________________
નમઃ સિમ્યઃ | रत्नानामिव रोहणक्षितिधरः खंतारकाणामित्र, स्वर्ग:कल्पमहीरुहामिव सरः पंकेरुहाणामित्र, पाथोधिः पयसा मिवेंदुमहसां स्थानं गुणानामसा,
वित्यालोच्य विरच्यतां भगवतः संघरय पूजाविधिः ॥ २१ ॥ અર્થ:– રેહણાચળ પર્વત જેમ રત્નોનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનું સ્થાન છે, સ્વર્ગ જેમ કલ્પવૃક્ષોનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે. સમુદ્ર જેમ ચંદ્રમાં સમાન નિર્મળ જળનું નિવાવસ્થાન છે, તેવી રીતે આ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ, પૂજ્ય સંઘ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિવાસસ્થાન છે તેની પૂજા કરીએ.
SHRI JAIN (SWETAMBER) CONFERENCE HERALD.
II
Vol. III,)
ARPIL 1907.
[No. 4.
અમદાવાદ બીજી મહિલા પરિષદ. .
અનુસંધાન પૃષ્ટ ૮૮. બાળ વિધવાપણાનું દુઃખ અસહ્ય છે. તેમાં ઘણું કરીને વિધવાપણાના દુઃખને, નીતિ અને ધર્મની કેળવણુની ગેરહાજરીને લીધે જ તે સ્થિતિને તે દુઃખમય માને છે. જે કર્મથી સુખ દુ:ખ માને છે, ને દુ:ખમાં પણ જ્ઞાન દ્વારા સંતપ ર દુઃખને સહન કરવાનું સામર્થ્ય ધરાવે છે તે વી નીતિવાળી કેળવણી પામેલી બાળ, વિધવાઓને વાપણાના દુઃખનું લેશ પણ ભાન થતું નથી.
વિધવાપણું પૂર્વ કર્મના ગેજ પ્રાપ્ત થાય છે, તે તેમાં દુઃખ ન માનતાં પ્રાપ્ત સ્થિતિને જ્ઞાન દ્વારા સહન કરવાની શક્તિ બાળ વિધવાઓમાં આવે તે માટે તેમને ખાસ વૈધવ્ય સ્થિતિને લગતું જ્ઞાન પ્રાપ્ત થાય તેવી શાળા કાઢવી જોઈએ. તથા વૃદ્ધ વિધવાઓને માટે અને ખાસ કરીને નિરાધાર વિધવાઓને માટે તેમનું જીવન શાન્તિથી નિતિન રીતે ગુજરે તે માટે કંઈ ઉગ શાળાની કે ખાનગી ઘગતુ ઉગ તેમને મળે તેવી યોજના કરવી જરૂરની છે; વિધવાપણાન દુઃખ બે રીતે સહન કરવાનાં હોય છે.
પ્રથમ તે વિધવા૫ણુનું દુ:ખ. બીજું. ઉદર નિર્વાહના સાધનનું દુઃખ ઉપરનાં બે દુઃખે તેમને દુ:ખરૂપ ન થાય તે માટે તેમને નીતિ અને ધર્મ જ્ઞાનની કેળ વણી આપવાની ખાસ જરૂર છે. ને તેને લીધે તેઓ પોતાના ધર્મને જાણતાં થશે, તેથી તે દુઃખ જે અભણ અને અજ્ઞાન સ્ત્રી માને છે, તેવું પોતાને છે, એમ કદી માનશે નહી, પરંતુ નીતિ અને ધર્મ જ્ઞાનની કેળવણીથી તેઓ પોતાના આત્માના અધિક કલ્યાણને સાધવા સમર્થ થશે,
ઉદર નિર્વાહના સાધન માટે જે દુઃખ વિધવાઓને પડે છે તે માટે ખાનગી સાહસથી વિધવાઓને, પિતાના મકાનમાં કંઇક ચેસ ઉદ્યોગ મળે તેવી મોટા પાયા ઉપર કેન્ફરન્સ ત