________________
૧૯૦૭
મહિલા પરિષદ જરૂર છે. એક અંગ્રેજ લેખકે કહ્યું છે કે જે સ્ત્રીઓના મન અને નીતિ રૂડાં ન હોય તો પુરૂષના મન અને નીતિ સાબીત રહેનાર નથી. કેઈ પણ પ્રજાની નીતિદશાને આધાર ઘર કેળવણી ઉપર રહે છે.
એની બીસેન્ટ, સીસ્ટર નિવેદિતા, મીસ મેરી કારપેન્ટર તેમજ આપણા દેશની ઘણી સ્ત્રીઓએ મેટાં કામે કરેલાં છે. આ પચીસ વરસેથી સ્ત્રીઓને કાંઈક કેળવણું મળે છે અને આશા છે કે આવા પ્રયાસો હમેશાં જારી રહેશે તે આગળ જતાં ઘણે સુધારે થશે.
કેલવણ લેવાને હેતુ સુખી થવાનું છે તે દરેક માબાપની ફરજ છે કે તેમને આધારે પડેલાં તેમનાં બચ્ચાંઓને સુખી કરવાં. કેળવણીથી જ માણસ બરાબર સુખ અનુભવી શકે છે તેમજ દુઃખને પણ તે બરાબર આણી શકે છે. દરેક વ
સ્તુને યથાર્થ નિર્ણય તેનાથી જ થાય છે તો કેળવણી આપવાને જે માબાપો પછાત રહે છે તે કેટલું અફસકારક છે! છતાં પણ એટલું ખાસ લક્ષમાં રાખવાનું છે કે એવી કેળવણી કરી ન આપવી કે ગુણને બદલે અવગુણ આવે. ઘણું માબાપ એમ સમજે છે કે ભણાવવાથી છેકરીઓ ઉદ્ધત બની જશે અને તેથી ભણાવતા બહે છે પણ હમેશાં એટલું ધ્યાનમાં રાખવા જેવું છે કે નિશાળની કેળવણીના કરતાં ઘરની કેળવણુની અસર વધારે હોય છે, અને જે જે અવગુણ છોકરીઓ શીખે છે તે ભણવાથી નહીં પણ માબાપની બેદરકારીથી જ છોકરાંઓનું ભવિષ્ય સુધારવું એ ઘણે ભાગે માબાપના હાથમાં છે. બીજા બધા કેળવણી આપનારા કરતાં મા જે કેળવણું આપે છે તે ખરેખરી માનુષી કેળવણી હોય છે. બીજા બધા કેળવણીના સાધને કરતાં તે કેળવણીનું ઉત્તમ સાધન છે; કારણ કે તે માતૃપ્રેમ અને કોમળતાથી શીખવે છે. પુરૂષ તે માનવ પ્રજાનું મગજ છે, અને સ્ત્રી તે તેનું હૃદય છે, પુરૂષ તે તેલનશક્તિ છે, અને સ્ત્રી તે લાગણીવાળું મન છે. પુરૂષ તેનું બળ છે, સ્ત્રી તેની શેભા, અલંકાર અને આશ્વાસન સ્થાન છે. સ્ત્રીવર્ગ લાગણીએને કળવે છે અને તેના વિકાસથી વિશેષ કરીને સદાચરણ દ્રઢીભૂત થાય છે.
ભણેલાં છીએ એટલું કહેવરાવવા માટે ભણવા કરતાં ન ભણવું એ સારું છે, કારણ કે જે કહેવરાવવા માટે ભણે તે પુરૂં ભણું શક્તિ નથી અને તેથી ફાયદાને બદલે નુકશાન થાય છે. કેળવણું લેવાને અર્થ અમુક ચોપડીઓ વાંચી જવી જોઈએ તે નથી, પણ સારૂં તેટલું ગ્રહણ કરવાની બુદ્ધિથી જે વંચાય તેજ ફાયદો થાય. દરેક સ્ત્રીએ ચોવીસ કલાકમાંથી છેડે વખત પણ વાંચવા માટે રાખવે જોઈએ. અને તે પણ એવું વાંચન હોવું જોઈએ કે જેમાંથી આપણે કાંઈક સારું મેળવી શકીએ.