________________
૧૯૦૭ ]
અમદાવાદ બીજી મહિલા પરિષદ.
આ વિષયપર પ્રોફેસર નથુ મચ્છચદે અસરકારક ભાષણ આપ્યું હતું. શેઃ મણિભાઈ પ્રેમાભાઈના પુત્રી તથા શેડ મણિભાઇ જેશંગભાઇના પત્નીએ ભાષણ આ
પ્યું હતું.
tele
મી. ઢટાના માતુશ્રી નરમ હાવાથી મી. ઢઢાએ લખેલુ ભાષણ વાંચી સ ંભળાવ્યું હતું.
શેડ લાલભાઈ દલપતભાઇના પુત્રી તથા શેડ પુરૂષાત્તમ મગનભાના પત્ની ડાહીબેને જણાવ્યું કે હાનિકારક રીવાજના પ્રતિબંધ કરવા અને સ્વધર્મના સત્કૃણ સ્વીકાર કરી પોતાનાં ક્રૂરદાને વીરરત્ન જેવા બનાવવા પ્રયત્ન કરવા.
શેડ મણિભાઇ દલપતભાઇના પુત્રી સુભદ્રાએ જણાવ્યું કે કેળવણી એ મનુષ્ય જાતિને પેતાની જીંદગી સુખેથી નિભાવી શકવાનુ સાધન છે. આપણા મનની તેમજ શરીરની શક્તિને ખીલવી સારે રસ્તે દોરવવી તેનું નામ કેળવણી છે. બાળકને પ્રથમ કેળવણી માબાપ તરફથી મળેછે. નિશાળે તો જ્યારે ૬-૭ વર્ષનું થાય ત્યારે ભણવા જાય, પરંતુ તે પહેલાં તે માબાપની વર્તણુકનું અનુકરણ કરતાં શીખે છે. કારણકે નાનપણમાં તેમનાં કુમળાં મનપર જે અસર થાય છે તે હમેશાં ટકી રહેછે. હવે જો માબાપ સારાં કેળવાયલાં હોયતો છેકરાં પણ તેમનાં જેવાંજ ચાયછે. તેમાં પણ માતાના સહવાસ બાળકને વધારે હાવાથી તેના ગુણાની અસર વધારે થાયછે. જે ઘરમાં સ્ત્રી પોતાના છોકરાની વહુને તથા મા પાતાના પતિને પજવતી હશે તેની દીકરી પણ મેટી ઉમરે તેવુ ંજ કરતાં શીખશે પરંતુ જે માએ નાનપણમાં સારી કેળવણી લીધેલી હાયતા તે કદી પણ એવું કરે નહિ અને તેમની સંતતિ પણ તેવીજ થાય. તેટલા સારૂ છોડીને ભણાવવાની ખાસ જરૂર છે. નતિની વાતો તેમના વાચવામાં આવે તે તેની છાપ તેમના કુમળા મન ઉપર સારી રીતે સેછે, અને તેથી તે પ્રમાણે કરતાં તે શીખેછે. શું ભણેલી સ્ત્રી બધી સદગુણીજ હાયછે અને અભણ સ્ત્રી દુર્ગુણીજ હોયછે? ના, તેમ નથી. ભણેલી સ્ત્રીને તે નારી સાબત થાય તે તે દુર્ગુણી પણ થાયછે, પરંતુ તેમાં કાંઇ કેળવણીનો દોષ નથી. હાલ શાળાઓમાં ાડીઓને શીવણ, ભરત, ગુંથણ વિગેરે વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવામાં આવેછે તેથી તે પોતાના પતિની સાધારણ સ્થિતિ હાય તે ભણેલી સ્ત્રી ભરત, શીવણ અને ગુથણ વિગેરે હુન્નરથી પોતાના પતિને મદદ કર્તા થઇ પડેછે. વળી તે પોતાની સ્થિતિ ઉપરાંત ધરેણાં વિગેરેના ખરચ કરાવવાની હઠ લેતી નથી, અને તેથી પોતાની જીંદગી સુખે ગાળેછે. ભણેલી સ્ત્રી પાતાનાં માબાપ, સાસરીયાં તથા ખીજા' સગાં વહાલાંસાથે સારી રીતે વર્તી તેમને સતોષ પમાડેછે અને તેથી સૈાને પ્રિય થઇ પડેછે. વળી તે પોતાનાં બાળકાને સારીરીતે કેળવેછે. વળી શાળામાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવેછે તેથી તે પોતાની નવરાશનો વખત નિંદામાં કે નકામા ન ગાળતાં ધર્મનાં પુસ્તક વાંચવામાં કે સમાયક આદિ ધર્માં કરણી કરવામાં ગાળેછે. તેથી તે પોતાના આત્માતો પણ સુધારા કરી શકેછે, એટલું પણ કહી શકાય કે છેવટે તેથી તે મેક્ષ પણ પ્રાપ્ત કરી શકે. માટે દરેક સ્ત્રીએ પોતાની દીકરીને વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણી લેવા માટે નિશાળે મેાકલવી જોએ.
ત્યારબાદ શ્રી કળવણી વગેરેની સહાયને માટે ફંડ કરવાનું ડરતાં તેમાં રૂ. ૭૦૦૦ આશરે
ભરાયા હતા.