________________
૧૪૮
નહિતેચ્છુ..
mmmmmmmmm
ભરેલા છે અને એ સિદ્ધાન્ત એવા મેહક છે કે અજ્ઞાન લેકવર્ગ તેમજ આજના ભણેલાઓ પણ એમાં જલદી ભોળવાઈ જાય છે અને પરિણામે નિસત્વ બને છે, તેથી જેમાત્ર સિદ્ધાન્તોની ચર્ચા ખાતર જ-આ પ્રયત્ન સેવવો યોગ્ય ધાર્યો છે. આર્યસમાજની ચિકિસા થોડાં વર્ષ ઉપર એ વર્ગના જ વાજીંત્રધારા હે કરી હતી, અને તે પ્રસંગે જણાવ્યું હતું કે એ વર્ગમાં mysticism નથી, કે જે ધર્મના ઉંડા સ્વરૂપને પિછાનવા માટે જરૂરનું તત્ત્વ છે; પણ જે કાળે સમાજનો જન્મ થયો હતો તે કાળની આ દેશની સ્થિતિને mysticism
જરૂરનું કે હિતાવહ નહોતું માટે જ તે તત્ત્વ એ નવી હીલચાલમાં - કુદરતે આમેજ કર્યું નહોતું. હિંદની રસાળ ભૂમિ પરના કાંટા સાફ
કરી ખેતી કરવા ગ્ય જમીન બનાવવાનું મહાકઠીન પ્રાથમિક કામ કુદરતે આર્યસમાજને સેપેલું છે. સુંદર રંગબેરંગી પુષો ઉગાડવાનું પ્રિય પણ સહેલું કામ તે પછીનાઓને સોંપાશે. પણ પાછળ આવનારાઓએ પિતાને ઉચ્ચ અને પહેલાઓને તુચ્છ ગણવા જેવી કે પિતાને કમળ અને પહેલાઓને નિષ્ફર-કઠેર-rough ગણવા જેવી આત્મઠગાઈ કરવી જોઈતી નથી.
ઘણાએ આર્યસમાજીઓએ હિંદુઓની તેમજ જેનેની લાગણ-કેટલેક પ્રસંગે નિરર્થક પણુ–દુભાવી છે, એ મહારા ખ્યાલ બહાર નથી. પણ તે છતાં હું આર્યસમાજને સ્ત્રીઓની કોમળતા, નાજુકતા. કે મહાત્માઓની “દયાળુ તા ધારણ કરત જેવા ખુશી નથી. હિંદ " અને હિંદુવ હજી પુરે જાગ્રત થયો નથી જ અને હજી એને
ભડકાવનાર-ચમકાવનાર–તત્વની અનિવાર્ય આવશ્યક્તા છે. એ તત્વ વિદેશીઓ પંજાબના છેલા બનાવો જેવા બનાવોઠારા પુરું પાડે તે કરતાં સ્વદેશી અને સ્વધર્મી આર્યસમાજ કે બીજો કોઈ એ વર્ગ પુરું પાડે એ વધારે ઈચ્છવાજોગ છે. પંજાબના અત્યાચાર પ્રસંગે આર્યસમાજીઓ પર થયેલા ત્રાસથી તેઓને જુસ્સો દબાઈ જાય તે ગાંધીજીની પેઠે હું ખુશી ન થાઉં પણ ઉલટે નાખુશ થાઉં, કારણ કે અગાસીમાં પડતા વરસાદના પાણુને વહેવાનો માર્ગ નથી મળતું તે છેવટે ઘર કાણું કરીને પણ તે વહે છે. તે ઉલટું નુકસાનકારક છે. બહાદુરીની જગાએ વક્તા આવે એ અતિ અફસોસજનક છે.
નવા સમાજે, નવા ધર્મો, નવી રાષ્ટ્રિય હીલચાલે, નવાં યુદ્ધો એ સર્વ, અમુક અમુક સમાજની અનિવાર્ય આવશ્યક્તામાંથી જ જન્મે છે. હિંદુ સમાજ મુડદાલ ન બજે હેત, હિંદુ ધર્મ પર મેલના પિપડેપોપડા ન બાઝયા હતા, તે દયાનંદજી કે આર્યસમાજ