________________
સમયના પ્રવાહમાં
-
૧૩૧
સમૂહને પિતાની પાછળ ખેંચી શકે અને એમના હૃદય ઉપર સત્તા જમાવી શકે છે, મારા તત્ત્વજ્ઞાનને તે ગૌરવને વિષય જ લાગે, નહિ કે શરબેને; અને હૈમાં પણ જ્યારે કોઈ મુનિ, શ્રી વલ્લભવિજેયજીની માફક, અમુંક વર્ગમા હૈદય પર સત્તા જમાવવાની પિતાની શક્તિને ઉપયોગ સમયસૂચક્તાપૂર્વક વિદ્યાવૃદ્ધિ માટે જોઇતા ધનને સંચય કરાવવામાં કરે હારે તે હેમને માટે ધન્યવાદના બે બાલ બેલ્યા વગર ભાગ્યે જ રહી શકાય. મારવાની હિંડોરે કરીને છેલ્લે થોડા મહીનામાં મુનિશ્રી વલ્લભવિજ્યજીએ સુમારે અઢી લાખ રૂપિયાનું ફંડ કેળવણીને અંગે ઉભું કર્યાનું કહેવાય છે, જે ખચીત જ પ્રશંસાપાત્ર છે. હવે એ ઈચ્છવા જોગ છે કે મુનિ શ્રી મારવાડની અશિક્ષિત સ્થિતિ લક્ષમાં રાખી આ રકમ વસુલ કરાવવા અને તેની વ્યવસ્થા કરવા તરફ સપૂર્ણ કાળજી રાખતા રહે. શ્રી વલ્લભવિજ્યજીની આ ફતેહ એ જ વગરના કેટલાએક મુનિઓને ખુંચશે. ( કદાચ ખુંચવા લાગી પણ છે), પણ તે તે ઉલટું સારૂં! એથી તેઓ પોતે (કીર્તિના લોભે પણ) કાંઈક કરવા પ્રેરાશે અને એટલે દરજે સમાજને હિત જ થશે. એક તરફ શ્રી આનંદસાગરજી જૈન શાસ્ત્રોદ્ધારનું કાર્ય પોતીકું કરી એ પાછળ લાગી રહ્યા છે અને બીજી બાજુ શ્રી વલ્લભવિજયજી જેનોમાં પાશ્ચાત્ય શિક્ષણના પ્રચારના કાર્યને “અપનાવી રહ્યા છે. બન્નેની પ્રકૃતિમાં માનને લેભ સવિશેષપણે છે અને એ સ્ટીમ જે ખંડનમંડનમાં ખર્ચાતી તે ઉપયોગી સેવામાં ખર્ચાવા લાગી છે એ શુભસૂચક છે. (નીતિવાદીઓ ધ્યાન દે કે, ક્રોધ, માન, લંભ આદિ શક્તિઓ એકત વિર્ય નથીઃ તે “પ્રશસ્ત” બની શકે, તેમજ “અપ્રશસ્ત” પણ બની શકે. એ શક્તિઓને નાશ ઈચ્છવામાં હિત નથી પણ એને સદુપયેગા કરે જ હિતાવહ છે.)
કરન્સનું પ્રમુખપદ લાલા લતરામજી જેનીને આપવામાં આવ્યું હતું. એમનું વ્યાખ્યાન ગમે તેમ લખાવા પામ્યું હોય અને ગમે તેમ વંચાવા પામ્યું હોય પણ, ૨૫-૫૦ બહારના અને ૧ હજાર મારવાડી બંધુઓ સમક્ષ મૂકાયેલા પ્રમુખ તરીકેના વિચારોમાં જાહેર હિમતનું તત્ત્વ તે અવશ્ય હતું. એ વિચારે પિકી નીચેના વિચારે અર્થસૂચક અને બુદ્ધિમાનનું ધ્યાન ખેંચે તેવા. છેઃ (૧) સમાજના નૈતિક જીવનને સુદઢ અને સંગઠિત કરવા માટે જેમ ધર્મની જરૂર છે તેમ ધાર્મિક જીવનની પ્રગતિ માટે સામાન્ય