________________
૧૯૦૭ ]
પાંચમી કેન્ફરન્સ. થાય છે. “ભણવાથી શું લાભ છે? ભણેલાએ ઘણા અર્થડાય છે, અને ભણવાથી તેઓ નિર્બળ અને ધર્મભ્રષ્ટ થાય છે, માટે થોડું ઘણું જ્ઞાન આપી તેઓને વ્યાપાર ધંધે લગાડવા કે જેથી કરી કમાઈને સુખી થાય.” આવા અથવા આવા પ્રકારના વિચારો જે કામોમાં ફેલાય તે કોમ પોતાની ઉન્નતિ શી રીતે કરી શકે! માટે તે વિચારોમાં કેટલી સત્યતા છે, અને કેટલે અંશે તેઓ ખરી સ્થિતિના અજ્ઞાનથી ઉદ્દભવ પામ્યા છે, તે પર શુદ્ધ ચિત્તથી વિચાર કરે તે કેમના દરેક હિતચિન્તકનું આવશ્યક કાર્ય છે.
વિવેકી સચ્ચા ! આપણામાં જે છેડા ઘણા વિદ્વાને છે તેમના તરફ દ્રષ્ટિ ફેંકતાં એટલું તે કબુલ કરવું પડે કે તેમાંના ઘણા ખરાનાં શરીર જોઈએ તેવાં બાળણ હતાં નથી, અને કેટલાક નિર્બળ અને શક્તિહીન માલુમ પડે છે. પણ શું આ કેળવણીનું પરિણામ છે? શું તેમની નિર્બળતા તેમના વિદ્યાભ્યાસને લીધે જન્મ પામી? આ વિષયમાં સૂક્ષ્મ અવલોકન કરતાં જણાય છે કે નિબળતાનું કારણ વિદ્યાભ્યાસ નથી, વિદ્યાભ્યાસીઓ કેવળ તેમના અભ્યાસમાં મગ્ન રહે છે, કેવળ પિતાના મનને જ ખીલવે છે, પણ શરીર જેને કસરત, શુદ્ધ હવા અને આરામની જરૂર છે, તે પર પુરતું લક્ષ આપતા નથી અને તેની સાથે બાળપણમાં લગ્ન થયેલાં હોવાથી પતિ તરીકેની ફરજ બજાવવાની હોય છે અને તેમાં વળી સંતતિ હોય તે પિતા તરીકેની ફરજો પણ સાથે સાથે અદા કરવાની હોય છે. આ વગેરે અનેક બાબતે નિબળતાના કારણપ છે. કેળવણીને માથે દેષ મૂકો એ નિરર્થક છે. પ્રાચીનકાળમાં વિદ્યાભ્યાસના સમયમાં વિદ્યાથીઓ બ્રહ્મચર્ય વ્રત પાળતા હતા અને તેથી કરી સારી રીતે વિદ્યાભ્યાસ કરી શકતા અને શરીરે પણ મજબુત રહેતા. માટે આપણા વિવાથીઓ શરીરે મજબુત બળિણ અને નિરોગી થાય તે સારૂ શારીરિક કેળવણી ઉપર લક્ષ આપવાની, બ્રહ્મચર્યના ફાયદા સમજાવવાની, અને તે સાથે બાળલગ્ન અટકાવવાની આવશ્યકતા છે એ આ ઉપરથી સિદ્ધ થાય છે. કેળવહીના જે અંગમાં ન્યુનતા છે તે પુરી પાડવાની છે, પણ કેળવણીને નિન્દવાથી કાંઈપણ ઇચ્છિત લાભ મળવાનો નથી.
બીજે આક્ષેપ એ મૂકવામાં આવે છે કે ભણેલાઓ ધર્મભ્રષ્ટ થાય છે આ આક્ષેપમાં બહ સત્યતા હોય એમ લાગતું નથી. આપણા સન્મુખ જે વિદ્વાનોનું મંડળ બેઠેલું છે, તેમની તરફ દષ્ટિ કરતાં પ્રાતઃકાળના સૂર્યના પ્રકાશ આગળ ધુમસની માફક તે આક્ષેપ અદ્રશ્ય થાય છે; ખરી વાત છે કે કેટલાક ભણેલાના મનમાં ધર્મના કોઈ કઈ તની બાબત શંકા થાય છે, પણ તેમાં પણ કેળવણી દેષને પાત્ર નથી. કેળવણી મનુષ્યની વિવેકશક્તિ જાગૃત કરે છે. તેને સત્ય અને અસત્ય વચ્ચે ભેદભાવ કરતાં શીખવે છે, અને તેની જાગૃત થયેલી વિવેકશક્તિને