________________
• જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ માર્ચ મી. ભગુ ફતેહચંદે જણાવ્યું કે આડીટ થયા વિના હિસાબ પાસ થઈ શકે નહિ.
મી. લલુ કરમચંદ દલાલે સૂચના કરી કે આ હિસાબ પસાર કરે, પરંતુ હવે પછી એડીટ કરાવ્યા વિના પસાર કરે નહિ. | મી. કુંવરજી આણંદજીએ સૂચના કરી કે અત્યાર સૂધ જનરલ સેક્રેટરીએજ આડીટર ગણાય, અને તેમની સહીથી જ હિસાબ બહાર પડેલે હોવાથી તે આડીટ થયેલજ ગણાય. હવે પછી નવા બંધારણથી નકી કરવામાં આવશે કે ૨ ઓડીટરેએ હિસાબ તપાસ્યા પછી બહાર પાડે કે કેમ. દરમ્યાન આ હિસાબ નિયમ પ્રમાPને હેવાથી, આપ સર્વ પસાર કરશે એમ આશા છે. તાળીઓના અવાજ વચ્ચે હિસાબ પસાર થયે.
ઠરાવ નવમ.. મીઢઢ્ઢાએ જણાવ્યું કે જેવી રીતે સડક પરથી ગાડી, બગી વિગેરે સરલતાથી ચાલી શકે છે તેવી જ રીતે કાંટા વિનાના સંસારી રીવાજેથી સરલતાથી જીવન ગાળી * શકાશે. રીત રીવાજ એ આપણો ચાલવાને રસ્તે છે. રીત રીવાજો દૂર કરવામાં સ્ત્રીઓ મદદ કરે તે બહુજ જલદીથી સંસાર સુધરી જાય. રીત રીવાજોની ગાડી ચલાવનાર અમે છીએ, ગાર્ડ સ્ત્રીઓ છે, જન્મ મરણ ટર્મીનસીઝ છે. આપણું બાપદાદાએ જે રીવાજે ધારણ કર્યા તેઓ બેવકૂફ નહિ હતા. પરંતુ વખત બદલાતે જાય છે, તે વખતની સાથે આપણે વર્તન કરવું જોઈએ. શાસ્ત્રનું ફરમાન છે કે દેશ કાળને અનુસરીને ચાલવું. આપણે દેશકાળને જોઈને તે પ્રમાણે ન વતીએ તે શાસ્ત્રનું ઉલ્લંઘન કર્યું ગણાશે. એક બિલાડીને લગ્ન વખતે ટપલી નીચે દાબી દેવામાં આવી હતી, તે વિન દૂર કરવા માટે હતું, પણ તેની આસપાસના માણસે તથા વંશજેને બિલાડી દાબી દેવાનું કારણ ન સૂજતાં, લગ્ન વખતે બિલાડી દાબી દેવાનું તેઓએ ધોરણ દાખલ કર્યું. આ રીવાજ ચાલુ રાખવો શું વ્યાજબી ગણાશે? સંઘ મળતા હતા તે પણ એક જાતની કોન્ફરન્સ હતી. લગ્ન માતપિતાની ખુશીના થાયતે બાળલગ્ન, વરવધુની ખુશીનાં તે યુવાન લગ્ન તથા પાડોશીઓની ખુશીના લગ્ન તે વૃધ્ધ લગ્ન. લગ્ન વિષયવાસના તૃપ્ત કરવા માટેજ નથી. લગ્ન આ લેક અને પરલેક સુધારવા માટે શાસ્ત્રાનુસાર છે. બાળ લગ્નથી વીર્ય પુષ્ઠ રહી શકતું નથી, ધર્મમાં ચુસ્ત રહેવાતું નથી, તથા દેશ સેવા માટે શુરવીર થઈ શકતું નથી. લગ્ન ૨૫ વર્ષની ઉમરે થવા જોઈએ. શાસ્ત્રમાં બાળલગ્ન વિષે બીલકુલ પરવાનગી નથી. એગ્ય વયે લગ્ન કરવાની જ પરવાનગી છે. મુસલમાનથી બચવા માટે જ બાળલગ્ન જારી કર્યો. હાલ ઈગ્રેજોનું રાજ હેવાથી તે બાળલગ્નની વિધિને હવે તદન નાબુદ કરવી જોઈએ.
હાલ કંઈ એવી હદ જોઈએ કે જેથી પુરૂષ એક સ્ત્રી જીવતી છતાં બીજી સ્ત્રી કરે પણ તે અમુક ઉમર સુધી જ,