________________
૨૪૨
જૈનહિતેચ્છુ.
કરવામાં આવશે. એ વ્યવસ્થાને અમલ વિલંબથી થવામાં મહાર દેષ કે ગફલત કે પ્રમાદ કારણભૂત હોવાનો સંભવ સરખો પણ છે કે કેમ હેને નિર્ણય એટલા ઉપરથી જ થઈ શકશે કે, જેટલા મ. હીનાને વિલંબ થાય છે તેટલા મહીનાનું તમામ ખર્ચ મહારા ખીસ્સામાંથી કરવું પડે છે, સાથે સોલીસીટરોની ફી ખર્ચવી પડે છે, -અને ખરી વાત કે જે કહેતાં જૂના સંબંધને અને મારા હદયને " આઘાત થાય તેમ છે તે ખાતર જાહેરનહિ કરી શકાવાને લીધે કેટલાક
ખટપટીઆઓ ખેટી હકીકત ફેલાવી જ નુકસાન કરવામાં ફાવી સકે છે. વિલંબ, આ પ્રમાણે, હવે જ–અને મને એકલાને જ-નુકસાનકારક છે. પણ તાકીદની ફરજ પાડવાને મારી પાસે સત્તા નથી. આશા રહે છે કે આવતા અંકમાં, જાહેરને જાણવા જેટલી હકીકત પ્રગટ કરવાની સ્થિતિમાં હું મુકાઈશ.
દરમ્યાનમાં કહી લેવાની રજા લઈશ કે, જે ગૃહસ્થોએ માસિક સ્કોલરશીપનાં વચન આપ્યાં હતાં અને છતાં અમે તેની સમજાવટથી તે વચન મુજબની રકમ ખટપટનું બહાનું લઈને દાબી રાખી છે તેઓને હેમના એ વચનભગના દેષ માટે તે ઠપકે નહિ આપવા જેટલી ઉદારતા હું રાખી શકીશ, પણ મ્હારી પ્રમાણિકતા માટે-ગમે તે
વ્યક્તિના કહેવાથી પણ-જે શંકા કરે હેને હું મારા દ્રોહી માન્યા સિવાય રહી શકે નહિ. તેઓ મહારા આત્માનું સજજડ અપમાન કરે છે એમ જે હું ન માનું તે હું જે હોરા આત્માનું લાઈબલ કરનાર આત્મદ્રોહી કરું. કહીશ કે સે કાથી વધુ ટકાની પ્રમારણિતા હેઈ શકતી જ નથી અને વાડીલાલની બરાબરીની પ્રમાણિકતા તે ઘણામાં હશે પણ એથી વધુ પ્રમાણિક્તા હેવી જ શક્ય નથી, જેણે નિર્ધન સ્થિતિમાં પણ સ્ત્રીધન વેચીને ગુપ્ત રીતે અજાણ્યા વિદ્યાર્થીઓની સેવા બજાવી હતી, જેણે થોડુંક ધન પ્રાપ્ત થતાં શક્તિ બહારને બજે ઉઠાવ્યો હતો તેના સંબંધમાં પબ્લીકના નાણાંની બાબતમાં ખેટ ખ્યાલ ઉપજાવનાર સગ્ગા બાપને—અને ક્ષણભરને માટે પણુ–માન એ જ એનું ગળું કાપવા બરાબર દ્રોહ છે. એવા લોકો કાચા કાનના છે એમ માની જતું કરવા એક વિચારક કદાપિ તૈયાર થશે નહિઃ કાચા કાનવાળા પિતાની માતા પર વ્યભિચારની શંકા–કોઈ ગમે તેવા ખટપટી ઉસ્તાદની વાત સાંભળવાથી પગ–કરશે કે? અને વધુ માતાને એવી શંકા જણ. થવાની ધૃષ્ટતા કરશે કે? તે વખતે તે તેઓ ખટપટીઆને એમ