________________
વધાઈ વધાઈ વધાઈ
૨૪૭
mm
*
*
- *
*
*
ઠેકાણે લાવવા ખાતર જ એક વખત આ ત્રણે મારિકાના દફતરમાં નામ નેધાવી એક વર્ષ માટે તો ગ્રાહક અવશ્ય બનશે.એમ કરવાથી બે હેતુ એક સાથે સરલ થશેઃ (૧) બ્રહ્મચારીની ભ્રમિત બુદ્ધિ અને જોહુકમીના પિતે દાસ નથી એમ-કેઇ પણ જાતના ધાંધલ કે ક્રોધ વગર ચુપકીથી–બતાવી અપાશે, અને (૨) જે પત્રોને બહિષ્કાર કરવામાં આવ્યો છે તે કેવાં ઉત્તમોત્તમ પડ્યું છે અને કોમના ખરેખરા મિત્ર તરીકે કેટલા ઉપકારી છે તે બાબતને નિર્ણય પિતાની જાતે જ કરી શકાકે. ખાસ કરીને “જૈનહિતૈષી ” જેવું ઠરેલ, વિદ્વતાપૂર્ણ, શુભાશયથી ભરપૂર અને સમર્થ માસિક આખા જૈન સંસારમાં બીજું એક પણ નથી એમ હું તીર્થકર સાક્ષીએ કહેવાની હિંમત ધરું છું. પરંતુ હું જાહેરને મહારે અભિપ્રાય માની લેવા કહીશ નહિ કહીશ કે દરેક વ્યક્તિને એકવાર જાતે એ પત્રના ઓછામાં ઓછા છ અંક તો જરૂર વાંચવા દો અને પિતાને અભિપ્રાય પોતે જ બાંધવા દે. જે એ પત્ર ઉત્તમોત્તમ હવાની ખાત્રી થાય તે આવી ઉત્તમ ચીજોને બહિષ્કાર કરવાનું ફરમાન” કહાડનારને ઇર્ષાળુ, ઢેગી અને જૈન સમાજને શત્રુ માનજો અને હવે પછી એવાઓ વધુ ઢોંગમાં ફાવી ન જાય તેવી કાળજી રાખજે; અને જો એ પત્ર વાંચ્યા બાદ હમને તે ખરેખર ત્યાજ્ય લાગે તે એનાથી દૂર રહેજે. કિમતી લેખોથી ભરપૂર જૈન હિતૈષી' માસિકનું વાર્ષિક મૂલ્ય માત્ર રૂ. ૨) છે, અને તેટલા થાડા લવાજમને લીધે એ પત્ર નુકસાન જ ભોગવે છે. માત્ર સમાજસેવા માટે આમભેગનું એ સાહસ છે. એમાં તત્વજ્ઞાન, સમાજ, ઇતિહાસ, ધર્મ, ન્યાય ઇત્યાદિ વિષયો પર જે સુંદર પ્રકાશ પાડવામાં આવે છે તે માટે જૈન કમ હેની સદાને માટે ઋણી છે. જેનો ! એ ઋણ ચુકવવું હોય, વેરભાવે પણ ભગવાનને પૂજવા જ હોય, તે બ્રહ્મચારીની આજ્ઞાને બેટી પાડવાના પ્રસંગને બહાને પણ એકવાર એ સસ્તા અને શ્રેષ્ઠ માસિકના ગ્રાહક અવશ્ય થાઓ.
બ્રહ્મચારી શીતલપ્રસાદજી માટે તે મહને ખરેખર જ “દયા” આવે છે. આ માણસ કાંઈક શાસ્ત્ર શિખે છે, કાંઈક અ ગ્રેજી પણ ભાગ્યે હુયું શિખ્યા છે, અને હવે તે ઉમરે પણ વૃદ્ધ થયેલ છે, તેથી મહને આશા હતી કે લોકોના માલીક બનવાની ઘેલછા ખાતર થતાં મૂર્ખતાભર્યા અને દેશદ્રોહ કરવા જેવા કામેથી આટલી ઉંમરે