________________
કેટલીક અપ્રિય ચર્ચાઓ.
૨૪૩ - જ કહેશે કે “ ખબરદાર ! મારા આંગણે ન ઉભે રહેતો ! હારી વાત સાંભળી મહારા કાન અપવિત્ર કરવા હું નથી માંગતેજા, કેક માનદ્રોહી–વેશ્યાપુત્ર પાસે આવી વાત કરવાની ધૃષ્ટતા કરજે. મહારી. જનેતાને હું વર્ષોથી જાણું રહ્યો છું–તું મહને હેના ગુણદોષથી. વાકેફ કરનાર પરમાથીને બેટ વળી કહાંથી આવ્યે છે?” અને જે એવો જવાબ તે પુત્ર ન આપી શકે તે માતાએ પોતે જ એ પુત્રનું ગળું દાબીને એ કૃતધત પુત્રને દુનિયામાંથી દૂર કરવા જેઈએ અગર પોતે એવા પુત્રને જન્મ આપવાના ગુન્હાના પ્રાયશ્ચિત્ત ' તરીકે દેહ છોડવો જોઈએ.
ખટપટ કરનારાઓ ઉપર હું રોષ નહિ કરું. જાહેર જીવનને લીધે એક માણસને સેંકડો વિરોધીઓ થાય જ, અને અજ્ઞાન વિરાધી પોતે માનેલું વૈર વાળવા ખાતર ગમે તે જાતનું હથીઆર પણ વાપરે, પણ લોકોના હૈયાં એવાં કેવાં અધમ થઈ ગયાં હોય કે
હેને ચારિત્રની કસોટી વીસ-વીસ વર્ષ સુધી કરવાની તક મળી હાય, હેને અસાધારણ અને પરોપકારી વ્યક્તિ તરીકે માનપત્રો પોતે જ આપ્યાં હાય હેને એક ઘડીમાં(કોઈના બહેકાવ્યા બહેકીને) શંકાપાત્ર માનવા તૈયાર થાય, હેની નિંદાની હલકામાં હલકી વાત સાંભળવાને પિતાના કાન ધીરે, એટલું જ નહિ પણ એવી વાત માને અને તે પર અમલ કરે? આ વ્યકિતઓ–પછી તે ગમે તેવી શ્રીમંત હોય કે સ્નેહી હોય કે મારા સમક્ષ હજાર ભલી વાતો કરનારી હાય, પણ એ વ્યકિતઓને હું મહારા દ્રોહી અને રાક્ષસ જ માનું સમાજસેવક કે સમાજનેતા થવા ઈચ્છનારને હું મહારા અંગત અનુભવથી અને મોંઘા મૂલ્ય ખરીદેલો અનુભવ આપીશ કે હમે શત્રુને. વિશ્વાસ ભલે કરજે, પણે હમારા પ્રશંસકો અને સાગ્રીતોથી પૂરા ચેતતા રહેજો.
જેઆએ કાંઈપણ રકમ મોકલી છે તેઓએ (૧)ક તે જૈનહિતેચ્છના ૧૮૧૬૬૮૧૭ અને ૧૮૧૮ના લવાજમ તરીકે મોકલી છે, કે જે આખી રકમ–ખર્ચ બાદ કર્યા સિવાયજર્સોલરશીપ ફંડમાં મહે જમા આપી છે, અને (૨) કાં તે માસિક સ્કોલરશીપ તરીકે હફત, મેકલ્યા છે. આ બીજું દાન કરે તે કીર્તિ માટે, અગર તો(૨) મહારાથી થયેલી કોઇની અંગત સેવાના બદલા તરીકે જાહેર સેવા કાર્યમાં દાન કરી એ પ્રશસ્ત રીતે ત્રણમુક્ત થવા ખાતર, અગર તો) આત્મકલ્યાણ ખાતર થયાં છે નહિ કે વાડીલાલ ઉપર મહેરબાની