________________
જેનહિતેચ્છુ.
બાદ કરતાં બચતી રકમ એ જ દેવનાં સંતાને–ભક–જેનેની શારિરીક, માનસિક અને આધ્યાત્મિક ખીલવટનાં સાધન પાછળ ખર્ચવી એ પણ ઈચ્છવા જોગ જ છે, રે કર્તવ્ય છે. - આગળ વધીને હું કહીશ કે, હિંદને સમય ઘણો બારીક આવતે જાય છે. મજુર વર્ગ છૂટો ને વધારે છૂટો થતું જાય છે, રાજકીય પરિસ્થિતિઓમાં અસાધારણ પરિવર્તન નજરે પડે છે. . દટાયેલાં ધન કોઈની પાસે પણ રહી શકવાનાં નથી. સરકારને જરૂર પડે અગર નિરંકુશ તોફાનીઓને જોઈએ, તે વખતે એ ધન ના તો મૂર્તિપૂજાના સાધનમાં કામ લાગશે, ના જનસમાજની ખીલવટના કામમાં લાગશે. હરેક દૃષ્ટિબિંદુથી જોતાં એ ધન રાખી મૂકવા કરતાં ખચી નાખવું એ જ ઈષ્ટ છે અને ખર્ચવું જ છે તો જેની અનિવાર્ય જરૂરીઆતને પુગી વળવામાં ખર્ચવું એ જ શ્રેષ્ઠ છે. આમ કરવામાં હરક્ત માત્ર તેઓ જ લઈ શકે કે જેઓને એ ધન બથાવી પડવું હોય. બાકી મુનિઓ અને તટસ્થ શ્રાવકે જે “પાપ”ને “હાઉ” બતાવી વાંધો નાખતા હોય તે એમને માટે એટલું જ કહેવું બસ થશે કે, હમારાં ચારિત્ર તે સંભાળે, એ પિતે જ “પાપ” થી ભરપૂર છે; હવે તે પુણ્ય-પાપની બેટી ડંફાસોથી હાથ ધુઓ, નહિ તે કોઈ માથાને મળશે તે રજેરજ પોલ ખુલ્લાં કરશે. માનપાન અને નિંદાના કિચડથી સદંતર ખરડાયેલા સિદ્ધોહમારી સિદ્ધાઈ મ્યાનમાં રાખો. ધર્મનું રક્ષણ હમારા જેવા લેવાની અને હુંપદના ગુલામને જ હાથ શું આવી પડયું છે ? બુદ્ધિશાળી શ્રાવકે ! ધન આપનાર હમે છે, વ્યવસ્થા પણ હુમારા ( ગૃહસ્થ વના) જ હાથમાં છે; હમારે આશય નિઃસ્વાર્થી (નાણાં પોતાના ઘરમાં નહિ લઈ જવાને) છે, તો શા માટે નવરા મુસાફરોના કલહમાં પડી પોતાનું હિત બગાડવા દો છે ? હમે જ દાતાઓ છે, અને કાયદો હમને એની સારામાં સારી વ્યવસ્થા કરવાને સત્તા આપે છે. ઉઠે, લ્યો એ સત્તાં હમારા હાથમાં, અને શરૂ કરે કોડે રૂપિયાની પડતર રકમમાંથી સમસ્ત જૈન સમાજના ઉત્કર્ષ માટેનાં શુભ કાર્યો
શ્રાવિકા સુધ–ત્રિમાસિક પત્ર, વાર્ષિક મૂલ્ય રૂ. ૧) સુરત (ગેપીપુરા)થી રા. રા. હીરાચંદ મેતીચંદ ઝવેરીની વિધવા ઋકિમણી હેન તરફથી માત્ર સેવાબુદ્ધિથી આ ત્રિમાસિક તેમજ સુરતનું જેન વનિતાવિશ્રામ સ્થાપવામાં આવ્યું છે. બન્ને ઉત્તેજનને ચોગ્ય છે. જૈન સમાજમાંની એક સ્ત્રી અને તે પણ વિધવા, આટલી