________________
૧૪૦૭]
નિરાશ્રિત જેને અને જેન શ્વેતાંબર મદદ કુંડ. *
૧૦ ૩
જવાના ભયને લીધે એટલું જ લખવું પુરતુ છે કે જે ખેતીના ઉપર હીંદુરથાનની પ્રજા આધાર રાખે છે તે ખેતી – સારી ઉતરવાનો આધાર બળદ વગેરે જાનવરે ઉપજ છે અને તે પાં રાપોળ જેવી સંસ્થાને આભારી છે.
પ્રાચીન સમયમાં જેનોની તરફથી અનાથા શ્રમ વગેરે ખાતાઓ સારી સંખ્યામાં સ્થપાયા હોય તેમ લાગતું નથી પણ પાંજરાપોળ વગેરેમાં પુષ્કળ વ્યય કરવામાં આવેલ હોય તેમ જોઇએ છીએ તે ઉપરથી એટલું જ અનુમાન થઈ શકે છે કે તે સમયમાં – જેની જાહોજલાલીના સમયમાં–જન સમુદાયની સ્થિતિ ઘણી જ સારી હશે અને તેથી તેની જરૂરીયાત આપણા અને સને જણાઝ હશે નહિ પરંતુ હવે સમય બદલાયો છે. વખતના વહેવા સાથે આપણું આર્થિક સ્થિતિમાં દિન પ્રતિદિન અવનતિ થતી જાય છે અને સર્વ કોઈ કબુલ કરશે કે આપણે નિરાશ્રિત સ્વામી ભાઇઓની સ્થિતિને સવાલ બહુજ વિચારવા જેવું થઈ પડે છે. આજીવિકાના સાધને– કમાણીના સાઘને – ઘણું જુજ અપવાદ સીવાય દિન પ્રતિદિન નબળા પડતા જાય છે તેની સાથે ખર્ચ વધતા જાય છે, હેટા મોટા શહેરોમાં તો ખર્ચાલ જીદગી એટલી બધી વધી પડી છે કે ગામડામાં રહેનારા લોકોને તેને ખ્યાલ પણ આવી શકે નહિં. આવાં આવાં કારણોને લઈને આપણે નિરાધાર સ્વામી ભાઈઓ જીવનને કલહ રૂપ માને છે અને દુખી જીંદગીનો ક્યારે અંત આવશે તેટલી હદ સુધીના વિચારો પણ કવચિત કરતા જોવામાં આવે છે. - આ પ્રકારની સ્થિતિનું નિરીક્ષણ આપણું ઉદાર દીલના માન્યવર અગ્રેસરોએ બારીક નજરથી કરી – શ્રી જૈન શ્વેતામ્બર મદદ કુંડ નામનું મોટું ફડ કરીને – આપણી આખી કોમને મહાન આભારના બેજા તળે મુકી છે એટલું જ નહિ પણ ઉપર કહેલ આક્ષેપમાંથી પણ બચાવી છે. આ ફંડ આટલું થઈને અટકી પડે પરંતુ દિન પ્રતિદિન વધતું જાય અને તેનો તાકીદે સારે ઉપયોગ થાય તેને માટે ખાસ લક્ષ આપવાની જરૂર છે. આણંડ થયાને લગભગ બે મહીના થયા છે પરંતુ તેના ટ્રસ્ટીઓ તરફથી હજુ સુધી કોઇપણ એજના બહાર પડી નથી તો પણ આશા છેકે જેન કામના ભલાને માટે, મજકુર ફંડના વ્યવસાયી ટ્રસ્ટી સાહેબ પિતાને અમુલ્ય વખત ફાજલ પાડી સત્વર યોજના ઘડશે. આ ફંડના સ્થાપકા -- આપણી પાંચમી જૈન વેતામ્બર કોનકરન્સના મેહેરબાન પ્રેસીડેન્ટ સાહેબ રાય બહાદુર સેતાબ ચંદજી નહાર તથા સખાવતે બહાદુર શેઠ સાહેબ મનસુખભાઈ ભગુભાદને અંતઃકરણથી ધન્યવાદ ઘટે છે અને તેઓની ઉદારતાને કરે કાયમને માટે વહ્યા કરે તેવી ઈશ્વર પ્રત્યે અમારી ખરી જીગરની પ્રાર્થના છે.
આ કંડના સંબંધમાં બે શબ્દો લખવા અસ્થાને ગણાશે નહિ. આજ સુધીની કેનફરન્સની બેઠકે વખતે જે જે નાણાની મોટી રકમ ભરવામાં આવતી હતી તે ઘણે ભાગ મુંબઈ ખાતેની કોનફરન્સની બેઠક વખતે ઉઘાડવામાં આવેલા જુદા જુદા ખાતાઓ પૈકી.ગમે તે કઈ ખાતામાં-ભરનારની ઈચ્છા મુજબ ભરાયેલી જાહેર કરવામાં આવતી હતી પરંતુ આ કોનફરન્સ વખતે મારા નમ્ર મત પ્રમાણે તદન નવીન માર્ગ ગ્રહણ કરવામાં આવ્યો છે. આવી રીતના જુદા જુદા ખાતાઓ જુદા જુદા ગૃહસ્થના હસ્તક નીચે શરૂ કરવામાં શું લાભ સમાયેલું હશે, ખસુસ કરીને આપણા માનવંતા શેઠ સાહેબના મનમાં શું ગણત્રી હશે, તે કહી શકાતું નથી, પણ આટલું તે સમજાય છે કે આનું અનુકરણ કરી ભવિષ્યમાં આવી રીતે જુદા જુદા ખાતાઓ, ફંડ, કે