________________
૧૦૭] મુંબઈમાં વસતા ગરીબ જેનેની હાડમારી.
૧૦૭ જતા આવતા હશે તેમને સહેજ નજરે પડતા હશે તે વિશે તેમને પુછવાથી ખાત્રી થશે. મોટા માળાઓને મોટી મોટી ગટરે આવેલી હોય છે તેથી આખો દીવસ ગંધ પણ વધારે મારે છે અને શીયાળા ચોમાસામાં સારી હવા મેળવવાને ભાગ્યશાલી થતા નથી તે ઉનાળાના વૈશાખ જેઠના સંખ્તમાં સખ્ત ગરમીના દીવસોમાં જ્યારે એક તરફથી માંકડ અને ચાંચણનું જોર એક દમ વધી જાય છે ત્યારે તેઓ બિચારા આખો દિવસ મહેનત મજુરી કરી બન્યા ઝળ્યા આવે ત્યારે તેમની રાત્રે શી ગતિ થતી હશે તેની તે સમજ જેને તેવી સ્થિતિ ભોગવવી પડે છે તેમને જ પુછવાથી કોઈ ખાત્રી થશે. અનુભવ વગર તે તેઓની થતી દુર્દશાનું ભાન બરાબર થાય એ અસંભવિત છે. આવી રીતે આખો દિવસ અંધારામાં રહેવું, સ્વછ હવાની તંગાસ અને ટ્રેક પગારમાં ખર્ચ પુરું કરવાનું હોવાથી જેવો જોઈએ તેવો સાધારણ ખોરાક નહીં મળવાથી તેમજ વીશીમાં આગળ બતાવ્યા પ્રમાણેની અગવડોએ બિચારા જમનારાઓની તંદુરસ્તીમાં વખતો વખત બિગાડ થાય તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી અને તેથી બીજી કેમે કરતાં આપણી કેમમાં પ્લેગ, કેલેરા અને બીજા દર્દોથી મરણનું પ્રમાણ ઘણું મોટા પ્રમાણમાં આવે છે.
ઉપર પ્રમાણેની આપણા ગરીબ સ્વધર્મી બંધુઓની હાડમારી ભરેલી સ્થિતિ અત્રે વસતા ઘણું જૈન ધનાઢયોની વસ્તી છતાં ભોગવવી પડે એના કરતાં બીજું વધુ શોચનીય શું છે? શું જૈન અગ્રેસરની જાણમાં આ બાબત આવીજ નહિ હશે ? શું તેઓ મોજ શોખમાં પિતાના બંગલાઓમાં રહેતા હોવાથી એમ જ સમજતા હશે કે બધા લેકે તેમની માફક સુખમાં જ રહેતા હશે? શું શ્રીમાન ધારેતે આવા દુ:ખમાં રહેતા પોતાના જ્ઞાતિ બંધુઓને સુખમાં લાવી મુકવાનું અશકય છે? ના, ના, તેમ નહિ; મને તો માત્ર વિચાર કરવાની જ ખામી લાગે છે કારણકે પિતાના ધંધામાં થીજ ખાવા. સરખી નવરાશ નહીં તો આવા વિચાર કરવાની વળી વધારે મહેનત કોણ લે? જૈન અગ્રેસરોએ વિચારવું જોઈએ કે બિચારા લેકે મુળે ગરીબ સ્થિતિમાં અહીં આવેલા હોય અને આખો દીવસ પિતાની ઉગતી વયમાંથી જ સખ્ત મહેનત મજુરીવાળી ટુંક પગારની નોકરી કરી પોતાના કુટુંબનું પરાણે પુરૂં કરતે હોય ત્યારે મોટા ભાડાની ઓરડીમાં રહેવાનું તેનાથી 'કમ બની શકે ?
(અપુર્ણ)
D. T. G. (જૈન સમાચાર,) માનં પત્રનો મેળાવડો –ભાવનગરના રહીશ મી ઝવેરલાલ મગનલાલ મહેતા આ વર્ષની એલ. સી. ઇ. ની પરીક્ષામાં પસાર થવાથી ભાવનગરમાં તેઓ પહેલાજ જૈન એજીનીયર થયેલા હોવાથી, આત્મારામજી જૈન લાઇબ્રેરી, જેના તેઓ મેંબર છે, તેના તરફથી પ્રીન્સીપાલ મી સંજાણાના પ્રમુખપણું નીચે લેઢી શાળાના ઉપાશ્રયમાં એક ભવ્ય મેળાવડો કરવામાં આવ્યો હતો. મ. ગુલાબચંદ આણંદજી, દામોદર હવન તથા વલ્લભદાસ ત્રિભુવનદાસ ઝવેરલાલને એજીનીયરની પરીક્ષા પાસ કરવા માટે શાબાશી આપી હતી. આજ પ્રસંગે આત્મારામજી મહારાજના રાગી સુશ્રાવક મરહુમ મી. મૂળચંદ નથુભાઇના સ્મારક માટે થયેલી રકમના વ્યાજમાંથી તથા તેમની પત્નીએ આપેલ રકમમાંથી ઈનામો જૈન વિદ્યાથીઓને વહેંચવામાં આવ્યાં હતાં. ધી જેને યંગ મેન્સ એસોશીએશન ઓફ ઇન્ડિયાને આઠમા વર્ષને મેળાવડો. આ મંડળનો સવિસ્તર રીપેર્ટ અમને મળ્યો છે. ટૂંક સાર નીચે પ્રમાણે છે – બેઠક બે દિવસ