________________
૨૪૪
નહિત છુ.
કરવા ખાતર. તો પછી એ દાનને અંગે– કોઈ પણ રીતે અને કોઈ પણું કારણથી–વાડીલાલને સીધી કે આડકતરી રીતે નુક્સાન પહેચાડવામાં આવે તો તે માટે ગુરુ કરવાને શું તે હકદાર નથી ? શું એ ગુરો “નીતિની હદમાં રહીને થતું પગલું નથી?
આ સર્વ રકમ જાહેર કરવા, હેને હિસાબ બહાર પાડવા અને એ રીતે પોતાની પ્રમાણિકતાની ખાત્રી (!)આપવા હું–હારે માટે તો-જરૂર જેતે નહેાતે જે કે તે છતાં લોખ્રકૃતિને કાંઈક અનુભવ હોવાથી શરૂઆતથી જ મહે જાતે દર અકે હિસાબ બહાર પાડયો હતો અને વર્ષ આખરે ડીટર પાસે ઓડીટ કરાવી કમીટી પાસે પાસ કરાવી હિસાબ પ્રગટ કર્યો હતો. મૂર્ખ અને બેદરકાર વ્યકિતઓ રિપોર્ટ વાંચવાની દરકાર કરે નહિ–સહમજવાની દરકાર કરે નહિ અને, માત્ર નિર્દોષ જ નહિ પણ ઉપકારક વ્યક્તિની ઈજજતનું ખૂન કરવા કોઈના બહેકાવ્યાથી તૈયાર થાય એમને શું મનુષ્યધાતક કહેવામાં દોષ છે?
આ મનુષ્યઘાતકો પૈકી કોઈ તો એવા પણ છે કે જેણે હારી અંગત સેવાઓ પિતાના ખાનગી કામમાં અનેક વખત લીધેલી છે અને એ કામ પણ એવાં કે જે હારી જીદગીના જોખમે અને તે છતાં કાંઈ પણ બદલા વગર થયાં હોય. અને એ શરમ વગરના ચંડાળ, આ ખાનગી સેવાના બદલામાં જાહેર સેવાના કામમાં એક નજીવી સ્કોલરશીપનું વચન આપ્યા પછી મહને જ શંકાપાત્ર કહી સાઠમી ઉધરાણીએ સ્કોલરશીપની રકમ આપવાના અખાડા કરવા જેટલી ધૃષ્ટતા કરી શકયા હતા ! ખરેખર જે સંબંધીએ આ સંજોગ ઉભા કર્યા છે હેને હું આભાર માનીશ કે જનપ્રકૃતિનું ગૂઢ રહસ્ય હેને પ્રતાપે જ હું જાણવા પામ્યો છું. મનુષ્યના હૃદયની કાટકુટ કરીને એનું
પું તત્ત્વ જોવાની તક આપનાર, અગાઉ માત્ર વ્યવહા૨ દૃષ્ટિએ મિત્ર હતો પણ હવે તો તવદષ્ટિએ મિત્ર ઠર્યો છે. તેંણે હનેતે પોતે પણ જાણ ન હોય એવી રીતે–સેવા, ભલાઈ, નૌતિઈત્યાદિ “ચીજોનું છૂપું તત્વ શિખવ્યું છે. તે પહેલા રિપોર્ટની તારીખથી આજ સુધીને હિસાબ ઓડીટર તપાસી ચૂક્યા છે અને યોજનાને હાઈ કોર્ટને સીક્કો લાગ્યા બાદ તુરત જ જાહેરમાં મૂકવામાં આવશે. દરમ્યાન જણાવીશ કે કુલ રકમ એન્જમાં અને મીલમાં જેમની તેમ જમા છે, ત્રણ નામ પર જમા -છે-એક જ નામ પર પણ નહિ, અને વ્યાજ વધ્યાં કરે છે.