યય આવા ઉત્તમ પુસ્તક પ્રગટ કરવામાં કરે તે દરેક રીતે પ્રશંસનીય છે; અને તેનું દૃષ્ટાંત દરેક મનુષ્યને અનુકરણીય છે. આ કાર્ય માટે તેમને ખરેખર ધન્યવાદૃ ઘટે છે. પુસ્તકની કીમત પ્રમાણમાં જુજ છે.
શ્રી સદ્ધર્મ પ્રચારક-ઉકત માસિક જાવરાનીવાસી શેઠ ધનરાજ નાયટા તરફથી સને ૧૯૦૭ ના જાન્યુઆરી મહીનાથી પ્રગટ થાય છે, આથી જેન કામની ઉન્નતિના સાધનમાં ઉમેરે થયો છે. આપણી કોમની અમુલ્ય સેવા બજાવવાની ધારણાથી નીકલતા માસીકોને જૈન ભાઈઓએ દરેક રીતે ઉતેજન આપવાની આવશ્યકતા છે. અને પિતાના પૈસાનો તથા વખતનો સદ ઉપયોગ થાય તેવા કાર્યમાં પ્રવર્તવું જરૂરનું છે.
N. L. SONI. –=૦૦૦૦૦૦શ્રી ધાર્મિક સંસ્થાઓના હિસાબ તપાસણી ખાતું. છલા કાઠીયાવાડ મધે આવેલા શ્રી સુદામડા મધના શ્રી ઋષભદેવજી
મહારાજજીના દેરાસરજીનો રીપોર્ટ, સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શા. ઊજમશી ઠાકરસી તથા શા. છગનલાલ ખેતસી તથા શા. કાળા છવા તથા શા. મગન જીવણ હસ્તકને સં. ૧૫૪ ના કારતક સુદી ૧ થી સં. ૧૮૬૩ ના માહ સુદી ૮ સુધીને હસેબ અમે તપાઓ તેતાં વહીવટનું નામું બેઠે ખાતે જુની રૂઢી મુજબ રાખી વહીવટ સારી રીતે ચલાવી તથા ખાતાની પુરેપુરી દેખરેખ રાખી દિન પ્રતિદિન સુધારા ઉપર લાવવા પ્રયત્ન કરે છે. અશાતને ન થાય તે માટે કાળજી રાખતા જોવામાં આવે છે.
પિશાલ તથા દેરાસરજીનું એકજ મકાન છે તે જીર્ણ થયેલ હોવાથી જીર્ણ ઉધ્ધાર કરવા કામ શરૂ કરવામાં આવેલ પણ સલાટે પિતાના સ્વાર્થ માટે ખરચવાની રકમ ઉપર ધ્યાન નહી આપતાં સદરહુ વહીવટ કર્તા ભોળા અને વિશ્વાસુ હેવાથી મેટા ખરચના બજારમાં ઉતારી મુકવાથી કામ બંધ કરવું પડયું છે. મંદીરમાં પ્રતિમાજી ધાતુના છે.
આ સ્થળે જૈન શ્વેતાંબરને સમુદાય તથા દેરાસરજી હોવા છતાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું નથી તેથી સંધ સમસ્તને ભેગો કરી ઘાર્મિક શિક્ષણ આપવાથી થતા ફાયદા તથા કોન્ફ