Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 275
________________ મિત્રતા. ૨૬૧ એકબીજાનાં લોહી ચૂસવાને સેંકડો હજારે મનુષ્ય અહેનિશ તલપી રહ્યા હોય છે. કોઈ સારો સ્વાંગ પહેરીને લલચાવી દોસ્ત બનવા માતે હશે, કોઈ મીઠ્ઠી વાતો વડે વશીકરણું કરવા ઈચ્છતો હશે, કોઈ ભેજન માટે આમંત્રણ આપી કે ગાડી ધાડામાં ફેરવી દીલ સંપાદન કરવા મથતો હશે, કોઈ હાને સરખે ઉપકાર’ કરી એના બદલામાં હજારગુણ મહાન લાભ લેવાની તજવીજમાં ફરતા હો, કાઈ નાણું લેવા તો કોઈ લાગવગ લેવા અને કોઈ પ્રસિદ્ધિ લેવા ધમાલ કસ્તો હશે, કઈ ઉપદેશ લેવાના બહાનાથી તમારી સોબત શોધ હશે, કોઈ બીદ્યની તે કઈ દારૂની અને કોઈ તો વળી સુંદર સ્ત્રીની લત લગાડી એ રીતે પોતાની દોસ્તી હમારા ગળામાં નાખવા મથ હશે ! કે હમારો બરાબરીઓ તે કોઈ હમારાથી રહડીઆતે અને કોઈ હમાથી ઉતરતી લાયકાતવાળો હશે, પરંતુ તે દરેક હમને દોસ્ત” બનાવી હમારામાંથી કાંઈ નહિ ને કાંઈ અર્થ સાધવા તપી રહ્યો હશે. કોઈ બળવાન થઈને તો કોઈ: દયાપાત્ર થઈને, કોઈ હમારા પ્રશંસક થઈને તે કોઈ પ્રશંસાપાત્ર થઈને, કોઈ રાજા તો કોઈ અમલદાર તે કઈ વ્યાપારી કે દલાલ તરીકે હમારું ભલું કરવાના દેખાવથી બસ્તી' શોધશે. કુંકતા જવાની સાથે જ પગ કોતરતા જતા આવા હજારે ઉંદરની વચ્ચે, યુવાન દસ્ત! ત્યારે હવે વસવાનું છે. સાવધાન! ચેરપલ્લવી નામના નગરની મધ્યમાં રહેવાનું છે એટલું જ નહિ પણ હાં કાંઈ રળેલી મિલકત જાળવીને એમાંથી ગુજરાન ચલાવવાનું નથી પરંતુ વળતા જવું અને રક્ષા કરતા જવું એમ એવડું કામ બજાવવાનું છે. એક ખરા વીર–બહાદૂર પુરૂષ તરીકે કે હારે વર્તવાનું છે. ભયભીત થઈ ખોટે વૈરાગ્ય ધારણ કરવું કે શુષ્ક–અક્રિય–સુસ્ત થઈ ગતિ અને પ્રગતિને રોકવી એ હવે આ વખતે પાલવવું જોઈએ નહિ. પરતુ હિમત, નિડરતા, સાહસ, ઉ. સાહ, ઉદ્યમ, પરાક્રમ, બેલ, વિર્ય એ સર્વ શક્તિઓની મદદથી આગળ વધતા જવું અને તે સાથે જ સાવધાની, દુરંદેશીપણું, વ્યવહારકુશળતા, સામ-દામ–ભેદ અને દંડનું જ્ઞાન તથા ધંય એ સવો વડે પિતાની રક્ષા કરતા રહેવું એ જ હારે માટે ઈષ્ટ છે. એકલા કવિના હવાઈ કિલા કામ લાગશે નહિ, એલી ભલાઈ અને સજ્જનતા બચાવી શકશે નહિ, એકલું સાહસ અને પરાક્રમ કારગત થશે નહિ. આ એ ઝરે છે કે જેમાં અનુકૂળ તેમજ પ્રતિકૂળ

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288