________________
સમા લોચના.
૨૧૮
મહારી વીતક વાર્તા, લેખક મુનિ શ્રી છોટાલાલજી, પ્રસિદ્ધકર્તા વિધવાબાઈ રંભાબાઈ મૂલ્ય ૦-પ-૦, મળવાનું ઠેકાણું ડી. વી. તલસાણીઆ, નાની બજાર, વઢવાણ કેમ્પ.
આ પુસ્તકમાં એક કલ્પિત વિધવાના દુઃખની કહાણી એક જૈન મુનિના હાથથી લખાયેલી છે. મુનિશ્રી કહે છે કે કંઠાળ પ્રદેશની એક વિધવાએ હેમને પિતાની કહાણું કહી સંભળાવીને ઘટતા ફેરફાર સાથે પ્રગટ કરવા વિનંતિ કરી, એવા આશયથી કે સમાજનાં દીલપર તેથી સચોટ અસર થવા પામે અને બીજી વિધવા બહેનેને ભવિષ્યમાં ફાયદો થવા પામે. આખું પુસ્તક લાગણી ઉશ્કેરનારું, અથુપાત કરાવનારું અને “ પોપકાર ” ના બહાને નીતિમાન વિધવાઓનું શીલ = લૂટી એમને અભ્રષ્ટ તતભ્રષ્ટ કરનાર પૂત્ત તરફ તીરસ્કાર ઉપજાવનારું છે. વિધવાવિવાહના વિરે ધીઓને આ હાની કહાણી ખાસ વંચાવવી જોઈએ છે. ભાષા પણ દંભવગરની છે. જૈન મુનિઓનું એક કર્તવ્ય દાખીને દીલાસો આપવાનું છે અને મુનિશ્રી છોટાલાલજીએ આ પુસ્તક લખીને સેકડે વિધવાઓની વકીલાત કરી હેમને એક પ્રકારને મુગો દીલાસો આપ્યો છે, જે સ્તુત્ય છે. જૈન મુનિએ સંસારના સવાલમાં પડવું જોઈએ કે એનાથી દૂર રહેવું જોઈએ એવો એક સવાલ કેટલાક તરફથી ઉપસ્થિત કરવામાં આવશે. આ સવાલ, વિધવાઓએ ફરી લગ્ન કરવા જેટલી નબળાઈ ધારણ કરવી જોઈએ કે કામને પરાજય કરી એને વટાવી જ જોઈએ, એ પ્રશ્નના જે જ છે. બન્ને સવાલને ઉત્તર એકસાથે અને એક જ રીતે આપી શકાય તેવો છે. એક ગૃહસ્થ વા ત્યાગી કે જેણે આત્મવિકાસને માર્ગ સ્વીકાર્યો હોય એણે પ્રથમ તે “ લાગણી” ને “અશુભ – માંથી ખેંચી “ શુભ ” માં લાવવી જોઈએ અને પછી “શુભ” “અશુભ ” થી પર એવા “શુદ્ધ’ – નિશ્ચય”માં–સ્થીર થવું જોઈએ. આ ક્રમ છે. બીજાની દયા ખાવી-એટલે સુધી કે દેષિતની પણ દયા ખાવી એ “શુભ ”ના અનુયાયીને માટે આવશ્યક છે–એના પિતાના આત્મવિકાસ માટે આવશ્યક છે. શુભ (દયા, ક્ષમા, પરેપકાર) માં લાંબી મુસાફરી કર્યા બાદ તે “શુદ્ધ” માં દાખલ થાય છે કે હાં હેનું હૃદય તે ભૂમિકા ” ના કઈ ખાસ પ્રકારના પહાડી વાતાવરણને લીધે એવું બને છે કે એને કોઈ ચીજ કે બનાવ અસર જ કરી શકે નહિ. હાં પછી વિધવાની કે સધવાની, દુખીની કે સુખીની, ગૃહસ્થની કે ત્યાગીની દયા ખાવાનું કે લાગણું ધરાવવાનું રહેતું જ નથી.