________________
કર
જૈન કેન્ફરન્સ હેરડ. | આર. લીધે જે બાબત યથાર્થ સમજણ ન પડે તે બાબતમાં શંકા થાય છે તે સ્વાભાવિક છે. તે તેવી બાબતમાં મુનિરાજોનું અને જૈન વિદ્વાનનું પરમ કર્તવ્ય તેવી શંકાઓનું સમાધાન કરી તેમની આસ્થા દ્રઢ કરવાનું છે. જ્યારે શંકાઓ દૂર થાય, અને તેનું યોગ્ય સમાધાન મળે, ત્યારે ધમ ઉપર જે આસ્થા વિદ્વાનોની થાય તે કેવળ જૈન ધર્મમાં જન્મ્યા છીએ માટે તે સાથી ઉત્તમ છે તેવું માનનારા ભાવિક વર્ગ કરતાં પણ વધારે દ્રઢ થાય. અને તેટલા સારૂ સ્કુલમાં અને કોલેજોમાં અપાતા વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક આપવાની જરૂર છે. જેમ શરીરને કેળવવાને કસરતની જરૂર છે, મનને કેળવવાને જુદા જુદા વિષયની જરૂર છે, તેમ આમોજતિને સારૂ ધાર્મિક અને નૈતિક બોધની જરૂર છે; જ્યારે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાય છે, ત્યારે તેની અચળ શ્રદ્ધા થાય છે અને કાર્ય પણ તેવા પ્રકારનાં થાય છે, માટે તનું સ્વરૂપ સમજવાને પણ કેળવાયેલું મન વધારે ઉપયોગી છે, માટે કેળવણી ઉપર આક્ષેપ નહિ કરતાં તે સાંગોપાંગ અપાય તેવી ગોઠવણ કરવાની જરૂર છે અને તે માટે યુનિવર્સીટીમાં જૈનસાહિત્ય દાખલ થાય તે હરાવ ઉપર પુખ્ત વિચારની આવશ્યકતા છે.
વળી એક આક્ષેપ એ મૂકવામાં આવે છે કે ભણેલાઓ કાંઈ કમાતા નથી તેના કરતાં વગર ભણેલાઓ વધારે કમાય છે તો પછી ભણવાની માથાકુટ કરવાથી શે લાભ છે?
બંધુઓ! આવું કથન કરનારાને અમે પૂછીશું કે શું બધા વગર ભણેલા, ભણેલા કરતાં વધારે કમાય છે? તેના જવાબમાં તે તેઓને કબુલ કરવું પડશે કે તેમ તે નથી. પણ કેટલાક સામાન્ય ભણેલાઓ પણ બદ્ધિશાળી વ્યાપાર દ્વારા વધારે ધન પેદા કરતા હશે. ભણેલાએ ઘણુંખરા નોકરીએ વળગે છે, અને તેથી પિતાના ભાગ્યને બાંધી લે છે, પણ જે તેઓ કેળવાએલી બુદ્ધિને વ્યાપારમાં પરે તે સામાન્ય મનુષ્યો વ્યાપારમાંથી જે ધન પ્રાપ્ત કરી શકે તેના કરતાં વધારે પ્રાપ્ત કરી શકે, એ નિઃસંશય છે. કેવળ વ્યાપાર ધંધા તરફ તેમનું લક્ષ ગયેલું નથી, માટે આ બાબતમાં પણ કેળવણી ઉપર દેવ નહીં નાંખતાં વિદ્વાનું લક્ષ વ્યાપાર ધંધા તરફ દેરવવાની જરૂર છે, કારણ કે નોકરીઓ બહુ થેડી અને ઉમેદવારે ઘણા, એટલે નોકરીમાં પગાર છેડે મળે એ સહજ સમજાય તેમ છે.
પણ જે લોકે વિદ્યાને-કેળવણીને-જ્ઞાનને આ પ્રમાણે ધન પ્રાપ્ત કરવાની શક્તિના ઘેરથી માપે છે, તેઓ જ્ઞાનના જે અગણ્ય લાભ છે તેને સમજતા નથી, એમ કહેવામાં જરા પણ વાંધો નથી. ધન એ સુખ મેળવવાનું એક સાધન છે, પણ ધનની પ્રાપ્તિમાં જ જીવતરનું સાર્થક નથી, તે પછી આપણે જ્ઞાનને લીધે નિ