Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 268
________________ * * * ૨૫૪ જેનહિતેચ્છ. અતિ સૂક્ષ્મ, તેમજ ચેતન પદાર્થો સાથે સહવાસમાં આવવું, એમાંથી હરકોઈ રીતે કાંઈ નહિ ને કાંઈ ખેંચી પિતામાં શામેલ કરવું-એ ક્રિયા વગર જીંદગી ટકાવવી શક્ય જ નથી, એ હું નિર્વિવાદપણે જોઈ શકું છું, હારે હવે ત્રણ માન્યતાઓને સિદ્ધાન્ત’ તરીકે સ્વીકારવાથી જ મહારું ગાડું આગળ ચાલી શકશે. એ ત્રણ સ્વીકૃત પક્ષે ” આ છેઃ (૧) હું હયાતી ધરાવું છું, (૨) હું હયાતી ટકાવવા ઈચ્છું છું, અને (૩) હયાતી ટકાવવી સર્વ પૂલ, સૂક્ષ્મ અને ચેતન પદાર્થોથી દૂર રહી પડયા રહેવાથી શક્ય નથી, પણ એ સર્વ પદાર્થો પૈકી જે કોઈ અકસ્માતથી મહારી નજદીકમાં આવવા પામે તેમજ જે કોઈ હું પ્રયત્નથી હારી નજદીકમાં લાવી શકે તે સર્વમાંથી જે કાંઈ ખેંચી શકાય તે ખેંચવાથી જ હયાતી ટકી શકે છે. આ હમજાયું તો મિત્રતાની અનિવાર્ય આવશ્યક્તા આપઆપ હમજાઈ ગઈ. કૂવામાંથી મહારે પાછું ખેંચવું છે, તે ડલ અને દેરડાને મિત્ર બનાવવા જ પડશે. દેરડું એ “સારી ” ચીજ છે કે “ખોટી,” દરડાથી તે ગળે ફાંસે ખવાય છે માટે એ તે ભયંકર ચીજ છેઃ ઈત્યાદિ તમાં પડવું સૂતાભર્યું છે. “ મિત્રતા એ જીદગીની અનિવાર્ય આવશ્યક્તા છે. મહારે જીવન ટકાવવું છે એ જે ચોક્કસ છે તે ચીજો અને મનના સંસર્ગમાં આવવું જ પડશે એ પણ એક્કસ છે. અને કેટલીક ચીજો, કેટલીક વૃત્તિઓ અને કેટલાક મનુષ્યો સાથે બીજી ચીજો, બીજી વૃત્તિઓ અને બીજા મનુષ્યો કરતાં વધારે નીકટને સંબંધ “ર ” જ પડશે, કારણ કે તેઓના બળને પિતાનું બનાવી એ બે બળ વડે વધારે જળ ખેંચવું શક્ય છે. આ મનુષ્યરૂપી છોડને ઉછેરવા માટે કુદરતે દરેક “છેડ” માં-દરેક મનુષ્યમાં–ખેંચવાની શક્તિ ” મૂકી છે. નિર્દોષ નાજુક ફુલઝાડને જુઓ. એ નિર્દોષ ચીજ પણ હવામાંથી, જળમાંથી અને સૂર્યમાંથી તથા જમીનમાંથી તવ ખેંચ્યા જે કરે છે અને એ વડે જ “ઉછરે છે.”. મધમાખ એ કુલઝાડને વળગી એમાંથી કાંઈક ખેંચે છે અને એ ક્રિયા વડે પિતાને ઉછેરે છે.

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288