________________
નગ્ન સત્ય.
૨૩
नग्न सत्य. પશ્ચિમમાં બે મહાન તત્વવેત્તા થયાઃ એક શાપનહેર અને બીજો ક્રેડરિક નિશે. સત્ય શોધવામાં બન્નેએ બુદ્ધિવાદની જ મદદ લીધી હતી, પરંતુ એમની શક્તિ મુજબનું સત્ય શોધાઈ ચૂક્યા પછી બુદ્ધિવાદની હેમને કાંઈ કિંમત રહી નહોતી. શૈપનહેરનું અંતીમ સત્ય “Being” છે અને નિોનું અંતીમ સત્ય “Becoming.. છે. બુદ્ધિની પેલી પારના તે “અકથ્ય કાંઈ ની આ બને એ બાજુએ છે. અથવા, Being માંથી જ Becoming ઉદ્દભવે છે અને Becoming મારફતે જ Being માં ભળાય છે. એકલા Being માં સત્ય શ્રદ્ધનાર મનુષ્ય સુસ્ત બને છે, એકલા Becoming માં સત્ય શ્રદ્ધનારને ક્રિયાને જ્વર આવે છે-કોઈ વખતે એટલી ડીગ્રીને કે તે ઉન્માદમાં પરિણમે છે. પણ આમાં ઈચ્છાને સવાલ નથી, પ્રકૃ. તિને સવાલ છે; કોઈ પ્રકૃતિ Being માં જ શ્રદ્ધા ધરાવી શકે, કોઈ Becoming માં જ આનંદ માની શકે. પરન્તુ બન્ને પિતપિતાને રસ્તે એક નિષ્ઠાથી ચાલ્યા જવાને પરિણામે છેવટે એક સ્થળે મળે છે, કે હાંથી બન્ને પિતાને Being તરીકે જુએ છે અને આખી દુનિયા એ Being ને ખેલ –-Becoming –હાય. એમ જુએ છે.
સુખી છે તે “Being ને ભક્ત હેના વિરાગમાં, સુખી છે તે “Becoming” નો ભક્ત ની ક્રિયામાં દુઃખી છે-મહાખી છે માત્ર તે વિચારક કે જે “Being' તેમજ “Becoming' ની જાંખી-બુદ્ધિના કૂદકાથી કરી શકે છે અને બન્નેને વખાણવા છતાં. બેમાંની એક પણ વહેલમાં બેસી શકતું નથી. એ જુલમી ત્રાસદાયક અજાણપણું” ! ઓ ભયંકર જ્ઞાન! સુખી છે તેઓ કે જેઓ છૂપા ભેદોમાં માથું ઘાલવાની લતથી વેગળા છે. કાં તો સ્ત્રીની સુંદરતા જેવા (હમજવા, પીછાનવા)ની બુદ્ધિ ન હોય તો સારું અગર વધારેમાં વધારે જે ડીગ્રીની સુંદરતા પિતાની બુદ્ધિથી પીછાની શકાતી હોય તે ડીગ્રીની સુંદરતા સાથે અંક્ય રચવાની શક્તિ હોય. તે સારું નહિ હદયની મુંજવણ અને બળતરા સિવાય બીજી કોઈ પ્રાપ્તિ જાણપણુ”માંથી થતી નથી.
જીંદગી માણવી હોય તે વિચારક નહિ પણ શ્રદ્ધાળુ બનવું આવશ્યક છે. શ્રદ્ધા ઉભા રહેવાની જમીન છે, શ્રદ્ધા ગતિ આપનાર