________________
૨૨૨
જેનહિતેચછુ. રાણું હમીરની પ્રતિજ્ઞા એક જ વાર લેવાય છે માટે તમામ સ્ત્રીજાતિનું વાગ્દાન પણ એકજ વખતે થવું જોઈએ એવું તર્કશાસ્ત્ર સ્વીકારવા પહેલાં પૂછવું પડશે કે તમામ સ્ત્રી જાતિને રાણું હમીર સાથે શું સંબંધ છે? અને જો સ્ત્રી જાતિને માથે રાણા હમીર (કે જે એક પુરૂષ છે) ને દાખલો કાયદા રૂપે ઠેકી બેસાડવો ધમ્ય છે રાણા હમીરના સજાતીય પુરૂષવર્ગ પર તે ખાસ એ દાખલો કાયદારૂપે ઠેકી બેસાડવો જ જોઈએ. માટે, પંડિત, પ્રથમ રાણા હમીરના સજાતીય પુરૂષવર્ગને બીજીવાર પરણતા અટકાવવાને કાયદે કરાવો અને પછી સ્ત્રી જાતિપર હમારે દર ચલાવવા બહાર પડજે. રાણું હમીરને દાખલો જનસાધારણની નીતિમાં ઘુસાડવા મથનાર માટે હને ખરેખર દયા આવે છે! આ બિચારા પિથા–પંડિતમાં, સામાન્ય અક્કલ, કહારે આવશે? પૃથ્વીના ભૂષણ રૂ૫ રાણા હમીર કે રાણા પ્રતાપ તે જવલ્લે જ પાકે, આખી દુનિયાના મનુષ્ય એવા થઈ ન - શકે, એટલુંએ આ ભણ્યાગણ્યાં બાળકને ભાન નથી. આ પિથાંપંડિતે કઈ ચીજને “આદર્શ મનાવવી અને કઈ ચીજને ફરક્યાત ઠરાવવી એને વિવેક કરી શક્તા નથી એ જ હેટો રોગ છે. તમામ સ્ત્રી પુરૂષોનો વિકાસ કરવા તરફ સમાજની દષ્ટિ હેવી જોઈએ અને તેથી હમીર, પ્રતાપ, મહાવીર ઈત્યાદિનાં ચરિત્ર લેકો આગળ
આદશ” તરીકે ધરવાં જોઇએ, પણ એમના નિયમે લેગણું માટે ફરજ્યાત કરાવી શકાય નહિ. એ તે “શક્તિ” ને સવાલ છે. દરેક ગૃહસ્થ કુબેરભંડારી જેવા માલદાર થવું જ જોઈએ, નહિ તો હેને શિરચ્છેદ કરવામાં આવશે, દરેક સાધુએ મહાવીરની પેઠે સાડાબાર વર્ષની તપશ્ચર્યા કરી કૈવલ્ય મેળવવું જ જોઈએ, નહિ તે હેને બહિષ્કાર કરવામાં આવશે, દરેક પંડિત અને તકતી શંકરાચાર્યની પેઠે દિગવિજય કરવો જ જોઈએ, નહિ તો એમને દેશનિકાલ કરવામાં આવશે, આવા ઠરાવ જે સમાજ કરી શકી હોય તો જ “દરેક વિધવાએ કામને સંપૂર્ણપણે જીતવો જ જોઇશે, નહિ તે હેને બહિષ્કાર કરવામાં આવશે” એવો ઠરાવ તે કરી શકે
આદર્શ અને વ્યવહાર, વ્યક્તિગત ધર્મ અને સામાજિક કાનુન, ફરજ્યાત ધર્મ અને મરજ્યાત ધમ' એ વચ્ચે વિવેક નહિ કરી શકવાથી જ વિધવાવિવાહના સવાલનું રહસ્ય ધર્મના ઢગલા” એથી હમજી શકાયું નથી. એક શાળામાં સાતમા વર્ગના વિદ્યાર્થી માટે સ્થાન જોઈએ અને એકડા ઘુંટતા વિદ્યાર્થી માટે પક્ષુ સ્થાન જોઈએ;