________________
[ માર્ચ. જૈન કોન્ફરન્સ હેરલ્ડ
છે. વકીલ ઇટાલાલ કાળીદાસે જણાવ્યું કે મૂળને કાઢી નાખીશું તે પરિણામ ભેગવવાનું રહેશે નહિ. લેભને લીધેજ માબાપે જીવતું માંસ વેચે છે. જે બંધ કરવું હોય તે કન્યાવિક્યને રીવાજ સમૂળગે કાઢી નાખે. બસે રૂપિયા લે કે પાંચ હજાર લે તે સરખું જ છે. કન્યા વિજ્ય કરનાર તરફ તિરસ્કારથી જોવામાં આવે તે પિતાની મેળે જ તે માણસ શરમાશે. કન્યાના માબાપ પર બીલકુલ ફરજીઆત ખર્ચ ન હોય તે કન્યા વિય કરવાનો સંભવ જરા ઓછો થાય. એક વૃદ્ધ પિતાની નવી પરણેલી સ્ત્રીને તેડીને સ્ટેશને ગયા. સ્ટેશન માસ્તર પારસી જાણતા હતા કે આ વૃદ્ધની સ્ત્રી છે, છતાં સ્ત્રીને તેણે કહ્યું કે દાદા સાથે ફરવા આવી છે ! આવી શરમ પણ ઓછી નથી. • | મી. વલભદાસ ત્રિભુવનદાસે જણાવ્યું કે હાનિકારક રીવાજો દૂર કરવામાં મનની દઢતા જ જોઈએ છે. એવી દઢતા ન થાય ત્યાં સુધી એ રીવાજો કર થઈ શકે તેમ નથી આવા હાનિકારક રીવાજથી સમતિમાં બહુજ બાધ આવે છે. ૧૬ થી રપ વર્ષ સુધીમાં વીર્ય પાકટ થાય છે. એ ઉમર દરમ્યાનના લગ્નની સંતતિજ શરીર સંપત્તિવાળી થાય છે. નિર્બળ સંતતિથી દેશની આબાદાનીને પણ હાનિ થાય છે. લગ્નમાં પુત્ર પુત્રીની સંમતિ પણ લેવી ઈષ્ટ છે,
મી. શિવજી દેવશીએ જણાવ્યું કે જ્યાં શ્રેતાઓ બેધ પામતા નથી, ત્યાં વક્તાઓનું જ જડપણું છે. હાનિ સમજાવવામાં આવે નહિ, ત્યાં સુધી એ રીવાજો નષ્ટ થવા દુર્લભ છે. કચ્છના મારા પ્રવાસ દરમ્યાન મેં ઘણું સુધારા કરાવ્યા છે, જે હજી અમલમાં છે. દરેક વ્યક્તિએ પોતેજ સુધરવું જોઈએ. બીજા માટે સુધારાની આશા રાખી બેસી રહેવું એ શ્રેયસ્કર નથી. ઉપદેશક ફરવાની જરૂર છે.
ઠરાવ ૧૦ મે. મી. દામોદર બાપુશાએ જણાવ્યું કે માણસ જન્મથી શુદ્ર ગણાય છે, પણ જેમ જેમ તેને સંસ્કાર થાય છે, તેમ તેમ તે ઉચ્ચ થતું જાય છે. આચાર્ય વર્ધન માનસૂરિએ આચાર દીનકરમાં ૧૬ સંસ્કાર વર્ણવ્યા છે. છતાં આળસ તથા મંદ બુદ્ધિથી જ આપણે શાસ્ત્ર પ્રમાણે સંસ્કાર કરવામાં ઢીલા રહીએ છીએ. પરમ શ્રાવક, ગુરૂની આજ્ઞાવાળ, સંસ્કારી કરાવી શકે. હે બંધુઓ ! જન્મથી જેન હોવા છતાં, સંસ્કારમાં વૈષ્ણવપણું રાખો તે તમે અર્ધા જેન અને અધ વૈષ્ય થાઓ છે! આવું આચરણ કરતે એકે ધર્મ છે? | મી. કુંવરજી આણંદજીએ જણાવ્યું કે જ્યાં સુધી શેની હાજરી ન હોય, ત્યાં સુધી આચાર દીનકર ગ્રંથમાં જણાવેલી વિધિ પ્રમાણે લગ્નાદિ સંસ્કાર કરવા એ આપણી પ્રથમ ફરજ છે. '