________________
૧૯૦૭ |
પાચમી કોન્ફરન્સ. ધન પ્રણ જ્ઞાની સવ મહાત્માઓને પૂજ્ય ગણીએ છીએ, તેવા જ્ઞાનને ધનના ઘેરણથી માપવું એ ખરેખર આપણું અજ્ઞાનતાજ સુચવે છે. જ્ઞાનીઓને જ્ઞાનમાં નવું તત્વ શોધી કાઢવામાં, કુદરતનું છુપું રહસ્ય દષ્ટિએ પડતાં જે આનંદ, સંતોષ અને ઉચ ભાવના થાય છે તેની સાથે કેવળ ધનથી ઉપજતું સુખ સરખાવી શકાય તેમ નથી.
આ ઉપરથી આપ સર્વ સુજ્ઞ બંધુઓ સમજી શકશે કે કેળવણી ઉપર જે આક્ષેપ મૂકવામાં આવ્યા છે તે નાપાયાદાર અને ગેર સમજને લીધે ઉત્પન્ન થયેલા છે. વળી કેળવણીને ફેલાવાથી આપણે કેમને જે લાભ ભવિષ્યમાં થશે તે તરફ લક્ષ દોરવવાની ખાસ જરૂર છે.
જે આપણા બાળકને અને બાળકીઓને સાંગોપાંગ શારીરિક-માનસિક-નૈતિક અને ધાર્મિક કેળવણી મળે, અને જે તેમનાં મન પુરેપુરી રીતે કેળવાય, તે પછી આપણે જે સુધારો કરવા માગીએ છીએ, જે કન્યાવિય, બાળલગ્ન આદિ કુરીવાજને જડમૂળથી ઉખડી નાખવા મથીએ છીએ, તે કાર્ય ઘણું જ સુગમ થઈ જાય; લેકે પિતાની મેળે ખોટા રીવાજોને સમજે અને તેમાં એગ્ય સુધારો કરી શકે. માટે હે બંધુઓ! કેળવણીની વિરૂદ્ધ જે પવન આપણે કોમમાં ફેલાય છે તેને દૂર કરી બાળકોની તેમજ બાળાઓની વિદ્યાવૃદ્ધિ અર્થે જે જે પ્રયત્ન થશે તે સર્વ પ્રસંશાને પાત્ર છે. અને તેમાં જે જે મનુષ્ય ભાગ લેશે તે આપણી કોમના ખરા હિતચિન્તકે છે.
મહિલા પરિષદ સાજને! પાટણમાં પહેલી મહિલા પરિષદ્ ભરવામાં આવી હતી, પીઓ આપસ આપસમાં મળી સ્ત્રી જાતિની ઉન્નતિના માર્ગ પર વિચાર ચલાવે અને આ પ્રમાણે રથનાં બે ચક્રો એક સાથે જ પ્રયત્ન કરે તે મેટું ભગિરથ કાર્ય પણ સહજમાં સિદ્ધ થાય, કારણ કે સ્ત્રીઓના વિચાર કેળવાય એટલે સુધારાને માર્ગ સરળ થયે એ નિશ્ચિત છે. માટે સહકુટુંબ આવેલા ડેલીગેટેની સ્ત્રીઓ તેમજ આ સ્થળની મહિલાઓને સ્થાનિક મેલાવ ભરવાનું અત્રેની સ્વાગતકમીટીએ ઉચિત ધાર્યું છે. પણ આવા ઉચ્ચ અને કોમની ઉન્નતિના આવશ્યક કાર્યને સારૂ આપણે સ્ત્રી વર્ગ બરાબર ચડ્ય થાય, તે વાતે સ્ત્રી કેલવણ ઉપર પુરતું લક્ષ આપવાની જરૂર છે, અને સારી કન્યાશાળાઓ સ્થાપવામાં જેમ મદદ કરવામાં આવશે તેમ સ્ત્રીઓ સુશિક્ષિત થશે અને આપણને આપણી ઉન્નતિના મહાન કાર્યમાં સહાયભૂત થશે.
છેવટમાં આપ સર્વેનું એક અતિ અગત્યની બાબત પર ધ્યાન ખેંચવાની રજા લેઉં છું. હિંદી પ્રજાકીય કોંગ્રેસ છેલ્લા બાવીસ વર્ષથી હિંદુસ્થાનના જુદા જુદા ભાગેમાં ભરાય છે, અને આપણી કેન્ફરન્સ છેલ્લા પાંચ વર્ષથી હયાતીમાં આવી છે.