________________
નિરાશ્રિત જૈન અને જૈન શ્વેતાંબર મદદ કુંડ.
ટ્રસ્ટીઓના હસ્તક સોંપવાનું નકી કરવામાં આવ્યુ છે. આક્ ડની વ્યવસ્થા ઉપર આપણી ઉન્નતિ કેટલીક આધાર રાખેછે એમ સમજીને કેટલી એક સૂચના રૂપે આ વિષય જૈન પ્રજા સન્મુખ ર કરવાનું બની શકયુ છે. આ ક્રૂડ આથી પણ વધારે માટુ થાય અને પ્રતિ વર્ષે તેમાં વધારા થતા જાય તેવા હેતુથી સમસ્ત જૈનેની આધુનિક આર્થિક સ્થિતિ – તે સુધારવાના ઉપાયા વગેરે અનેક પેટા વિષયા ઉપર લંબાણથી મારા વિચારોનો સમાવેશ આ લેખમાં કરવામાં આવશે,
૧૯૦૭ 7
૧૦૧
આપણા ઉપર મેલવામાં આવતા આક્ષેપ અને તેનું નિરાકરણ—અહિંસા પરમેા ધર્મ' એ સિધ્ધાંતને અક્ષરશ: માન આપનારા અને તદંતર્ગત ભાવ પ્રમાણે વનારા આપણે છીએ તથા ‘જીવ દયા પ્રતિપાળ' એવા ઉપનામથી આપણે એળખાઇએ છીએ. લાખા બલ્કે કરાડે રૂપૈયા ખર્ચી ઠેકાણે ઠેકાણે પાંજરાપોળા સ્થાપી અવાચક – મુંગા પ્રાણીનું દુખ નિવારણ કરવાનુ માન કેટલીક રીતે આપણને ઘટેછે. દરેક શહેરની પાંજરાપોળનો વહીવટ પણ માટે ભાગે જૈન ભાઇઓને હસ્તક ચાલતા દૃષ્ટિગત થાયછે. દયા ધ ા મૂલ હે' એ સૂત્ર અનુસાર આપણે દયા મય જૈન ધર્મોના રાગી છીએ. દયા એજ આપણી કામનું – આપણા ધર્મનું જીવન ગણાયછે. દરેક જૈન અને આદરવા યોગ્ય-બારવ્રતને મુખ્ય પાયા –પ્રથમ પદ પ્રાપ્ત કરેલ પ્રાણાતિપાત વિરમણ વ્રત ઉપર ચાયેલેછે. ષ્ટિથી અવલેાકન કરનાર તરતજ જોઇ શકશે કે જૈન શાસ્ર કારાએ ઉપદેશેલાં દરેક ધાર્મિક અનુન્નાને–ક્રિયાએમાં પણ પ્રથમ વ્રતનું આલંબન લેવામાં આવેલું છે. આપણા સાધુ મુનિરાજે પણ પોતાના ઉપદેશ દ્વારા, વચનામૃતથી ભાવિક હૃદયમાં રહેલયાના વૃક્ષને સી'ચેછે અને તેને પ્ર′લ્લિત કરવા ઉદ્યમવત રહેછે-શાસ્ત્રોકત રીતીનુ પરિશીલન કરનારા આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુથી માંડીને મનુષ્ય પર્યંત કાઈપણ પ્રાણીનું રક્ષણ કરવા ઉત્સાહિત રહીએ છીએ – સૂક્ષ્મ પ્રાણીના નાશ થતા જોઇને પણ આપણને કંપારી ફ્રુટેછે.
પુષ્કળ દ્રવ્ય ખર્ચી આપણા પૂર્વજોએ ભવ્ય દેરાસરા, ઉપાશ્રયો તથા ધર્મશાળાએ બંધાવેલછે. ઘણાજ :માડથી વરવાડા ચઢાવવામાં મ્હોટા મ્હોટા ન્યાત વરા કરવામાં તથા સંધ જમાડવામાં તથા ઉર્જમણા કરવામાં આપણે કાઇ દીવસ પાછી પાની કરી ખ` સામું જોયુ નથી. તેથી જૈન શાસનની શાબા વધેછે. લેકે આપણી વાહ વાહ પોકારેછે. તેવા વિચાર–વમળમાં એટલે સુધી ખેંચાઇ જએ છીએ કે દી દૃષ્ટિએ જોતાં આથી આપણી ઉન્નતિ થાય છે કે નથી થતી તેને ખ્યાલ પણ કેટલા એક આડંબર-પ્રિય જૈન ભાષને યથાર્થ રીતે આવી શકતા નથી. આપણી ધાર્મિક ક્રિયાઓમાં મ્હારની ધામધુમ કાળાનુસાર એટલી બધી વધી ગછે કે આધ્યાત્મિક ઉન્નતિ જેવા મુળહેતુ તર મુદ્દલ લક્ષ અપાતુ નથી-બાહ્ય દૃષ્ટિને ઉપરથી જે સારૂં સારૂં દેખાય છે તેમાં કેટલું વજુદ તેનો વિચાર કરવાની ખાસ આવશ્યકતા છે. કારણકે અમુક સંખ્યા સારી સ્થિતિ વાળી દેખાય છે પણ બહેળે ભાગે હજી આપણા ભાઇઓની સ્થિતિ દયા ઉપજાવે તેવી છે તેથી બીજા આડ ંબરના કાર્યો કરતાં આ પ્રકારની આપણી સ્થિતિ જોઇ સામાન્ય રીતે પ્રશ્ન ઉદ્ભવેછે કે આપણે આપણા નિશ્રિત સ્વર્મિ બંધુઓને માટે શુ પ્રયાસ કર્યોછે?
કદી પણ નહિ ભુલાય તેવા – આપણી ભવિષ્યની પ્રજા પણ જેને અરેરાટની લાગણી સાથે યાદ કરશે તેવા છપનીયા દુકાળને લીધે લાખા મનુષ્યા (હજારા જૈન) લાચાર બની ગયાછે અને વળી જન સમાજ દુખના છેડે આટલેથીજ નહિ આવતાં રાક્ષસી સ્વરૂપ વાળી મ