________________
જૈનહિત છુ.
to age the code of the dominant or ruling class, slowly accumulated, no doubt, and slowly modified, but always added to and always admini. stered by the ruling class. ” ભાવાર્થ કે, પ્રબળ અથવા સત્તાધારી વર્ગની માન્યતા એજ દેશને “કાયદે બને છે. અલબત એમાં ધીમે ધીમે ઉમેરો અને ફેરફાર થતા જાય છે પણ દરેક ફેરફાર મૂળ માન્યતાને વધારે ને વધારે મજબુત જ બનાવનાર થઈ પડે છે. કાયદાનો અમલ પણ પ્રબળ કે સત્તાધારી વર્ગના જ હાથમાં હોય છે. આ જોતાં જે જમાનામાં માલકીની ભાવનાવાળા વર્ગ પ્રબળ થ છે તે જમાનામાં કાયદ” માલેકીને નીતિ ઠરાવે, માલેકીનાં સાધને એટલે કે હરેક જાતના વ્યાપાર અને સદાને નીતિ’ ઠરાવે અને કાનુન’ની યેજના કરે, એમાં કાંઈ આશ્ચર્ય જેવું લાગશે નહિ. આજની ખાનદાની એટલે પૈસાની ખાનદાની. તમામ બાબત પૈસાની તરફેણમાં છે. પૈસાવાળાની સાક્ષીનું ઘણું જ વજન પડે છે. ન્યાય મેળવવો એ પણ પૈસાળાને માટે જ શક્ય છે, કારણ કે ન્યાય મળે કરવામાં આવ્યો છે. ફળીઆમાં ગંજીફાની રમત રમતાં પાઈ-પૈસાની હાર-જીત કરનાર ગરીબોને ગુન્હેગાર” તરીકે પકડી જવામાં આવે છે, હારે શેર બજાર અને કાપડ બજાર અને કેલાબામાં એક મીનીટમાં લાખ્ખના સટ્ટા કરનાર શ્રીમંતોને “આબરૂદાર’ માનવામાં આવે છે અને જે.પી., એનરરી મેજીસ્ટ્રેટ કે સી. આ. છે. ના પૂછતાં મુખ્યત્વે તે વર્ગમાંના જ પામે છે. બાર બાર કલાક મજુરી કરવા છતાં જીંદગીની જરૂરીઆત ન પામતા મુંબઈના મોલ– મજુરોએ ચુપચાપ કામ છોડયું અને મહીના મહીના સુધી ભુખે મરતા મજુરોને ન્યાય આપવા માલકોએ કાળજી ન બતાવી હારે અભણુ અણઘડ મજુરો પિકી કોઈએ થોડા પથરા ફેંક્યા એટલામાં તો એમના ઉપર, મુંબઇનાં તમામ રોછદાં પત્રો જણાવે છે તેમ, પિોલીસની ગોળીઓ પડવા લાગી અને ત્રાસ ફેલાયે. આવા બનાવ ઈંગ્લંડમાં ઘણું બન્યા છે અને આજે પણ બને છે પણ હાં ગોળી ચલાવવામાં આવતી નથી. પોલીસ મિક્તવાળા એકલાનું જ રક્ષણ કરવા માટે અને મજૂરવર્ગનું જીવન અશક્ય બનાવવા માટે ન હોઈ શકે, એમ હાંની પ્રજા હમજી શકે છે. હિંદના મીલમાલેકને હિંદી ગરીબ ખેડુત સસ્તી કિમતે પાસ આપે છે અને ઓછા પગારના હિંદી ભરોજ સુતર તથા કાપડ બનાવી આપે છે તે છતાં મીલ