________________
જેને કેન્ફરન્સ હેડ.
[ ફેબ્રુઆરી વણ આપશે નહી કેમકે આવાં કામ કરવાથી આ લેકમાં મોટું માન મેળવવાને લાગ્યશાળી થવાય છે અને પરલેકને માટે આત્મકલ્યાણ થાય છે. છેજામનગરમાં તા. ૫ તથા ૬ જાનેવારીના રોજ પિષધશાળાના મકાનમાં હું સરાજ શામજીના પ્રમુખપણ નીચે રાત્રિના છા બળેથી દશ બજ્યા સુધી ભાવનગરના મુસલમીન ગ્રહસ્થ એચ. એમ. કાદરી જે આપણે જેને ધર્મ પાળે છે તેને તમાકુ, બીડી, બાળલગ્ન, વૃધ્ધ વિવાહ, કન્યાવિક્રય, દેવપૂજા, કેળવણી, સ્ત્રીકેળ વણી તથા પૈસાને સદ ઉપયોગ કરવા, પાંચમી જેન વેતાંબર કેન્ફરંન્સ અમદાવાદ ભરાનાર છે તેમાં જામનગરના સંઘ તરફથી જેમ બને તેમ ઝાઝા ગ્રહસ્થાએ ડેલીગેટ તરીકે હાજરી આપવી, તથા કોન્ફરન્સના ઠરાવને જામનગરમાં જેમ બને તેમ તરત અમલ કરવા વિશે અસરકારક રીતે ભાષણ આપ્યું હતું. જ તે પછી અહીંના માસ્તર જગજીવન મુલજી બનીઆ. બી. એ. બી. એસ સી. તથા વકીલ મી. ચતુર્ભજ ગોવિંદજી તથા વકીલ ચતુરદાસ ઘેલાભાઈ તથા માસ્તર પુલચંદ ઝવેરચંદ ટુંક પણ અસર કારક ભાષણે ઉપલા વિષયે વીશે કર્યા હતાં.
અને છેવટે પ્રમુખ હંસરાજ શામજીએ ઘટતા શબ્દોમાં ભાષણ કરી મી. કાદરી સાહેબે અથાગ મહેનત લઇ અહીંના શ્રાવકભાઈને ઉચે બોધ આપે છે તેને માટે ઉપકાર માની સભા બરખાસ્ત કરી હતી.